કડવા લીમડાના અનેક મીઠા ગુણ

આયુર્વેદમાં લીમડાના અનેક પ્રકાર બતાવાયા છે. જેમાં મુખ્યત્વે લીમડો, મીઠો લીમડો (કઢી પત્તાં) બકાયન લીમડો, અરડૂસાની એક જાત વગેરે વગેરે…. લીંમડો સ્વાદમાં કડવો છે. તે અનેક રોગમાં અક્સિર છે. તેના ઘણા ફાયદા છે. તે ખૂબ ગુણકારી છે. તેના તમામ ભાગ (છાલ, પાંદડા, ડાળી, ફૂલ, ફળ) કડવા છે જોકે પાકી લીંબોળી સહેજ મીઠી હોય છે. જેથી કાગડા તથા નાનાં બાળકોને થોડે અંશે પસંદ છે. લીમડાની લીંબોળીના મીંજમાંથી તેલ કાઢવામાં આવે છે. જેને નીમ્બ તેંલ કહેવામાં આવે છે. જો માથામાં જૂ-લીખ પડી ગયા હોય તો લીમડાનું તેલ માથામાં લગાવી ૬ કલાક પછી […]

શરીરમાં ખાધેલા ખોરાક પચે નહીં. તેમાં ક્ષાર એકઠા થાય.ત્યારે પથરી થતી હોય છે. પિત્તાશયની પથરીને ગોલ્ડબ્લેડર કહે છે. તથા મૂત્રમાર્ગની પથરીને સ્ટોન કિડની કહે છે. મૂત્રાશયની પથરીને હોમોયોપેથીમાં વાઢકાપ વગર દૂર કરી શકાય છે. મૂત્રાશયની પથરીની પીડા અસહ્ય હોય છે. મૂત્રમાર્ગમાં જયારે પથરી થાય ત્યારે ભયંકર પીડા અને અસહ્ય બળતરા થતી હોય છે. આપણે રોજબરોજના ખોરાકમાં ફળો, શાકભાજી, અનાજ વગેરે લેતા હોઈએ છીએ તે પચ્યા પછી તેમાંથી વિટામિન, આયર્ન, પ્રોટીન, મિનરલ વગેરે છૂટા પડે છે. તે તમામનું શુદ્ધિકરણ કિડનીમાં થાય છે. ખોરાકમાં જો ઓકસલેટ નામનું તત્ત્વ વધારે હોય તો કિડની […]

જમતી વખતે  પાણી પીવું

આયુવેદમાં જમતી વખતે પાણી પીવું આયુવેદમાં જમતી વખતે પાણી પીવા બાબત એક લોક છે: भुःयादौ जलं पीतं काँयमंदान दोषकृत | मये अग्निदिपनं श्रेष्ट अंते स्थोल्यकफप्र्दम् || જમ્યા પહેલા જો પાણી પીવામાં આવે તો તેનાથી જઠરાગ્નિ મંદ થાય છે અને શરીર દુબળુ પડવા લાગે છે. જમતાં જમતાં વચ્ચે (થોડું થોડુ) પાણી પીવાય તે અગ્નિ પ્રદિપ્ત કરનાર હોવાથી શ્રેષ્ઠ છે અને જમી રહ્યા પછી પાણી પીવાય તો શરીર જાડુ થ કફ વધે છે. (માટ ભોજનમધ્યે પાણી પીવું જોઈએ.)

ઉપવાસના ફાયદા

આપણી સંસ્કૃતિમાં ઉપવાસ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. – ઉપવાસ કરવાને કારણે ગંભીર બીમારીઓ જેવી કે આર્થરાઈટિસ, અસ્થમા, હાઈ બીપી વગેરેમાંથી   મુકિત મેળવી શકાય છે. – ઉપવાસને કારણે શારીરિક પ્રણાલી પણ યોગ્ય રીતે કાર્યરત રહે છે. – વિવિધ ઋતુઓમાં વિવિધ જીવાણુઓનું સંક્રામણ જોવા મળતું હોય છે. જેને કારણે વ્યકિત નાની-મોટીબીમારીઓનો શિકાર બને છે. આવા સમયે ઉપવાસ કરવાથી ફાયદો થાય છે. સામાન્ય રીતે આપણા શરીરની મોટા ભાગની બીમારીઓ માટે આપણું મગજ અથવા તો પાચનતંત્ર જવાબદાર હોય છે.   ખાણી-પીણીની અયોગ્ય આદતોને કારણે શારીરિક પ્રણાલી ખોરવાઈ જાય છે. […]

હાડકાંતોડ તાવ ડેન્ગયુ

પ્રતિવર્ષ વિશ્વમાં લાખો લોકો ડેન્ગયુના રોગના શિકાર બને છે અને હજારોની સંખ્યામાં મૃત્યુ પામે છે. હાડકામાં પીડા થવી એ આ રોગનું સામાન્ય લક્ષણ છે. ડેન્ગયુને ખતરનાક રોગ માનવાની સાથે સાથે હાડકાતોડ તાવ પણ કહેવામાં આવે છે. આ રાગેની ઓળખ બેંજામિન રશે ઈ.સ. ૧૭૮૯માં કરી હતી અને છેક વીસમી સદીમાં એ જાણી શકાયું કે આ રોગ મચ્છરો દ્વારા ફેલાય છે. ડેન્ગયૂનો તાવ ‘ ડેન વાયરસ’ ને કારણે આવે છે. શરીરમાં એક વાર વાયરસ પ્રવેશે પછી ડેન્ગયૂનાં લક્ષણ સામાન્ય રીતે પાંચથી છ દિવસમાં જોવા મળે છે. ડેન્ગયુ તાવનો વાયરસ એડીસ નામના મચ્છરના […]

મગજ સાથે ચુસ્ત તો ડાયાબિટીસ રાખે દૂર – બદામ

ડાયાબિટીસ એક વખત જેને થાય છે. તેને કદી મટતો નથી. એવું આયુર્વેદ ગાઈ વગાડીને કહે છે. એલોપથી તથા હેામિયોપેથી પણ ડાયાબિટીસ સંપૂર્ણરીતે મટી જાય છે. તેવું કયાંય કોઈ કહેતું નથી. અર્થાત્ ડાયાબિટીસ એ એક બહુ કંટાળાજનક રોગ છે. તે મોટે ભાગે વારસાગત હોય છે. ડાયાબિટીસ થયો હોય તેનું જીવન બહુ લિમિટેડ થઈ જાય છે. તેને તેની જીભ ઉપર કંટ્રોલ રાખવો પડે છે. મીઠી વસ્તુ બહુ ભાવતી હોય પણ તે તેની બુંદ સુદ્ધાં ચાખી શકતો નથી. જો તે મીઠી વસ્તુ ખાય તો ડાયાબિટીસ વધી જાય છે. પરિણામે ઈન્સયુલિનમાં ઈન્જેકશન લેવાં પડે […]

એસિડિટી ? એ વળી શું છે ?

અમ્લપિત્ત એટલે એસિડિટી. આ રોગ  આજે સર્વવ્યાપી છે. અમ્લપિત્ત જ આપણે એસિડિટીના નામે ઓળખીએ છીએ. આ રોગ પાચનના વિકારને કારણે થાય છે. તેને ઘણા લોકો છાતીમાં દાહ, બળતરા, ઊલટી, ઊબકાથી ઓળખે છે. આ તકલીફ નાના મોટા સૌને થાય છે. લક્ષણો – છાતી,પેટ કે આંખમાં દાહ કે આગ ઊઠે. ખાધેલું  પચે નહીં. છાતી કે ગળામાં બળતરા થાય. ખાટા,ખારા,તીખા ધચરકા ઊપડે. છાતીમાં ડચૂરો બાઝે. ઊલટી કે ઊબકા આવે. શરીર ભારે થાય.થાક લાગે. માથું દુખે, ખાવાનું ભાવે નહીં. મંદાગ્નિ રહે એસિડિટી થાય તો શું થાય ? શરીર નબળું પડે. સ્મૃત્તિ તથા બુદ્ધિનો હ્‍આસ […]

કરમિયા – એક વ્યાપક તથા હઠીલો રોગ,ચરમ

કરમિયા એ હોજરી તથા આંતરડાના કેટલાક વિકારોમાં તેમનો ફાળો દર્શાવે છે.કરમિયા ચાર પ્રકારના હોય છે. (૧) પુટીષજ, (૨) શ્લેમજ(૩) શોણિતજ (૪) મલજ. કરમિયા કોઈને પણ થઈ શકે છે.સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન માખી બેસે તેવા ભોજન, અથાણાં, તેલ, તીખું, ગળ્યું, મોડેથી પચે તેવી વસ્તુઓ વગેરે ખાવાથી કરમિયા થાય છે. કરમિયા સફેદ રંગના હોય છે. જે બાળકોની ગુદા સારી રીતે ન ધોવાથી થાય છે.દોરી જેવા કીડા ૧/૨ થી ૬ સેમી. જેટલા હોય છે. મળમાં કીડાનાં નાનાં નાનાં બચ્ચાં નીકળે છે. લક્ષણો - - કીડા પડયા હોય તો મળદ્રાર તથા નાકમાં ખંજવાળ આવે. […]

ગાયનું દુધ

ગાયનું દુધ ડૉક્ટર ન્‍યુટમેન કહે છે કે જો તમે તમારા દેશના બાળકોનું સુખ અને કલ્‍યાણ ઇચ્‍છતા હો અને તેમને બુદ્ધિશાળી બનાવવા માગતા હો તો બાળકોને રોજ ગાયનું તાજુ દૂધ આપો ગાયનું દુધ મધુર, વાત-પિતનાશક છે, તત્કાલ વીર્યજનક, શીતલ સર્વ પ્રાણીઓનું જીવન, આયુષ્યકારક ઓજસ વધારનારું રસાયણ છે. ગાયનું દુધ પથ્ય અત્યંત રુચિકર સ્વાદિષ્ટ પિતનો નાશ કરનાર. તેજ બુદ્ધિ-બળવર્ધક, વિવિધ ઓષધિમાં ઉપયોગી લોહી અને વીર્યવર્ધક છે. ગાય જે જાતનો ખોરાક ખાય તે પ્રમાણે તેના ગુણો અને ઘીના પ્રમાણમાં ફેરફાર થાય છે. ભારતીય ઓલાદની ગાયોનું દૂધ ઉત્તમ ગાયના દૂધમાં A-1 અને A-2 બે […]

વાળની ચમક માટે લાભકારક ઈંડા

– વાળને સુંદર અને ચમકદાર બનાવવા માટે ઈંડા બહુ ઓછા ખર્ચાળ હોય છે. માટે તમારે કાચા ઈંડાનો ઉપયોગ કરવો જોઇએ. – વાસ્તવમાં ઈંડામાં પ્રોટીન જેવા અનેક પોષકતત્વોનો સમાવેશ થાય છે માટે ઈંડાના પ્રયોગથી વાળમાં જીવ રેડાય છે. –  વાળને ચમકદાર બનાવવા હોય તો  આ બધા માટે ઈંડા બહુ ઉપયોગી છે. – ઈંડાથી વાળનું કંડિશનિંગ કરવું બહુ ઉત્તમ ઉપાય છે. આના અનેક ફાયદા છે. આનાથી ન તો વાળને કોઇ નુકસાન પહોંચે છે અને ન તો કોઇ પ્રકારની કોઇ આડઅસર થાય છે. ઈંડાને વાળમાં લગાવવાના ઉપાય – – વાળને સુંદર બનાવવા માટે ઈંડાનો ઘણી રીતે પ્રયોગ કરી […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors