ઊંચા ઊંચા રે દાદા ગઢડાં ચણાવો, તે પે ઊંચેરા ગઢના કાંગરા. કાંગરે ચડીને બેની રેખાબા જુવે, કેટલેક આવે વરરાજિયો. પાંચસે પાળા રે દાદા છસેં ચડિયાત, ઘોડાની ઘૂમસે વરરાજિયો. કોઠિયુંના ઘઉં રે ઘેડી તારી જાને ખૂટવાડ્યા, તોય ન રીઝયો વરરાજિયો. ગૌરીના ઘી રે ઘેડી તારી જાને ખૂટવાડ્યા, તોય ન રીઝયો વરરાજિયો. જોટયુંના દૂધ રે ઘેડી તારી જાને ખૂટવાડયા, તોય ન રીઝયો વરરાજિયો. નદીયુંના નીર રે ઘેડી તારી જાને ખૂટવાડયા, તોય ન રીઝયો વરરાજિયો. હાથપગ ધોઈને દાદે રેખાબા દીધા, ધમકે રીઝયો રે વરરાજિયો.

શિક્ષાપત્રી ભાગ-3 રોજિંદા જીવનમાં વ્યવહાર�: 78. પોતાની ઉપજ મુજબ જ ખર્ચ કરવો. ઉપજ કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે. 79. પોતાની ઉપજ તથા ખર્ચનું નિત્ય રૂડા અક્ષરે પોતે જાતે નામું લખવું. 80. કરજ દઈ ચૂક્યા હોઈએ, તો તે છાનું ન રાખવું. 81. સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ જમીન ને ધનના લેણદેણનો વ્યવહાર ક્યારેય ન કરવો. 82. પોતાના અથવા બીજાના વિવાહ સંબંધી કાર્યમાં આપવા યોગ્ય ધનની વિગત સાક્ષીએ સહિત લેખિત કરવી પણ કેવળ બોલી જ ન કરવી. 83. પોતાના સામર્થ્ય […]

અહિંસા ધર્મ : 40. અહિંસા મોટો ધર્મ છે – એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. 41. કોઈ જીવ-પ્રાણીમાત્રની હિંસા ન કરવી. જાણીને તો જૂ, માંકડ, ચાંચડ આદિક જીવની પણ હિંસા ક્યારેય ન કરવી. 42. દેવતા અને પિતૃના યજ્ઞ માટે પણ હિંસા ન કરવી. 43. ધનાઢ્ય ગૃહસ્થ સત્સંગીઓએ હિંસાએ રહિત યજ્ઞ કરવા. 44. સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિ માટે પણ કોઈ મનુષ્યની હિંસા કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. 45. કોઈપણ રીતે આત્મહત્યા ન કરવી, તીર્થમાં પણ નહીં, ક્રોધે કરીને કે ક્યારેય કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો મુંઝાઈને પણ આત્મહત્યા […]

ભગવાન સ્વામિનારાયણ કહે છે : 1. સંવત ૧૮૮૨ના મહા સુદી પંચમીના દિવસે, અમે, સર્વે દેશમાં રહેલા અમારા સર્વે આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખીએ છીએ. 2. અમારા સર્વે આશ્રિતોએ પોતાના ધર્મની રક્ષા કરનારા, શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અમારા રૂડા આશીર્વાદ વાંચવા. 3. શિક્ષાપત્રી લખવાનું કારણ સર્વી એકાગ્ર મને ધારવું. 4. તે સર્વે જીવનું હિત કરનારી, પરમ કલ્યાણકારી છે. સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળ દેનારી છે. 5. જે કોઈ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. 6. અમારી બુદ્ધિથી સર્વે સત્શાસ્ત્રોનો સાર કાઢીને શિક્ષાપત્રી લખી […]

આ કોની મનોરમ દ્ધષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું ? ધરતીને જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણુ ? આ ઈંદ્ધધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી ? ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાં રમી લીધી હોળી? છંટાઈ ગયા ખુદ, વ્યોમ સ્મું ધરતીનું કલેવર ભીંજાણું, ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું, કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા, ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા ? શી હર્ષાની હેલી કે, ધરતીનું કલેવર ભીંજાણું, ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું, આરસભીની એકલતામાં સાંનિધ્યનો સાંજે સંભવ છે, ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે? આનંદના […]

* બોલે તેના બોર વહેચાય * ના બોલવામાં નવ ગુણ * ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન * ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે * સંપ ત્યાં જંપ * બકરું કઢતા ઉંટ પેઠું *રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં * સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય * બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો * લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે * અધૂરો ઘડો છલકાય ઘણો * ખાલી ચણો વાગે ઘણો * પારકી મા જ કાન વિંધે * જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે […]

ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા; કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા. સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં, જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં. તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ, મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં. એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા, એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા. મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર, કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા. કરતા હતા પહાડનો દાવો પલાશ પણ, આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં. હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો, ‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં. – અમૃત ‘ઘાયલ’

ગુજરાતના  મ્યુઝિયમો (૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા. આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે. (૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા. આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે. (૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ. ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા. આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે. (૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા. તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે. (૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા. મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે. (૬) […]

  મંગલ મંદિર ખોલો, દયામય ! મંગલ મંદિર ખોલો, જીવનવન અતિ વેગે વટાવ્યું દ્વાર ઊભો શિશુ ભોળો ; તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લો, લો, દયામય ! નામ મધુર તમ રટ્યો નિરંતર શિશુસહ પ્રેમે બોલો ; દિવ્ય તૃષાતુર આવ્યો બાલક, પ્રેમ – અમીરસ ઢોળો, દયામય ! મંગલ મંદિર ખોલો !           – નરસિંહરાવ દિવેટિયા

– સર્વપ્રથમ જોઇએ તો દ્રઢ સંકલ્પ જાગતાં, આરાધનાનો માર્ગ સરળ અને ફળદાયી બને છે. – નવરાત્રિ દરમિયાન આંતર-બાહ્ય શુદ્ધતા, પવિત્રતા જાળવી બ્રહ્નચર્યનું પાલન કરવું. – ‘ફળ એ જ આહાર’ નો નિયમ પાળવો. શક્ય હોય તો બીજી વખત ચાવીને કશું ખાવું નહીં. ચા, દૂધ, કોફી, જ્યૂસ વગેરે લઇ શકાય. – જમીન પર પાથર્યા વિના જ સૂવું. – અખંડ દીપનું સ્થાપન કરવું. (દીપ દેવતાનું પૂજન કરી શુભ, કલ્યાણ, સુ-આરોગ્ય, ધનસંપિ ત્ત અને હિતરક્ષકોની વૃદ્ધિ થાય તે માટે પ્રાર્થના કરવી. – માના ઉપાસકો માટેની આચારસંહિતાનું પાલન કરવું જેમ કે: સ્ત્રીની નિંદા ન કરવી, […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors