ગળપણ ઉપરથી ગોળનું નામ પડ્યું એટલે ગોળ ખૂબ ગળ્યો હોય છે. તે એક વર્ષ જૂનો વાપરવો વધુ સારો. ગોળ ગળ્યો, સહેજ ગરમ, પચવામાં હલકો, ત્રિદોષહર, અગ્નિદીપક, ચીકણો, પથ્ય અને શક્તિપ્રદ છે. આ ઉપરાંત તે થાક ઉતારનાર, લોહીબગાડ મટાડનાર, લોહી શુદ્ધ કરનાર, કામશક્તિ વધારનાર અને રસાયન છે. તે પાંડુ, પ્રમેહ, ઉધરસ, શ્વાસ, કફના રોગ તથા પેટના કૃમિ મટાડે છે. ગોળ વિષે એવી માન્યતા છે કે ગોળ ગરમ અને ખાંડ ઠંડી છે. તેવું નથી, હકીકતમાં ખાંડ જ ગરમ છે અને ગોળ બહુ ઓછો ગરમ છે. ગોળ બાળકો અને વૃદ્ધોને પોષણ આપે છે. […]
પરિચય : થોડાં વરસો પહેલાં આપણાં ઘરોમાં સુવાનો મુખવાસ તરીકે ઘણો ઉપયોગ થતો; ઔષધ તરીકે પણ તેનો અવારનવાર ઠીક ઠીક ઉપયોગ થતો; પરંતુ તેના તીખા અને કટુ સ્વાદને કારણે હાલમાં તેનો ઉપયોગ ઘણો જ ઘટી ગયો છે. આ સુવાના ગુણનો ખ્યાલ કરીને આપણે ફરીથી તેનો ઉપયોગ વધારવો જોઇએ. દરેક સારી અને ગુણકારી વસ્તુનો સ્વાદ માણવો જોઇએ. ગુણધર્મ : સુવા કડવા, તીખા, પાચક, સ્નિગ્ધ, ઉષ્ણ, દીપન અને પેટના વાયુની તકલીફ માટે ઉપયોગી છે. તે વાત, કફ, દાહ, જ્વર, નેત્રરોગ, શૂળ, ઊલટી, વ્રણ, અતિસાર, આમ તથા તૃષાની તકલીફને મટાડે છે. વળી લોહીની […]
આપણે જેને આદું તરીકે ઓળખીએ છીએ, તેને સંસ્કૃત ભાષામાં આદ્રક કહે છે. જે હંમેશાં લીલું ભીનું રહે છે અથવા જેને લીધે મુખમાં પાણી આવે છે અને જે જીભને ભીની રાખે છે. આ કર્મોને લીધે આદુંને આદ્રક કહે છે. આદુંમાંથી જલીયાંશ ઊડી જાય ત્યારે તેને સૂંઠ કહે છે. આદુંમાંથી સૂંઠ બને ત્યારે તેમાં એક ઉડનશીલ તેલ ઉત્પન્ન થાય છે. જેથી સૂંઠ એ વિશેષ તીક્ષ્ણ, ઉષ્ણ અને ગ્રાહી બને છે. આપણા દેશમાં બારે માસ મળતું આદુ એ આયુર્વેદનું એક અનુપમ ઔષધ છે. આ પક્વ આદુને સૂકવવાથી સૂંઠ બને છે. આમ તો આદુ […]
pista((Pistachios)) પિસ્તા ભારતની પેદાશ નથી. તેને પરદેશથી આયાત કરવા પડે છે. ઈરાન, સિરિયા અને અફઘાનિસ્તાનના પિસ્તા સારા ગુણકારી હોય છે.પિસ્તા ખાસ કરીને પશ્ચિમી એશિયામાં જોવા મળે છે પરંતુ તે મોટાભાગના ભૂમધ્ય ક્ષેત્રમાં પણ ઉપલબ્ધ હોય છે. પોષક તત્વોથી સમૃદ્ધ પિસ્તા એક સ્વાસ્થ્યવર્ધક ડ્રાયફ્રુટ છે. પિસ્તા સ્વાદે મીઠા તથા સહેજ કડછા છે. તાસીરે ગરમ, પચવામાં ભારે, સહેજ ચીકાશવાળા, મળને સાફ લાવનાર, વાતનાશક, પિત્તકર અને કફહર છે. આમ તો તેને ત્રણેય દોષ માટે સારા કહ્યાં છે. તે શરીરની ઘાતુઓને પોષણ આપી તેનું બૃહણ કરે છે. તે જાતીય શક્તિ અને શારીરિક માટે પણ […]
કોળા બે પ્રકારના છે – રાતું અને ભૂરું. રાતું શાકમાં, ભૂરું ઔષધમાં અને પાકમાં વધુ વપરાય. બંનેનું શાક થઈ શકે. કોળા પાકેલાં ખાવા જ સારા. પાકેલ કોળું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, ગુણમાં પચવામાં હલકું, ચીકણું, અગ્નિદીપક, મળ સાફ લાવનાર, વાત-પિત્તનાશક, કફકારક, રસાયન અને પથ્ય છે. તે ધાતુવર્ધક, પોષણ આપનાર, વાજીકર, બળવર્ધક, મૂત્રપિંડ સાફ રાખનાર, હ્રદયને માટે હિતકર, સર્વ દોષનાશક છે. તે પ્રમેહ, પેશાબના રોગો, પથરી, હરસ, લોહી બગાડ, વાયુ અને પિત્તના રોગોમાં સારું છે. ગાંડપણ અને માનસિક રોગમાં ઉત્તમ છે, બુદ્ધિવર્ધક છે. ગુજરાતી લોકો તેનો ઓછો ઉપયોગ કરે છે, પણ […]
દહીંને વલોવી તેમાંથી સારરૂપ માખણ કાઢવામાં આવે છે. માખણ સ્પર્શે ખૂબ જ મૃદુ (સુંવાળું) હોય છે. તે નાનાં-મોટાં સર્વેને માટે અમૃત સમાન છે. ઘી કરતાં માખણ જલદી પચે છે. તાજું માખણ સ્વાદિષ્ટ હોય છે. માખણ દરરોજ નવા તાજા કોશ બનાવે છે. દેહને સુકુમાર કરે છે. વીર્યને ખૂબ વધારે છે તેમજ પિત્ત અને વાયુનો નાશ કરે છે. માખણ અવિદાહી છે. એ અગ્નિને વધારે છે. અર્થાત્ ભૂખ કકડીને લગાડે છે. માખણ પચવામાં હલકું છે તેમજ તરત જ લોહી કરનારું છે. માખણ આંખનું આલોચક પિત્ત વધારનાર છે. તેથી તેનું નિયમિત સેવન કરનારને આંખના […]
*ઘણા માણસોને દૂધ ભાવતું નથી અથવા પચતું નથી તેમને માટે છાશ બહુ ગુણકારી છે. તાજી છાશ સાત્વિક અને આહારની ર્દષ્ટિએ શ્રેષ્ઠ છે. *છાશ ગરીબોની સસ્તી ઔષધિ છે. રોટલો અને છાશ એમનો સાદો આહાર છે, જે શરીરના અનેક દોષો દૂર કરી ગરીબોની તંદુરસ્તી વધારવામાં મહત્વનો ફાળો આપે છે. *છાશનો મધુર રસ પિત્તને શાંત કરી પોષણ આપે છે, ખાટો રસ વાયુને હરી બળ આપે છે અને તૂરો રસ કફદોષને દૂર કરી તાકાત વધારે છે. *ઉત્તર ભારત અને પંજાબમાં છાશમાં સહેજ ખાંડ નાખી તેની લસ્સી બનાવાય છે લસ્સી પિત્ત, દાહ, તરસ અને ગરમીને […]
માખણને અગ્નિ પર ગરમ કરવાથી ઘી બને છે. ઘીની તાવણી સમયે એક પ્રકારની વિશિષ્ટ સુગંધ આવે છે. ઘી ગોરસ (દહીં)ના ઉત્તમ સારરૂપ મનાય છે. મલાઈમાંથી કાઢેલું ઘી માખણમાંથી બનેલ ઘી જેટલા પર્યાપ્ત ગુણ ધરાવતું નથી. સર્વ પ્રકારનાં ઘીમાં ગાયનું ઘી શ્રેષ્ઠ ગણાય છે. ઘીના સેવનથી ધાતુની વૃદ્ધિ થઈ બળ વધે છે, મગજ શાંત રહે છે, ગરમી દૂર થાય છે અને લોહીની શુદ્ધિ થાય છે. અતિશય શારીરિક શ્રમ કરનારાઓને ઘીનું સેવન અત્યંત હિતકર છે. ભોજનમાં ઓછુંવત્તું ઘી ખાવું જ જોઈએ. ઘી સિવાયનું ભોજન \’ગોઝારું\’ મનાય છે. ઉત્તમ જાતની રસોઈમાં તથા મિષ્ટાન્નોમાં […]
શેરડીનો રસ, તેમાંથી બનતો ગોળ અને ખાંડનો આપણે હંમેશાં ઉપયોગ કરતાં હોઈએ છીએ. શેરડી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકાશયુક્ત, ઝાડાને કરનાર, વાત- પિત્તનાશક અને કફકર છે. તે બળવર્ધક, વૃષ્ય અને મૂત્રલ છે. શેરડીને ચૂસીને ખાવી વધુ સારી. તેનો રસ લીંબુ-આદુ નાખીને તાજો પીવો સારો. વાસી રસ નુકસાન કરે. જમ્યા પછી શેરડી ન ખાવી. શેરડી પરમ પિત્તનાશક છે તેથી બળતરા અને તરસ છિપાવે છે. શેરડી થાક દૂર કરી શક્તિ અને સ્ફૂર્તિ આપે છે. કમળાના રોગી માટે શેરડી ઔષધ સમાન છે. રોગીએ ચૂસીને રોજ શેરડી ખાવી. અશક્તિ હોય તો તાજો […]
કેસર એ ખૂબ કિંમતી દ્રવ્ય છે. તેથી તેમાં ભેળસેળને ખૂબ અવકાશ છે. કેસર એ હકીકતમાં ફળોના સ્ત્રીકેસરની સૂકવણી છે. તે સ્વાદે કડવું અને તીખું છે. તાસીરે ગરમ છે. પચવામાં હલકું છે, ચીકાશયુક્ત છે, અગ્નિદીપક, સુગંધી, રોચક, પથ્ય, ત્રિદોષનાશક છે. તે રંગને સુધારે છે. માથાના રોગી માટે સારું છે. હ્રદયને બળ આપે છે. તે દુઃખાવો ઘટાડે છે, મળને બાંધે છે, કામોત્તેજના વધારે છે. કૃમિનાશક છે. આંખના રોગોમાં સારું છે. કંઠરોગ, ઉધરસ, શ્વાસ, ઊલટી, ઝેર, હેડકી, ચામડીના રોગ અને પાકને રૂઝવવામાં ઉપયોગી છે. તે માસિક સાફ લાવે છે. કેસરનો સ્તન ઉપર લેપ […]