મનુષ્ય સુખદુઃખના ભાવ અનુભવે છે તેનાં મૂળમાં શું છે? * અજ્ઞાન. * ઇન્દ્રિયો દ્રારા ભોગવાતા ભોગ પોતે જ ભોગવી રહ્યો છે એમે દઢ પણે સમજે છે એમાં પોતાની રુચિને અનુકુળ હોય તેવા ભોગને તે પરાધીન થાય એ અને તેને સુખ માની લે છે પણ જે પોતાની રુચીની વિરુધ્ધ હોય તેનાથી તે દુર રહેવાનો પ્રયત્ન કરે છે અને તે આવી પડે તો દુઃખનો અનુભવ કરે છે. * પાચેય કર્મેન્દ્રિયોથી થતી ક્રિયામાં તે હુ પણુ લાવે છે અને જ્ઞાનેદ્રિયો સાથે પણ એ જ રીતે વર્તે છે ટુકમાં દસેય ઇન્દ્રિયો દ્રારા થતી ક્રિયામાં […]
મનુષ્યના જીવનમાં કોનો વાસ છે? * બે પુરુષોનો. તે છે ક્ષર અને અક્ષર પુરુષ. -ક્ષરપુરુષ એ ભુતાત્મા છે અને દેહભાવ સાથે સંકળાયેલ છે નાશવંત શરીર સાથે પોતાને નાશવંત માને છે અને જન્મ,જરા તેમજ મૃત્યુને વશ બને છે. -અક્ષરપુરુષ જીવાત્મા છે તે સ્થુલ શરીરમાં રહી કર્માનુસાર સુખ દુઃખ ભોગવે છે,સુખદુઃખ ભોગવનાર અક્ષર પુરુષ અનેક રૂપે,અનેક સ્થળે બીજની જેમ ઊગ્યા કરે છે.કર્મના તંતુને લીધે જયાં સુધી સંસાર છે ત્યાં સુધી તેનું આવાગમન ચાલ્યા કરે છે.