\’સભ્ય\’ વેશે દરમ્યાન પેલા મિત્રની મારે વિશેની ચિંતા દૂર નહોતી થઇ. તેમણે પ્રેમને વશ થઇને માન્યું કે, હું જો માંસાહાર નહીં કરું તો નબળો થઇશ, એટલું જ નહીં પણ હું ‘ભોટ’ રહેવાનો, કેમ કે અંગ્રેજ સમાજમાં ભળી જ નહીં શકું. તેમને મારા અન્નાહાર ઉપરના પુસ્તેકના વાચનની ખબર હતી. તેમને એવી ધાસ્તી લાગી કે એવા વાચનથી હું ભ્રમિતચિત્ત બની જઇશ, અખતરાઓમાં મારો જન્મ એળે જશે, મારે કરવાનું છે તે ભૂલીશ અને વેદિયો બની રહીશ. તેથી તેમણે મને સુધારવાનો એક છેલ્લોમ પ્રયત્ન કર્યો. મને નાટકમાં લઇ જવાને નોતર્યો. ત્યાં જતા પહેલાં મારે […]
મારી પસંદગી મેં ઉપકાર સાથે સૂચના કબૂલ રાખી. મિત્રને ત્યાં ગયો. તેમને બરદાસમાં કાંઇ મણા નહોતી. મને પોતાના સગા ભાઇની જેમ રાખ્યો, અંગ્રેજી રીતરીવાજો શીખવ્યાં; અંગ્રેજીમાં કંઇક વાત કરવાની ટેવ તેમણે જ પાડી એમ કહી શકાય. મારા ખોરાકનો પ્રશ્ર્ન બહુ મોટો થઇ પડયો. મીઠું મસાલા વિનાનાં શાકો ભાવે નહીં. ઘરધણી બાઇ મારે સારું શું રાંધે ? સવારે તો ઓટમીલની ઘેંસ થાય એટલે કંઇક પેટ ભરાય, પણ બપોરે અને સાંજે હંમેશા ભૂખ્યો રહું. મિત્ર માંસાહાર કરવાનું રોજ સમજાવે. હું તો પ્રતિજ્ઞાની આડ બતાવી મૂંગો થાઉં. તેમની દલીલોને પહોંચી ન શકું. બપોરે […]
આખરે વિલાયતમાં મારી દયા ખાઇ એક ભલા અંગ્રેજે મારી જોડે વાતો શરૂ કરી. પોતે ઉંમરે મોટા હતા. હું શું ખાઉં છું, કયાં જાઉં છું, કેમ કોઇની સાથે વાતચીત કરતો નથી, વગેરે સવાલ પૂછે. મને ખાણા ઉપર જવાનું સૂચવે. માંસ ન ખાવાના મારા આગ્રહ વિશે સાંભળી તે હસ્યા ને મારી દયા લાવી બોલ્યા , ‘અહીં તો (પોર્ટ સેડ પહોંચ્યા પહેલાં) ઠીક જ છે, પણ બિસ્કેના ઉપસાગરમાં પહોંચીશ ત્યારે તું તારા વિચાર ફેરવીશ. ઇંગ્લૅન્ડ્માં તો એટલી ટાઢ પડે છે કે માંસ વિના ન જ ચાલે. ’ મેં કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે […]
ન્યાતીબહાર માતાની આજ્ઞા અને તેના આર્શીવાદ લઇ, થોડા માસનું બાળક સ્ત્રીના સાથે મેલી હું હોંશે હોંશે મુંબઇ પહોચ્યો. પહોંચ્યો તો ખરો, પણ ત્યાં મિત્રોને ભાઇએ કહ્યું કે, જૂન – જુલાઇમાં હિંદી મહાસાગરમાં તોફાન હોય છે. ને મારી આ પહેલી જ દરિયાની સફર હોવાથી મને દિવાળી બાદ એટલે નવેમ્બર માસમાં મોકલવો જોઇએ. વળી કોઇએ તોફાનમાં કોઇક આગબોટ ડૂબી જવાની વાત પણ કરેલી. આથી મોટા ભાઇ અકળાયા. તેમણે એમ જોખમ ખેડીને મને તુરત મોકલવાની ના પાડી અને મને મુંબઇમાં મિત્રને ત્યાંય મૂકી પોતે પાછા પોતાની નોકરીને ચડવા રાજકોટ ગયા. એક બનેવીની પાસે […]
વિદેશની તૈયારી પાસ થયા પછી કૉલેજમાં જઇ આગળ ભણતર ચલાવવું એમ વડીલોની ઇચ્છા હતી. મુંબઇમાં પણ કૉલેજ અને ભાવનગરમાં પણ કૉલેજ ભાવનગરનું ખરચ ઓછું તેથી ભાવનગર શામળદાસ કૉલેજમાં જવાનો ઠરાવ થયો. ત્યાં મને કાંઇ આવડે નહીં, બધું મુશ્કેંલ લાગે, અધ્યાપકોનાં વ્યાખ્યાનોમાં ન પડે રસ ને ન પડે સમજ. આમાં દોષ અધ્યાપકોનો નહોતો, મારી કચાશનો જ હતો. તે કાળના શામળદાસ કૉલેજના અધ્યાપકો તો પહેલી પંકતીના ગણાતા. પહેલી ટર્મ (એટલે સત્ર) પૂરી કરી ઘેર આવ્યો. કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર એક વિદ્ધાન, વ્યવહારકુશળ બ્રાહ્મણ, માવજી દવે હતા. તેમણે પિતાજીના સ્વર્ગવાસ પછી પણ […]
ધર્મની ઝાંખી મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં, એટલે હવેલીમાં જવાનું વખતોવખત બને. પણ તેને વિશે શ્રદ્ધા ઉત્પન્ન ન થઇ. હવેલીનો વૈભવ મને ન ગમ્યો. હવેલીમાં ચાલતી અનીતિની વાતો સાંભળતો તેથી તેને વિશે મન ઉદાસ થઇ ગયું. ત્યાંથી મને કંઇ જ ન મળ્યું. પણ જે હવેલીમાંથી ન મળ્યું તે મારી દાઇ પાસેથી મળ્યું. તે કુટુંબની જૂની નોકર હતી. તેનો પ્રેમ મને આજે પણ યાદ છે. હું આગળ જણાવી ગયો છું કે હું ભુતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી […]
પિતાજીનું મૃત્યુ ને મારી નામોશી આ જ વર્ષે પત્ની ગર્ભવતી થઇ. એમાં બેવડી શરમ સમાયેલી આજે હું જોઇ શકું છું. એક તો એ કે વિદ્યાભ્યાસનો આ કાળ હોવા છતાં મેં સંયમ ન જાળવ્યો, અને બીજી એ કે જોકે નિશાળનો અભ્યાસ કરવાનો ધર્મ હું સમજતો હતો અને તેથીયે વધારે માતપિતાની ભકિતનો ધર્મ સમજતો હતો, – તે એટલે સુધી કે એ બાબતમાં બાલ્યાવસ્થાની જ શ્રવણ મારો આદર્શ થઇ રહ્યો હતો, – તે છતાં વિષય મારા ઉપર સવાર થઇ શકતો હતો. એટલે કે, દરેક રાત્રિએ જોકે હું પિતાજી ને પગચંપી તો કરતો છતાં […]
ચોરી અને પ્રાયશ્ર્ચિત માંસાહારના કાળનાં તેમ જ તે પહેલાના કાળના કેટલાક દૂષણોનુ વર્ણન હજુ કરવું રહે છે. તે વિવાહ પૂર્વના કે તે પછી તુરતના સમયના છે.મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઇ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો અમ બેમાંથી એકેને નહોતું લાગ્યુ, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઇક રસ છે એવુ લાગેલુ. મારા કાકાને બીડી પીવની ટેવ હતી, ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઇ અમને પણ ફૂંકવાની ઇચ્છા થઇ. પૈસા તો ગાંઠે ન મળે, […]
દુઃખદ પ્રસંગો મારી ગણતરી બરાબર નહોતી એમ હું પાછળથી જોઇ શકયો. સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઊતરવું નહીં જોઇએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હોય નહીં. મિત્રતામાં અદ્વૈતભાવના હોય. એવી મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે મે અંગત મિત્રતા અનિષ્ટ છે, કેમ કે મનુષ્ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્યકતા છે. જેને આત્માની, ઇશ્ર્વરની મિત્રતા જોઇએ છે તેણે એકાકી રહેવું ઘટે છે, અથવા આખા જગતની સાથે મૈત્રી કરવી ઘટે છે. ઉપરના વિચાર યોગ્ય હોય કે અયોગ્ય, મારો […]
હાઇસ્કૂલ મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઇસ્કૂલમાં હું ઠોઠ નિશાળિયો ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. દરેક વર્ષે માબાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમ જ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતાં. તેમાં કોઇ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા ગઇ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધાં ને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયા ને દસ રૂપિયાની શિષ્યવૃતિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું […]