ધણીપણું પણ આ સદ્વિચારોનું એક માઠું પરિણામ આવ્યું. જો મારે એકપત્નીવ્રત પાળવું જોઇએ તો પત્નીને એકપતિવ્રત પાળવું જોઇએ. આ વિચારથી હું અદેખો ધણી બન્યો. ‘પાળવું જોઇએ’માંથી ‘પળાવવું જોઇએ’ એ વિચાર ઉપર આવ્યો. અને જો પળાવવું જોઇએ તો મારે ચોકી રાખવી જોઇએ. મને કાંઇ પત્નીની પવિત્રતા વિશે શંકા લાવવાનું કારણ નહોતું. પણ અદેખાઇ કારણ જોવા કયાં બેસે છે ? મારી સ્ત્રી હંમેશા કયાં જાય છે એ મારે જાણવું જ જોઇએ, તેથી મારી રજા વિના કયાંયે જવાય જ નહીં. આ વસ્તુ અમારી વચ્ચે દુઃખદ ઝઘડાનું મૂળ થઇ પડી. રજા વિના કયાંયે ન […]
બાળવિવાહ ૧૩ વર્ષની ઉંમરે મારા વિવાહ થયા તેની નોંધ લેતાં અકળામણ થાય છે. આજે મારી નજર આગળ બારતેર વર્ષનાં બાળકો પડયાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્મરણ કરું છું ત્યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને બાળકોને મારી સ્થિતિમાંથી બચ્યાને સારુ મુબારકબાદી આપવાની ઇચ્છા થાય છે. તેર વર્ષે થયેલા મારા વિવાહના સમર્થનમાં એક પણ નૈતિક દલીલ મને નથી સૂઝી શકતી. વાંચનાર ન સમજે કે હું સગાઇની વાત લખું છું. કાઠિયાવાડમાં વિવાહ એટલે લગ્ન, સગાઇ નહીં. સગાઇ એટલે બે બાળકોને પરણાવવાનો મા બાપો વચ્ચે થયેલો કરાર. સગાઇ તુટી […]
બચપણ હાઇસ્કૂલના પહેલા જ વર્ષનો, પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્ય છે. કેળવણીખાતાના ઇન્સ્પેકટર જાઇલ્સ નિશાળ તપાસવા આવ્યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્દ લખાવ્યા. તેમાં એક શબ્દ ‘કેટલ’ (kettle) હતો. તેની જોડણી મે ખોટી લખી. માસ્તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો. પણ હું શાનો ચેતું ? મને એમ ભાસી ન શકયું કે માસ્તર મને સામેના છોકરાની પાટીમાં જોઇ લઇ જોડણી સુધારવાનું કહે. માસ્તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્દ ખરા પડયા ને એકલો હું ઠોઠ ઠર્યો ! […]
૧. જન્મ કબા ગાંધીને પણ એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્લાં પૂતળીબાઇથી એક દીકરી અને ત્રણ દીકરા. તેમાંનો છેલ્લો હું. પિતા કુટુંબપ્રેમી, સત્યપ્રીય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઇક વિષયને વિશે આસકત પણ હશે. તેમનો છેલ્લો વિવાહ ચાળીસમા વર્ષ પછી થયેલો. તેઓ લાંચથી દૂર ભાગતા, તેથી શુદ્ધ ન્યાય આપતા એવી અમારા કુટુંબમાં અને બહાર વાયકા હતી. રાજયના બહુ વફાદાર હતા. એક વેળા કોઇ પ્રાંતના સાહેબે રાજકોટના ઠાકોર સાહેબનું અપમાન કરેલું, તેની સામે તેઓ થયેલા. સાહેબ ગુસ્સે થયા, કબા ગાંધીને માફી માગવા ફરમાવ્યું. તેમણે માફી […]
નવાંગતુક માર્કેટિંગ ડિરેક્ટર નાં સ્વાગત સમારોહમાં એમની સાથે આવેલ એમની પત્ની ને અન્ય સ્ત્રીઓએપૂછ્યું “તમારા પતિથી તમે સુખી છો ને?” નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત્ જવાબ નીઆશામાં , વિશ્વાસ સાથે , થોડા ટટ્ટાર થઇ ગયા. એમને ખાતરી હતી કે એમની પત્ની નો જવાબહકારમાં જ હશે. એમને અને બીજા બધાંને પત્નીનો જવાબ સાંભળીનેસખત આંચકો લાગ્યો જયારે તેણે કહ્યું, “ના, હું મારા પતિ થી સુખી નથી !” આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ! પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ! એ માની જ નહોતા શકતા કે એમની પત્ની આવુંકહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે. […]
*સાપ,અગ્નિ,દુર્જન,શાસક,જમાઈ,ભાણેજ,રોગ અને શત્રુ આટલાને સામાન્ય ગણી કોઇ દિવસ તમની ઉપેક્ષા ન કરવી. અજ્ઞાત *દુર્જન ભણેલો હિય તો પણ તેનો ત્યાગ કરવો જોઇએ કરણકે સર્પ મણીથી શોભતો હોય તિ પણ શું તે ભયંકર નથી ? અજ્ઞાત *સાચવવા પડૅ એ સંબંધો કદી સાચા નથી હોતા અને સંબંધો જો સાચા હોય તો એને કદી સાચવવા નથી પડતા. અજ્ઞાત.. *રોટલો કેમ રળવો ત નહી પરંતુ દરેક કોળિયો કેમ મીઠો કરી માણવો તે ખરી કેળવણી છે. અજ્ઞાત *આક્રોશ,આવેગ અને આવેશની ત્રુપ્તિ માણસને કયારેય સફળ થવા દેતી નથી. અજ્ઞાત *જેને જેનું કામ નહીં તે ખર્ચે નહીં […]
* કુળને ખાતર એકને ત્યજવો, ગામને ખાતર કુળને ત્યજવું, દેશને ખાતર ગામને ત્યજવું, પોતના આત્માને ખાતર પૃથ્વી ત્યજવી. * વૃક્ષો ફળોના આવવાથી નીચા નમે છે, વાદળા નવા પાણી ભરાવવાથી ખુબજ નીચ નમી જાય છે, સત્પુરૂષો સમૃધ્ધિ વડે વિનમ્ર બને છે, પરોપકારીઓનો આજ સ્વભાવ હોય છે. * શક્યતાના સૌ પ્રકારો પર લખ્યું મેં નામ ત્હારું, ‘છે નથી’ ના સૌ વિચારો પર લખ્યું મેં નામ ત્હારું. – નિર્મિશ ઠાકર….. * હંમેશા બીજાને માફ કરી દેવાનું જ પુરતુ નથી.કયારેય કયારેય પોતાની જાતને પણ માફ કરી કરતાં શીખવું જોઇએ. * જે વ્યક્તિ તમારા દુઃખમાં […]
* દુનિયા મને શું આપશે એમ વિચારનારા મેનેજર બને છે, દુનિયા ને હું શું આપું એમ વિચારનારા લીડર બને છે..!! – બર્નાડ રામાંન્સોઆ * કામ કરીને કમાવું તેમાં કોઈ શરમ નથી, આળસુની જેમ બીજાનું મોઢું જોઇને બેકાર બેસી રેહવું એ જ સૌથી શરમજનક છે. -પ્રેમચંદ * નીચે પડવુ એ કાઇ હાર નથી ….. હાર એ છે કે જ્યારે તમે ઉભા થવાની ના પાડો… * નિરાશાવાદી માણસ દરેક તકમા મુશ્કેલીઓ શોધે છે જ્યારે આશાવાદી માણસ દરેક મુશકેલીમા તકો શોધે છે…! – વિન્સટન ચર્ચિલ – *” એક વિચાર “ જેમ “જન્મ અને […]
મહાન દાર્શનિક સૉક્રેટિસનો દેખાવ વિચિત્ર હતો. ટાલિયું માથું, પ્રમાણમાં નાનો ચહેરો, ફૂલેલા ટોપકાવાળું નાક અને લાંબી દાઢી. ચેતનવંતા માણસનો આવો દેખાવ હોય ખરો ? સૉક્રેટિસ પ્રમાદી અને પૈસાની તાણ ભોગવતો આદમી હતો. ધંધો પથ્થર ઘડવાનો પરંતુ પતિ-પત્ની અને પુત્રો ખાતર પેટ પૂરતું મળી રહે એટલે કામ છોડી વાતો કરવા માંડતો. પત્ની કર્કશા હોવાથી મોટે ભાગે બહાર જ ફરતો. સવારે વહેલા ઊઠી જેવોતેવો નાસ્તો કરી કોઈક દુકાને, ક્યાંક દેવળમાં કે મિત્રને ઘેર, જાહેર સ્નાનઘરમાં કે છેવટે શેરીને નાકે જ્યાં દલીલબાજીમાં સાથ મળે ત્યાં તે પહોંચી જતો. પૂરા ઍથેન્સ નગરને તેણે તર્કવાદી […]
મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડ્યું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક મહાદેવભાઈનો જન્મ ૧-૧-૧૮૯૨માં સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો.અભ્યાસ માં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલ.એલ.બી.માં પણ સારો દેખાવ કર્યો. શ્રી દેસાઈએ અમદાવાદમાં વકિલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઈ, કારકીર્દિ પડતી મૂકીને આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ વહેતું રહ્યું. મહાદેવભાઈનું ભાષાપ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઈ ગાંધીજીએ કહી દીધુ કે “મહાદેવ ! તમારે હવે બધા કામ મૂકી દઈને મારી […]