*પ્રાણ અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ પ્રાણ છે. -પ્રાણઃમુખ અને નાક દ્રારા લેવાય અને મુકામ;શ્વાસની-પ્રશ્વાસની ક્રિયા સાથે તે સંબંધિત છે. સામાન્ય મનુષ્યની ધર્મ, અર્થ, વિધા પ્રતિની આસક્તિ પ્રાણવાયુના પ્રભાવને લીધે છે -અપાનઃ દેહમાં પ્રાણવાયુની નીચે તેનું સ્થાન છે તે પ્રાણવાયુથી બળવાન છે ઍટલે કે તેને નીચે તરફ ખેંચી ત્યાં પકડી રાખવાનો પ્રયાસ કરે છે. અપાન વાયુ શરીરમાં રહેલ રસ,ધાતુ,શુક્ર,મુત્ર,મળ વગેરેને નીચે તરફ અભિમુખ કરવાનું કામ કરે છે. -સમાન: સાથે હોવુ તે,સહનિવાસ સહસ્થિતિ,સમાનવાયુ પ્રાણ અને અપાન વચ્ચે સહનિવાસ કરે છે સમાનવાયુ પ્રાણ અને અપાનવાયુની અપેક્ષા એ બળવાન છે તે […]
દશ્ય, અદશ્ય અને અદષ્ટ વચ્ચે તફાવત શું? * (૧)દશ્યઃ જે ઇન્દ્રિયગોચર છે તે દશ્ય છેઃ – સામાન્ય બુધ્ધિ કે સમજણથી જોઈ શકાય એ. (૨) અદશ્ય ; જે અદશ્ય છે તે અતીન્દ્રિય વિભાગને લગતું છે ગુપ્તવિધાઓ અદશ્ય સાથે સંબંધિત છે. -ચેતન્યનો વિસ્તાર થતાં અદશ્ય વિભાગનો પરિચય થવા માંડે છે – વિજ્ઞાનીઓ પણ અદશ્ય જણાતાં જંતુઓને કે પદાર્થોમાની ગતિને પામવા વિવિધ સાધનો વિકસાવી રહ્યા છે. (૩) અદષ્ટ ; જે અદષ્ટ છે તે સ્થુલ ઇન્દ્રિયોનો વિષય જ નથી પણ હ્રદય અને મનનો વિષય છે મન અને હ્રદય જયારે ખરેખરાં સંવેદનશીલ બને છે ત્યારે […]