જાતકર્મ સંસ્કાર બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે. જાતકર્મ સંસ્કાર અર્થઃ જાત(સંતાન)નો જન્મ થાય ત્યારે તેના સુરક્ષા અને કલ્યાણ માટે જે સંસ્કાર કરવામાં આવે છે, તેને ‘જાતકર્મ સંસ્કાર’ કહે છે. સ્ત્રોતઃ ઋગ્વેદમાં जन्मन શબ્દનો પ્રયોગ બે સ્થળે જોવા મળે છે, પરંતુ ત્યાં એ શબ્દ પુત્ર વગેરે સંબંધીઓના અર્થમાં છે. અથર્વવેદના એક સૂકતમાં સરળ અને સુરક્ષીત પ્રસવ માટે પ્રાર્થનાઓ કરાઇ છે. તૈતરીય સંહિતામાં આવતા ઉલ્લેખ અનુસાર પુત્ર ઉત્પન્ન થાય તે પ્રસંગે શેકેલી રોટલીનો બલિ વૈશ્ર્વાનરને આપવાનું જણાવ્યું છે. બૃહદારણ્યક ઉપનિષદ અનુસાર પુત્ર-જન્મ […]
સીમંતોન્નયન સંસ્કાર પ્રાગ્-જન્મ સંસ્કારો ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્નયન સંસ્કારોનો પ્રાગ્-જન્મ સંસ્કારોમાં સમાવેશ થાય છે. સીમંતોન્નયન સંસ્કાર આજે સીમંતોન્નયનને ‘ખોળો ભરવો’ એ નામથી ઓળખવામાં આવે છે. તેમાં નણંદ કે પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓ ગર્ભવતીના ખોળામાં ચોખા (સવા પાંચ શેર), નાળિયેર, સાકર કે પીસ્તા, સોપારી વગેરે ભરે છે. સૌરાષ્ટ્રમાં આ સંસ્કાર ‘ખોળાભરણું’ કે ‘અઘરાણી (अग्गहणिया – અગૃહિણી) કરવી’ એ નામથી પ્રચલિત છે. ગર્ભવતી સ્ત્રીની ફરજોઃ અમંગલકારી શકિતઓથી રક્ષા, શારીરિક શ્રમનો નિષેધ અને માનસિક તથા શારીરિક સ્વાસ્થયની રક્ષા એ ગર્ભવતીની ફરજો મનાતી. ગર્ભવતી માટેના કેટલાક નિષેધો પણ હતા, જેમ કે તેણીએ અશુચિ સ્થાન […]
ઉત્તમ અને ઇચ્છિત બાળક માટેનું આયોજનકેવી રીતે કરવું? લગ્ન ના નિર્ણય બાદ જો કોઇ સૌથી અગત્યનો મુદ્દો જીવનમાં આવે તો તે એટલે પોતાના બાળક માટેનું આયોજન. અને જો આપ હવે આપના બાળક માટે આયોજન કરી રહ્યાં છો તે આનંદની વાત છે. આપને આપની પસંદગીના બાળક મેળવવામાં ઇશ્વર મદદ કરે તેવી શુભકામના.. આપ બાળક માટે આયોજન બદ્ધ જવા માંગો છો તે આનંદની વાત છે. કારણ કે મોટાભાગના દંપતિમાં પ્રથમ બાળકનું આગમન એ એક અણધાર્યો અને ન ટાળી શકાય તેવો અકસ્માત જ હોય છે. આપના પ્રશ્નનો ઉત્તર આપ ને હું સીધે સીધો […]
ગર્ભાધાન સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર શું છે ? પહેલા તો ગર્ભાધાન શબ્દને સમજીએ. ગર્ભનું આધાન, એટલે કે ગર્ભ રહેવો તે ગર્ભાધાન છે. ગર્ભાધાન થવું અને સંસ્કારપૂર્વક ગર્ભને સ્થાપિત કરવો એ બંનેમાં ફર્ક છે. આપોઆપ ગર્ભ રહી જવો તેમાં સંસ્કાર થતા નથી. પરંતુ ઇશ્વરને આહવાન કરીને, દેવતાઓને ગર્ભને આર્શીવાદ આપવા આમંત્રણ આપીને વિધિપૂર્વક પ્રાર્થનાસહ ગર્ભાધાન કરવું એ સંસ્કાર છે. શાસ્ત્રો કહે છે, માનવ ૠણી છે. માનવ તરીકે જીવી રહ્યો છે, તે માટે તે દેવોનો, ૠષિઓનો અને પિતૃઓનો ૠણી છે. આ ૠણ તેણે ચુકવવાનું છે. જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન દાન વડે ૠષીૠણ, ઈશ્વરની […]
વર્લ્ડ એચઆરડી કોંગ્રેસ દ્વારા થયું સન્માન ઈન્ટરનેશનલ વુમન ડે પર મહિલાઓના સાહસ અને સિદ્ધિને બિરદાવવામાં આવે છે ત્યારે શહેરના એક મહિલા આંત્રપ્રિન્યોરનું વર્લ્ડ એચઆરડી કોંગ્રેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. મેટ્રોપોલીસ હેલ્થ કેરના એમડી અને સીઈઓ ડૉ. અમીરા શાહને રાષ્ટ્રીય સ્તરના એચઆર લીડરશિપ વિષય પર મુંબઈ ખાતે યોજાયેલા એક સેમિનારમાં ‘વુમન લીડરશિપ એવોર્ડ ’ અપાયો હતો. આ પ્રસંગે કોર્પોરેટ જગતની જાણીતી હસ્તીઓ અને વર્લ્ડ એચઆરડી કોંગ્રેસના અરુણ અરોરા ઉપસ્થિત રહ્યા હતા. પોતાના ક્ષેત્રમાં સફળતા અને ગુણવત્તાના ધોરણોમાં શ્રેષ્ઠતા પુરવાર કરનાર મહિલાઓને આ એવોર્ડ આપવામાં આવે છે. ડાયગ્નોસ્ટિક અને હેલ્થ […]
સામ પિત્રોડા : ટેલિકૉમ્યુનિકેશન ક્ષેત્રેના પિતામહ સામ પિત્રોડા ભારતમાં ટેલિકૉમ્યુનિકેશન ક્ષેત્રની ઘણા લાંબા સમયની મંદતા અને તેની સામે પડેલ અનેકવધ ટૅકિનકલ રુકાવટોને ચપટીમાં દૂર કરી ગણત્રીનાં વર્ષોમાં જ સમગ્ર ભારતમાં ટેલિકૉમ્યુનિકેશન ક્ષેત્રે અદભુત ક્રાંતિ સર્જનાર સામ પિત્રોડાનો જન્મ : ઇ.સ. ૧૯૪૨માં ગુજરાત રાજયના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકામાં થયો છે. તેઓ એક ખૂબ જ સામાન્ય કુટુંબમાં અને સત્યભાઇ સુથારના સામાન્ય નામ સાથે જન્મેલા. નાનપણથી જ તેઓ અભ્યાસમાં તેજસ્વી હતા અને તેમનામાં રહેલા વિજ્ઞાની જીવે તેમને ટૅકિનકલ ક્ષેત્રમાં અસામાન્ય શોધખોળ કરવા પ્રેર્યા.
કુકણા બોલી કુકણા બોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા પૂર્વ સરહદના વિસ્તારમાં રહેતા કુકણા જાતિના આદિવાસીઓની બોલી છે. આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે, તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષાના પણ એકસરખા હોય છે. ગુજરાત રાજ્યમાં આ બોલી વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, ડાંગ જિલ્લા, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી તેમ જ તાપી જિલ્લામાં રહેતા કુકણા લોકો અંદરોઅંદરના સામાન્ય વહેવારમાં ઉપયોગ કરે છે. ડાંગ જિલ્લામાં આ બોલીનો ઉપયોગ ૯૫ ટકાથી પણ વધુ લોકો કરતા હોવાથી ડાંગી બોલી પણ કહેવાય છે. કુકણા બોલીના કેટલાક […]
આત્મનિષ્ટ કોણ છે ? * જેને પોતાના સ્વરુપની અખંડ જાગૃતિ છે. * જેને પોતાનું અને પરમાત્માનુ સ્વરુપ યથાર્થપણે જાણ્યુ છે. * જેનું જીવન સત્સંગમય છે,ભક્તિમય છે. * જેનાંવિચાર,વાણી અમે વર્તન ઉજ્જવળા છે.
સામગ્રી : ફણસી : ૧૦૦ ગ્રામ, વટાણાના દાણા : ૧ કપ, મલાઈ : ૧ કપ તાજી, દૂધ : ૧ કપ, માખણ : ૨ ચમચા, તેલ : તળવા માટે, ગરમ મસાલો : ૧ ચમચી, ફૂલાવર ૧૦૦ ગ્રામ, કાચું કેળું : એક ત્રણધારી, મેંદો : ૨ ચમચી, ટામેટાંનો સોસ : ૪-૫ ચમચી, લાલ મરચું : અડધી ચમચી, મીઠું : સ્વાદ પ્રમાણે. રીત : ફણસીને લાંબી કાપવી. કેળાંની છાલ કાઢી લઈ તેની લાંબી (લગભગ ૨ ઇંચ) અને પાતળી ચીપ્સ કાપવી. તેને ગરમ તેલમાં તળી લેવી. ફણસી, વટાણા, મોટું સમારેલું ફુલાવર મીઠાના પાણીમાં બાકી […]