‘જેને ઘેર તુલસી ને ગાય તેને ઘર વૈદ્ય ન જાય.‘ ‘જેને ઘેર તુલસી ને ગાય તેને ઘર વૈદ્ય ન જાય.‘ કહેવત ઘણી સાચી છે. તુલસીનો રસ તીખો અને સહેજ કડવો છે. તાસીરે તે ગરમ છે. પચવામાં હલકી અને લૂખી છે. તે વાત-કફશામક અને પિત્તવર્ધક છે. તે જંતુધ્ન, દુર્ગંધનાશક, ઉત્તેજક, અગ્નિદીપક, આમપાચક, કુમિધ્ન, હ્રદયોત્તેજક, રક્તશોધક, શોથહર, મૂત્રલ, સ્વેદજનન, જ્વરધ્ન અને વિષધ્ન છે. શરદી, સળેખમ, ઉધરસ, દમ જેવા રોગોમાં તુલસીનો રસ રોગીને પાવો. મોં વાસ મારતું હોય, ભૂખ મરી ગઈ હોય, ખાવામાં રુચિ ન હોય, પેટ ભર્યું ભર્યું લાગતું હોય તો તુલસીના […]

હ્રદયરોગીઓ માટે ઉપયોગી ઔષધી – સાદડ સાદડ એટલે અર્જુન. તેની સફેદ અને રાતી એમ બે જાત છે. તેની છાલ ચોસલા લગાવ્યા હોય તેવી લાગે છે. બહારથી તે ચીકણી હોય છે. અંદરથી સુંવાળી, જાડી અને રાતી હોય છે. સાદડનો રસ તૂરો છે અને તાસીરે ઠંડી છે. તે હલકી તથા લૂખી છે. હ્રદયરોગ માટે ખૂબ પ્રચાર પામેલ છે. તે કફ–પિત્તશામક, મેદોહર, વિષધ્ન, હ્રદ્ય, જ્વરહર, વ્રણરોપણ અને શામક છે. તેની છાલનું ચૂર્ણ અને ઉકાળો વપરાય છે. તે ઉપરાંત તેનો ક્ષીરપાક, ઘી, અર્જુનારિષ્‍ટ વગેરે પણ બનાવાય છે. ક્ષીરપાક અને ઘીમાં તેની તીક્ષ્‍ણતા ઘટે છે. […]

પરિચય : કોકમ પણ આમલીની જેમ રસોઇને સ્‍વાદિષ્‍ટ બનાવે છે. તે આમલીના જેટલું નુકસાનકર્તા નથી. કોકમની બે જાત છે. કાળાં અને સફેદ. કાળાં કોકમ ઓછા પ્રમાણમાં નુકસાનકર્તા છે પણ આમલી જેટલાં નહિ. સફેદ કોકમ કોકમનાં ફૂલ તરીકે ઓળખાય છે. તે કાળાં કોકમ કરતાં વધુ નુકસાનકર્તા છે. ગુણધર્મ : કોકમ મધુર, રુચિકર, ગ્રાહક, તીખાં, લઘુ, ઉષ્‍ણ, ખાટાં, તૂરાં, રુક્ષ, અગ્નિદીપક, પિત્તકર, ગુરુ, કફકારક છે. તે હ્રદયરોગઘ હરસ, વાયુગોળો, કૃમિ, ઉદરશૂળ વગેરેમાં ફાયદાકારક છે. ઉપયોગ :

પરિચય : તમાલવૃક્ષનાં પાંદડાંને \’તમાલપત્ર\’ કહેવાય છે. તમાલવૃક્ષનાં પાંદડાં તજ વૃક્ષનાં પાંદડાં જેવાં જ હોય છે. તેના ગુણ પણ લગભગ એકસરખા જ છે. ગુણધર્મ : તમાલપત્ર મધુર, તીક્ષ્‍ણ, કિંચિત્ ગરમ અને લઘુ હોય છે. તે તજા ગરમી, કફ અને પિત્તની તકલીફ મટાડે છે. આંતરડાંમાંના આમપ્રકોપનું શમન કરે છે અને કફપ્રધાન રોગોમાં ફાયદો કરે છે. તે પાચનતંત્રના રોગોમાં પણ ઉપયોગી છે. વારંવાર થતી ઝાડાની તકલીફમાં તે સારો ફાયદો કરે છે. ગર્ભાશયની તકલીફોમાં પણ તે ઉપયોગી છે. ગર્ભાશયનું સંકોચન કરવામાં તે મદદરૂપ થાય છે. ગર્ભસ્‍ત્રાવ અને ગર્ભાપતનની તકલીફમાં પણ તે ફાયદો કરે […]

પરિચય : તજ એ એક તેજાનો છે. પ્રત્‍યેક ઘરમાં અવારનવાર તેનો જુદો જુદો ઉપયોગ થતો હોય છે. તજ એ \’તજ\’ ના જ નામથી ઓળખાતા ઝાડની છાલ છે. પાતળી તજ સારી ગણાય છે. ગુણધર્મ : તજ તીખી, મીઠી, કંઠને સુધારનાર, લઘુ, રુક્ષ, સહેજ કડવી, કિંચિત્ ગરમ અને પિત્તકર છે. તે કફ, વાયુ, હેડકી, ઉધરસ, ઊલટી, હ્રદયરોગ, ખરજ, આમ, પીનસ (નાકમાં થતો એક રોગ), ધાતુવર્ધક, સ્‍તંભક, તૃષાશામક અને મુખદોષનાશક છે. તે ઉપરાંત ગર્ભાશયની ઉત્તેજક અને સંકોચક હોવાથી સુવાવડ પછી લેવાથી ગર્ભાશયને દરેક પ્રકારે સામાન્‍ય બનાવે છે. તે દરેક પ્રકારના તાવને મટાડી શરીરને […]

બધાં દ્વિદળ ધાન્યોમાં (કઠોળમાં) મગ સૌથી શ્રેષ્ઠપ અને પથ્ય છે. એ માંદા માણસોનો તો ખાસ ખોરાક ગણાય છે. ગુજરાતી ભાષામાં મગ વિશે લોકોક્તિ છે : ‘મગ કહે હું લીલો દાણો, મારે માથે ચાંદું,‘ બે-ચાર મહિના ખાય તો, માણસ ઉઠાડું માંદું.‘ મગ ભારતમાં બધે ઠેકાણે થાય છે. સામાન્ય રીતે મગ દરેક જાતની જમીનમાં થાય છે, છતાં તેને હલકી, ગોરાડુ કે મધ્યમ, કાળી અને સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. વરસાદની શરૂઆતમાં ચોમાસુ પાક તરીકે તેને વાવવામાં આવે છે. બાજરી સાથે મિશ્રપાક તરીકે પણ તે વવાય છે. તેના છોડ આશરે દોઢ-બે […]

પરિચય : આમલીનો ઉપયોગ પ્રત્‍યેક ઘરમાં કોઇને કોઇ રીતે થતો જ હોય છે. આમલી નવી કરતાં થોડા મહિનાની જૂની હોય તો વધુ સારું. ગુણધર્મ : આમલી અત્‍યંત ખાટી, ગ્રાહક, ઉષ્‍ણ, રુચિકર, અગ્નિદીપક, મધુર, સારક, હ્રદ્ય, ભેદક, મળને રોકનાર, રુક્ષ અને બસ્તિરોચક છે. તે ઉપરાંત વ્રણદોષ, કફ, વાયુ અને કૃમિની નાશક છે. ઉપયોગ : આમલી પ્રમાણમાં થોડી ખાવી. તે અતિ ખાટી હોવાથી સાંધા પકડાવાની તકલીફ થઇ શકે; પરંતુ થોડા પ્રમાણમાં કયારેક ખાવાથી મુખશુદ્ઘિ થાય છે. ખાદ્ય પદાર્થોમાં આમલી ઉમેરવાથી તે વધુ રુચિકર અને સ્‍વાદિષ્‍ટ બને છે. જોકે આમલીથી ખાસ કોઇ ફાયદો […]

(૧) કાન વહેતો હોય અને સણકા આવતા હોય તો લસણને જરા છૂંદી, તલના તેલમાં ઉકાળી આ તેલનાં બે-બે ટીપાં દિવસમાં બે વખત કાનમાં નાખવાં. (૨) આધાશીશી (અર્ધા માથાનો દુખાવો) ઉપર : લસણનાં ત્રણ-ચાર ટીપાં નાકમાં પાડવાં. (૩) ન પાકતા ગૂમડા અને ગાંઠ ઉપર : લસણ અને મરી વાટીને તેનો લેપ લગાડવો. (૪) જખમ પાકે નહિ અને તેમાં કીડા પડે નહિ તે માટે લસણનો લેપ લગાડવો. (૫) સર્વ પ્રકારના વાયુ ઉપર : ૫૦ ગ્રામ લસણ છોલી તેમાં હિંગ, જીરું, સિંધવ, સંચળ, સૂંઠ અને મરી આ છ વસ્‍તુઓ દરેક દસ-દસ ગ્રામ લઇ, […]

ઘણીવાર વધારે પડતું મસાલેદાર કે તીખી વસ્તુ ખાવામાં આવી જાય તો પેટમાંદુખાવા સાથે જલન થાય છે. અમુક સરળ ઘરગથ્થુ ઉપચારથી તરત મટાડી શકાય છે •અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે. •સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. •સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવીને ખાવાથી એસિડિટી મટે છે. •આમળાંનો રસ એક ચમચી, કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે. •એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે. •દ્રાક્ષ અને બાળહરડે સરખેભાગે લઈ, એટલી […]

પરિચય : ફુદીનાથી આપણે સહુ પરિચિત છીએ. દરરોજ ઉપયોગમાં આવતા લીલા મસાલામાં ફુદીનો અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. ફુદીના વગર કોથમીરની ચટણી ફીકી લાગે. આપણે ત્‍યાં દરેક જગ્‍યાને તે સહેલાઇથી ઊગે છે. તેમાંથી એક પ્રકારની સરસ ગમે તેવી સુગંધ નીકળતી હોય છે. ઔષધ તરીકે બહુ ઉપયોગી છે. જેટલું પ્રાધાન્‍ય તુલસીને આપવામાં આવ્‍યું છે તેનાથી પણ વધુ પ્રાધાન્‍ય કદાચ ફુદીનાને આપી શકાય.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors