જે ધનવાન બનવાના ત્રીજા સ્ટેપની વાત કરવાની છે: ‘જે જોઇએ છે, તેનો જ વિચાર કરો.’ આકર્ષણનાં નિયમ મુજબ એક વિચાર એના જેવા બીજા અસંખ્ય વિચારોની શ્રંખલાને ખેંચી લાવે છે. જે બાબતનાં આપણે વધુ વિચાર કરીએ છીએ એને આપણે જાણ્યે-અજાણ્યે વધુ ઊર્જા આપીએ છીએ, એનર્જી આપીએ છીએ અને આપણે જેને એનર્જી આપીએ છીએ તે વધે છે, વિસ્તરે છે.મોટાભાગના લોકોને સૌથી વધુ વિચાર જે બાબત નથી જોઇતી એના જ આવતા હોય છે. જોઇએ છે સ્વચ્છતા પણ મનમાં વિચાર એવો ચાલતો હોય કે ‘ગંદકી ન હોય તો સારું’. સોદો સારી રીતે પાર પડે […]

વ્યવહાર જીવનમાં કયાં પ્રકારના તપ આવશ્યક ગણાય? * શારીરિક તપ -શૌચ,બ્રહ્મચર્ય, અહિંસા * વાડ્મય તપ, -પ્રિય અને હિતકારી વાણી. * વાચિક તપ. – યોગ્ય સમયે મૌન રાખવું. * માનસ તપ. – સૌનું કલ્યાણ ઇચ્છવું. – મનને આનંદમાં રાખવું. -મનની વૃતિઓ પર અકુંશ રાખવો. -વિચાર અને આચાર શુધ્ધ રાખવા.

મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં, દેખાડું હરિ કેરો દેશ રે, હરિનો દેશ તમને એવો દેખાડું, જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી … મનડાને. સુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવું સુક્ષ્મ કરવો વે’વાર રે, શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ, ને વૃત્તિ ન ડોલે લગાર જી … મનડાને. કુબુદ્ધિવાળાનો સંગ નવ કરવો રહેવું એકાંતે અસંગ રે, કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો, નિત્ય રે ચડાવવો નવો રંગ જી … મનડાને. ચિત્તને વિષયમાંથી ખેંચી લેવું રેવું સદાય ઈન્દ્રિય-જીત રે, ગંગા સતી રે એમ બોલિયાં પાનબાઈ, વિપરીત થાશે નહીં ચિત્ત જી … મનને.

કામવાસનાથી કોણ હાર અનુભવે છે ? *ભોગવિલાસમાં રસ લેનારા. વાસના કે વિકાર કયાં ટકી શકતા નથી ? * ચામડી ઉતારી દેહદર્શન કરે ત્યાં. * જયાં રામની હાજરી હોય ત્યાં. કામનાનું વિષચક્ર કેમ ચાલ્યા કરે છે ? * ચિત્તમાં અશુધ્ધિ અને ભ્રાતિ છે એટલે.

કોઇકે મને પૂછ્યું કે, કોઇ તને છોડીને જાય તો તું શું કરે? મેં હસીને કીધું: જે પોતાનાં હોય તે છોડીને ન જાય, અને જે છોડીને જાય એ પોતાનાં ન હોય.. : *એક કટુ વાસ્તવિકતા,

                  જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં જન્‍મેલા બાળકૃષ્‍ણ (પુનિત મહારાજ) ના ભજનો નરસિંહ મહેતાના પદોની જેમ જ લોકભાગ્‍ય બની જઈને ગુજરાતી ભક્તિ સાહિત્‍યની એક અમૂલ્‍ય થાપણરૂપ બની ગયાં છે. પોસ્‍ટ ઓફિસમાં પટાવાળાથી શરૂ કરીને અમદાવાદની મિલોમાં પણ નોકરી કરી. દૈવી શક્તિથી ભજનો રચાવા લાગ્‍યાં, સાથે કંઠ પણ ઊઘડ્યો. અને ભજનમંડળીઓ જામતી ગઈ. પોતાના અંગતજીવન માટે કે કુટુંબ માટે કશું જ ન રાખતા, જે મળ્યું તેનું ‘પુનિત સેવાશ્રમ’નામનું એક ટ્રસ્‍ટ બનાવ્‍યું. ફંડ અંગે તેમના વિચારો મનનીય છે : ‘મેં તો અનુભવે નક્કી કર્યું છે […]

લોકગાયક-દિવાળીબેન ભીલ એક સારા ગાયક કે ગાયિકા બનવું હોય તો સંગીતની તાલીમ લેવી ખૂબ આવશ્યક છે. પરંતુ કેટલીક ગણીગાંઠી વ્યક્તિઓને એવી કુદરતી બક્ષિ‍સ મળી હોય છે, જેના કારણે કોઈ પણ જાતની તાલીમ લીધા વિના પણ તેઓ ખૂબ સૂરીલું ગાઈ શકતી હોય છે. સ્વ. કિશોરકુમારનો દાખલો જગજાણીતો છે. ગુજરાત પાસે પણ આવા એક ઉત્તમ ગાયિકા છે, જેણે સંગીતનું કોઈ પાયાનું શિક્ષણ નથી લીધું, કોઈ વિધિવત તાલીમ નથી લીધી અને છતાં તેના કંઠની તમતમતી, મીઠી હલક શ્રોતાઓને ડોલાવી દે છે. તદ્દન નિરક્ષર એવા આ આદિવાસી કલાકારે ગુજરાતનાં ભુલાતાં જતાં લોકગીતોને પોતાનો કંઠ […]

જન્મકુંડળી એ જન્મના સમયના આકાશનો નકશો છે. કુંડળીમાં દર્શાવવામાં આવતા બાર વિભાગ કાલ્પનિક છે. આકાશમાં એવા સ્પષ્‍ટ વિભાગો નથી હોતા પરંતુ ગણિત અને ફળાદેશની સરળતા ખાતર આવા વિભાગ કરવામાં આવે છે. આથી કુંડળીમાં જ્યારે કોઈ બે કે બેથી વધુ ગ્રહોની યુતિ થયેલી હોય ત્યારે તેમનું વાસ્તવિક સામીપ્‍ય કેટલું છે તે બન્‍ને ગ્રહોના અંશોને આધારે જ નક્કી થઈ શકે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે કોઈ કુંડળીમાં ચંદ્ર-ગુરુની યુતિ થઈ હોય છતાં જાતકને એનું ઇષ્‍ટ ફળ મળતું નથી. આનું કારણ એ હોય છે કે બન્‍નેની યુતિ હોવા છતાં બન્‍ને વચ્ચે ૨૫ […]

જન્મકુંડળીના બાર ભાવ માનવજીવનનાં બાર મહત્વનાં પાસાંઓનો નિર્દેશ કરે છે. તે પૈકી નવમ ભાવ જાતકના ધર્મનો નિર્ણય કરે છે. નવમ ભાવ વિશે ચર્ચા કરતાં પહેલાં સંક્ષેપમાં ધર્મનો મૂળભૂત અર્થ સમજવો જરૂરી છે. સંસ્કૃતમાં ધૃ ધારયતિએ ધાતુ પરથી ધર્મ શબ્દ બને છે. તેથી ધર્મની વ્યાખ્યા ધારયતિ ઈતિ ધર્મ અથવા ધારણાત્ ધર્મઃ એવી કરવામાં આવી. એટલે કે ધર્મ મનુષ્‍યનું ધારક તત્વ છે. ધારક તત્વ એટલે જેના આધારે એ પદાર્થ અસ્તિત્વ ધરાવે છે તે. જેમ કે ઘડાનું ધારક તત્વ માટી છે. માટી વિના ઘડાનો સંભવ નથી. તેવી જ રીતે ધર્મ વિના મનુષ્‍યનો સંભવ […]

મનને સંયમિત રાખવાનાં સાધનો કયાં ? * નિયમિત જીવન. * મિતાહાર. * માપસરની ઉંધ. * ખપપુરતું બોલવું. * નિષ્કારણ હરવું ફરવું નહી. * પ્રસન્તા થાય તેવા સ્થાનમાં રહેવું.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors