•નસકોરી ફૂટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમ જ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે. •નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે. •લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબુદ થાય છે. •નસકોરી ફૂટે તો શેરડીના રસના ટીપાં, કાંદાના રસનાં ટીપાં, ગાયના ઘીનાં ટીપાં દૂધનાં ટીપાં, ખાંડના પાણીનાં ટીપાં, દ્રાક્ષના પાણીનાં ટીપાં, ઠંડા પાણીનાં ટીપાં, ગમે તે એક વસ્તુના ટીપાં નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે. •નસકોરી ફૂટે તો ફટકડીનું ચૂર્ણ સુંઘાડવું […]
વિજ્ઞાન અંગેની જાણકારી આપણને વિવિધ શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત થાય છે. જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. ઘણા વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન કહે છે. તો કેટલાક વિજ્ઞાનના અભ્યાસને સત્યની શોધ કહે છે. પરંતુ વિજ્ઞાન એ જ્ઞાન મેળવવાની એક પ્રક્રિયા છે. જેમાં વિચાર કરવામાં આવે, કલ્પનાઓ કરવામાં આવે પછી તે અંગે પ્રયોગો કરવાની જરૂર હોય તો પ્રયોગો કરવામાં આવે, અવલોકનોને આધારે જરૂર જણાય તો ગણતરીઓ કરવામાં આવે ત્યારબાદ તેના તારણો મેળવી તેની રજુઆત કરવામાં આવે એ રજૂઆતને આધારે બીજાઓ પણ તેને ચકાશે તે માટે વિવિધ રીતે […]
કરોળિયા માટે સામાન્ય લોકો એવું માનતા હોય છે કે રેશમના તારનું જાળું ગૂંથ્યા પછી તેમાં શિકારના આગમનને ટાંપી રહેતા એ બગભગત જરાય હલેચલે નહિ. માન્યતા ખોટી નથી, છતાં અનેક જાતના કરોળિયા અમુક સીઝનમાં હજારો કિલોમીટર લાંબો પ્રવાસ ખેડે છે. પંખીડાંની જેમ તેઓ સ્થળાંતર કરી જાણે છે. પ્રવાસ શરૂ કરવા માટે પહેલાં સરેરાશ કરોળિયો ઊંચા ખડક પર, ઝાડની ટોચ પર કે થાંભલા પર ચડી રેશમનો તાર કાઢે છે. ક્યારેક તે સૌ પ્રથમ લંગર જેવું ટોચકું ગૂંથે છે અને પછી તેના સાથે જોડાયેલો બારીક તાર બનાવવા માંડે છે. પવનમાં એ ટોચકું ખરેખર […]
નિષ્ણાતોના મતે જીવડાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રકાશ તરફ આકર્ષાય છે. ઉત્ક્રાંતિ દરમ્યાન કુદરતે જીવડાંમાં પ્રકાશ માટેનું આકર્ષ પેદા કર્યું છે, કારણ કે તેના આધારે તેઓ ખોરાકને તેમજ માદાને શોધે છે. દાખલા તરીકે કપાસનાં અમુક ફૂદાં ચંદ્રના પ્રકાશ વડે દોરવાતાં આગળ વધીને એ પાકનાં ખેતરો સુધી પહોંચે છે. આ ફૂદાં ટચૂકડી એન્ટેના વડે સજ્જ હોય છે. એન્ટેનાની ટોચનો પડછાયો આંખના ચોક્કસ બિન્દુ પર સતત પડ્યા કરવો જોઈએ—અને જો ન પડે તો ફૂદાં તેને પાછો બિન્દુ પર લાવવા માટે પોતાનો માર્ગ તેમજ દિશા બદલે છે. પરિણામે તેઓ અંધારી રાત્રેય સહેજ પણ […]
પતંગિયાની અને ફૂદાની પાંખો લગભગ પારદર્શક એવા પદાર્થ વડે બનેલી હોય છે. પાંખોની સપાટી પર કુદરતે અવનવા રંગોના લાખો સૂક્ષ્મ ભીંગડા ગોઠવ્યાં છે. ભીંગડાંનો એક છેડો પાંખમાં ખોસાયેલો રહે છે, માટે નજીવું ઘર્ષણ થાય તો પણ તેને નીકળી આવતા વાર લાગતી નથી. તાત્પર્ય એ કે પતંગિયાનો રંગ એ તેના શરીરનો મૂળ રંગ નથી. કલરનો જુદો પોપડો છે. આ બધો કલર જો ઘસીને સાફ કરી નાખો તો ઘડીકવાર પહેલાંની રંગબેરંગી પાંખ એકદમ પારદર્શક બને. પંખમાં કેટલીક સૂક્ષ્મ નસો પણ જોવા મળે કે જે ખરેખર નસ પણ નથી. લોહી જેવું કશું પ્રવાહી […]
આગિયા માટે અંગ્રેજીમાં ફાયરફલાય શબ્દ વપરાય છે, પરંતુ તે માખી નથી. બીટલ એટલે કે ઢાલિયાં જીવડાંનો તે પ્રકાર છે. આશરે ૨,૦૦૦ જાતનાં ઢાલિયાં જીવડાંને કુદરતે ‘ટોર્ચ‘ વડે સજ્જ કર્યા છે. તે સૌને આગિયા કહી શકાય. કોઈનો પ્રકાશ કેસરી હોય છે, કોઈનો પીળો, તો કોઈનો લીલો હોય છે. આમ છતાં તેઓ પોતપોતાના ઝબકારા તો લગભગ સરખી રાસાયણિક ક્રિયા વડે જ પેદા કરે છે. શરીરમાં રહેલા લ્યુસિફરિન નામના રસાયણને લ્યુસિફરેઝ નામના કિણ્વ (એન્ઝાઈમ) સાથે ભેળવે એટલે ટચુકડા ફલોરોસન્ટ બલ્વ જેવો પ્રકાશ આપોઆપ જન્મે ! વીજળીનો બલ્બ પ્રકાશ ભેગી ગરમી પણ ખાસ્સી પેદા […]
મીણબત્તીની જ્યોત હંમેશા ઉપર તરફ જાય છે. મીણબત્તીની જ્યોત હંમેશા ઉપર તરફ જાય છે. ખુલ્લા અવકાશમાં તો જાણે મીણબત્તી સળગે જ નહિ, કારણ કે હવા વગર સૌ પહેલાં ખુદ દીવાસળી પેટે નહિ. આમ છતાં મીણબત્તી કુત્રિમ વાતાવરણના સ્પેસ શટલમાં કે સ્પેસ સ્ટેશનમાં છે એવું ધારી લઇએ. માની લો કે એ વાતાવરણમાં વળી દહન માટે પૂરતો ઑક્સિજન પણ છે. વૈજ્ઞાનિક રીતે સાચો જવાબ ટૂંકમાં આટલો છે : દિવાસળી ચોક્કસ સળગે. મીણબત્તીની વાટ પર તેને એકદમ જલદી ચાંપી દો તો વાટ પણ સળગે, પરંતુ ત્યાર પછી એ જ્યોત એકધારી સળગતી રહી શકે […]
ચંદ્ર પર દિવસરાત થાય છે ખરા ? ચંદ્ર પર દિવસ અને રાત પણ હોય, પરંતુ આપણી પૃથ્વી કરતાં તે બન્ને સદંતર જુદા અને વળી આશ્ચર્યજનક પણ ખરા ! ચંદ્રનો દિવસ ચોવીસ કલાકને બદલે આપણા ૨૭.૩ દિવસો જેટલો છે, કેમ કે એક ધરીભ્રમણ પૂરૂં કરવામાં તેને એટલી વાર લાગે છે. આશ્ચર્યની બીજી વાત એ કે પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરવામાં પણ ચંદ્ર બરાબર ૨૭.૩ દિવસો લગાડે છે. પરિણામે તેની લગભગ એક જ સાઇડ આપણને હંમેશ માટે જોવા મળે છે. ચંદ્રની વધુમાં વધુ ૫૯% સપાટીને આપણે વારાફરતી દેખી શકીએ છીએ. બાકીની ૪૧% સપાટી […]
કુદરતની કરામત છે આ કરોળિયા નું જાળું. કરોળિયા જેવા ઘણા એવા જંતુઓ છે જેઓ પોતાના કદ કરતા પ૦ ગણા ઉંચા-મોટા કુદકાઓ મારી શકે છે તેમજ પોતાના ખોરાકનો શિકાર કરે છે. વિશ્વમાં આવા ૩૭૦૦૦ કરોળિયા જેવા વર્ગના જંતુઓ છે જે ગોળાકારમાં પોતાનું જાળું ગૂંથી શકે છે અને આ જાળામાં ફસાઇ જતા જંતુઓનો શિકાર કરે છે. ઘણા લોકો માને છે કે કરોળિયા ના જાળામાં મળતા તાતણાં ખરાબ છે, ઉપરાંત આવા જાળાં ખાસ કરીને છાપરા નીચે, તેમજ ઘરના અમુક ખુણામાં જોવા મળે છે. જાળામાંના તાતણાં એ કોઇ સામાન્ય તાતણાં નથી, તેમજ આ તાતણાં […]
ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ દેશ સમક્ષ ઘણા પડકારો હતા. કૃષિ ક્ષેત્રે ત્યારે જોઇએ તેવી પ્રગતિ નહોતી તેને કારણે બહારના દેશો ઉપર આધાર રાખવો પડતો તેમાં પણ ખાસ કરીને અમેરિકા. પરંતુ ભારતનો દ્રઢ નિર્ધાર આ ક્ષેત્રમાં તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધવાનો હતો તે ઉપરાંત ઝડપથી ઔઘોગિકરણ કરી દેશને પગભર કરવાનો હતો. ડો. હોમી ભાભાએ પ્રથમ ઉર્જા ક્ષેત્રને મહત્વ આપી પરમાણુ મથકો સ્થાપવાની પ્રક્રિયાને ઝડપી બનાવી. વિઘુત ઉર્જા ઉઘોગો માટે જરૂરી હોય તેને મહત્વ આપવામાં આવ્યું તો બીજી બાજુ કૃષિ ક્ષેત્રેના વિકાસ માટે જળ સિંચાઇ યોજનાઓ મોટા પાયે શરૂ કરવામાં […]