અજ્ઞાનને દુર કરવા શું કરવું જોઈએ ? * સંતસમાગમ * અશાસ્રોનો નિરંતર અભ્યાસ. * અનુભવી પુરૂષોના ગ્રંથોનું અધ્યયન. * આંતર નિરીક્ષણ. * બાહ્ય-જગત પ્રત્યે આંખ-કાન ખુલ્લા રાખવા.

જીવનમાં અપનાવવા જેવો માર્ગ કયો ? * અનુભવિઓએ ચિધેલો. * મધ્યમમાર્ગ. * કશાનો એકદમ વિચાર ન કરવો કારણકે તેથી ધ્વેષ જન્મે છે. * માયાવી જગતમાં કશામાં પુરેપુરો ડુબી ન જવું, કરણકે તેથી રાગ જન્મે છે. * રાગ-દ્વેષ કે ગમો-અણગમો રાખ્યા વિના પ્રસંગ કે પરિસ્થિતિને સમજવાનો-મૂલવવાનો અભિગમ રાખવો. અંતિમોથી અળગા રહેવું કશામાં તણાઈ ન જવું કે ભયના માર્યા કશાથી ભાગી ન જવું. * અંતઃકરણના દરવાજા બંધ કરી દેવાને બદલે ખુલ્લા રાખવા; કારણ કે પ્રદાર્થ માર્ગમાં ગુણ-અવગુણ પડેલા છે. * નીર-ક્ષીર ન્યાય કરતો રહેવો; પાણી અને દુધ જુદા પાડતા રહેવાઃ તટસ્થવ્રુતિ કેળવી […]

અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગો કયાં ? * અજ્ઞાન અથવા અવિધાનાં છ અંગ ગણાવાય છે. -અહંભાવ રાખવો -રાગ કે મોહમાં રોકાયેલા રહેવું. – દ્રેષનું સેવન કરવું. – જે વસ્તુ જેવી છે તેવી જોવાને બદલે જુદી રીતે અથવા વિપરીત રીતે જોવી. – અભિનિવેશ એટલે કે રાગદ્રેષ વગેરેની મન પર સ્થાયિ અસર. –  આત્મવિસ્મૃતિ એટલે કે પોતાના સ્વરૂપને ના ઓળખવું તે અથવા દેહને જ આત્મા માની વર્તવું.

અજ્ઞાનશક્તિનું કાર્ય શું ? * વિસ્મરણ કે વિસ્મૃતિ. * ખોટી ઉપાધિમાં વધારો ન થાય તેમાં મદદ કરે છે. * શાંતિ જાળવી રાખવામાં સહાયરૂપ થાય.

ભગવાનનો પ્રસાદ લેવો એટલે શું ? * મનને પ્રસન્ન કરવું. * બુદ્ધિને નિર્મળ કરવી. * બધું ભગવાનનું જ છે એમ સમજી જરુર પૂરતું જ લેવું.

પરમાત્માંની હાજરી કયાં છે ? * અંતરચક્ષુ ઊધડે તો અત્ર, તત્ર, સર્વત્ર. * જયાં ભોગની રુચિ નથી. * જયાં સંગ્રહ પ્રત્યે આસક્તિ નથી ઇશ્વર કોના પર અનુગ્રહ કરે છે ? * સ્વાર્થરહિત વ્યકિત પ્રત્યે. * જેના મનના વેગ અથવા વિષયો શાંત થઈ ગયા છે ? * જેણે શુભ કર્મો જ કરવાનો સંકલ્પ કર્યો છે. * જે એકાગ્રતાથી તેની સાથે સંબંધ જોડે છે. * જે સરળ છે, નમ્ર છે,શ્રદ્દાવાન છે અને અહંભાવથી રહિત છે.   ભગવાન સજજનોને પણ શા માટે ટપલાં મારે છે ? * સાચી વસ્તુની સ્મુતિ રહે તે માટે. […]

ઈશ્વર કયાં વસે છે ? * નિશ્ચયમાં. * સંતોના હ્રદયમાં. * વાત્સલ્યમાં. * સત્યમાં.

જીવ મહાન કયારે બને ? * જીવ અન્તર્મુર્ખ બની બીજા ર્થે પોતાનું જીવન જીવે છે ત્યારે મહાન બને છે. જીવ વિભાગમાં કોણ આવે ? * ઇચ્છાને આધીન બને તે.   જીવાત્માં શેનાથી બદ્ધ છે ? * આસકિતથી. * કર્મેથી. -કર્મ શોક અને મોહમાં ડુબાડે છે. * કાળથી. * વાસનાથી.

પરમાત્માં શું છે ? *  સર્વને ચેતના આપતી સત્તા. * પ્રક્રૂતિનુ અપ્રગટ અસ્તિત્વ. *પ્રક્રૂતિનું નિઃશેષણપણે શાંત થઈ જવું. * વિશ્વવ્યાપિ સત્તાનું કેન્દ્ર.

જીવના પ્રકાર કયા છે? કયા કયા ? ચાર * પામર. અનીતીથી કમાઈ અને અનીતિથી ભોગવટો કરે. * વિષયી.કમાય નીતિથી પણ સુખનો ભોગવટો કર્યા કરે. * મુમુક્ષુ.સંસારમાં રહીને તેમાથીં છુટવાની સતત ઇચ્છા રાખનાર. * મુકત.પરમાત્માની સંપુર્ણ શરણાગતિ સ્વીકારનાર. પરમાત્માને શરણે સર્વસ્વ સમર્પિત કરનાર.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors