મનને ગમતો ખોરાક શું? * વૈભવ. * માહીતીજ્ઞાન. *  ક્ષણિક  આનંદ આપે તેવા વિષયો.

મનુષ્ય કેટલા પ્રકારની ઇચ્છા કરે છે ? * દીર્ધાયુષી થવાની. * નીરોગી જીવન જીવવાની. * સ્રી.સંતાનો.કુટૂબીઓ અને મિત્રો તેમ જ સંબંધી-પાડોશીઓનું સુખ મળે તેની. * સારું ખાવા, પીવા, પહેરવા,ઓઢવા મળે તેની. * રહેવા માટે સુવિધાપુર્ણ અને આનંદદાયક મકાન મળે તેની. * વિધ્ધા,જ્ઞાન-વિજ્ઞાનમાં પોતે ખૂબ આગળ વધે તેની * પોતાની સાથે સૌ ન્યાયપુર્વક વર્તે તેની. * મોક્ષની ઇચ્છા.

સજજન વ્યક્તિમાં તરી આવતાં લક્ષણૉ કયાં ? * શાંત અને નિર્મળ સ્વભાવ. * સૌ પ્રત્યે આદર. * વિવેકયુક્ત આચરણ. * નીતિ-નિયમોનું પાલન. * પરહિતને પોતાનું હિત સમજવું. * અન્યના દુ;ખને પોતાનું દુ;ખ માનવું. * ક્ષમાવ્રુતિ અને નમ્રતા

મનને સંયમિત કરવાનો ઉપાય શું? * અભ્યાસ અને વૈરાગ્યમાં દઢપણે સ્થિર થવુ. -અભ્યાસમાં અક્રિયતા છે.વૈરાગ્યમાં તટસ્થતા છે આ બંને પરસ્પર સહકારી હોવા જોઈએ.અભ્યાસ સક્રિય હોવાથી અને વૈરાગ્ય દ્રષ્ટા હોવાથી મનને સંયમિત કરી શકે.

મનુષ્યનું મન કેવું છે? * સુખન્દુઃખાત્મક કે દ્રન્દ્રાત્મક આભાસોની રંગભુમિ જેવું.

મનની વ્યાખ્યા શું છે? * ચલાયમાન ચેતના. * વિકલ્પો અને કલ્પનાઓનો સમુદાય.

મન તાણનો અનુભવ કયારે કરે છે? * ધારણા કરતાં વિરુધ્ધ પરિણામો આવે ત્યારે. * મન કોઈ જાતની ઇચ્છા કે કામના રાખી મન કર્મમાં રવૃત થાય છે ત્યારે. *ઈચ્છાઓનો બોજો ઊચકીને ફરે છે ત્યારે. * બધી ગણતરી ઊધી અડતી હોય ત્યારે. * અણાકલ્પ્પ્યું અનિષ્ટ બની જાય કે કોઈ સ્વજન વિસ્વાસધાત કરે ત્યારે. * પોતાની આસપાસનું વાતાવરણ કલુષિત હોય;ાતિ નિકટના સ્વજનો દાદ દેતાં ન હોય અને ગેરસમજ ફેલાયા કરતી હોય ત્યારે. * વાસનાઓ તીવ્ર બને ત્યારે. * કર્તાપણાના ભાવની પકડ હોય ત્યારે.

મનને શક્તિ કોણ આપે છે? * આત્મનિર્ભરતા.

ચિત્તમાં શાંતિ જળવાઈ રહે તે માટે શું કરવું ? * કર્મના નિયમોને બરાબર સમજી લેવા. * \’હુ\’પણાના ભાવથી અલિપ્તતા મેળવવી. * ભગવાન જે કરે છે તે સારા માટે એવો દઢ નિશ્ચય કરવો. * અન્યના સુખે સુખી થવું. * વહેતા જળની જેમ નિર્મળ રહેવું.

મન જ વિષયોમાં આસક્ત થઈ જાય તો શું થાય? * મનને એક બાજુ મુંકી દેવું જોઈએ અથવા તેને પરિણામનું સર્શન કરાવવું જોઈએ. * સાધના અશક્ય બની જાય.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors