મીઠુ: જેના વિના શરીર ને સ્વાદ ફિક્કા પરિચય : મીઠું \’સબરસ\’ને નામે પ્રસિદ્ઘ છે. તેના વગર વ્યંજનો ફિક્કાં લાગે, એટલું જ નહિ શરીરને તેની જરૂર પણ છે. તેના વગર લોહીમાંની ઘટ્ટતા વધે છે અને લોહીના પરિભ્રમણમાં ખામી સર્જાય છે. મીઠું આવી પરિસ્થિતિ સર્જાવા દેતું નથી. આમ છતાં, મીઠાનું પ્રમાણ વધવા ન પામે તેનો પણ ખ્યાલ રાખવો. જો લોહીમાં મીઠાનું પ્રમાણ વધી જાય તો લોહીની જામવાની પ્રતિક્રિયા ઘટી જાય છે. જો આમ થાય તો કશું વાગવાથી અથવા પડી જવાથી લોહી નીકળવા લાગે તો તે બંધ થવામાં મુશ્કેલી પડે છે. આથી મીઠાનો સપ્રમાણ […]
મલ્લિકા સારાભાઈ ભારતીય શાસ્ત્રીય નૃત્ય નાટ્યકલાના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ગુજરાતનું ગૌરવ વધારનાર મલ્લિકા સારાભાઈ જગમશહૂર નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ અને વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની પુત્રી છે. મલ્લિકા નાની હતી ત્યારે તેમના પિતા ડૉ. વિક્રમભાઈ તેમને વાતોમાં જાતજાતની જીવનઘડતરની વાતો કરતા. તેઓ કહેતા : \”છોકરીએ ભણવું તો જોઈએ જ. છોકરા જેટલી જ શક્તિ મેળવીને સ્વતંત્ર બનવું જોઈએ. પછી ભલે તે પરણેલી હોય.\” મલ્લિકાએ પોતાના પિતાની આ વાત બરાબર પોતાના જીવનમાં ઉતારી છે. મનોવિજ્ઞાનમાં એમણે ડૉકટરેટ કર્યું છે અને મેનેજમેન્ટમાં પણ અનુસ્નાતક છે. મલ્લિકાએ પોતાના પતિ બિપિનભાઈ સાથે મળીને ‘મપિન‘ નામની […]
હાસ્યસમ્રાટ જ્યોતીન્દ્ર દવે કહેવાય છે કે : ‘એક શોકસભા શોકસભાની રીતે ન ભરી શકાય જો મંચ પર શ્રી જ્યોતિન્દ્ર દવેની ઉપસ્થિત હોય તો !’ આવા હાસ્યસમ્રાટ લેખકનો જન્મ ૧૯૦૧માં સુરત ખાતે થયો હતો. કોઈપણ સમારંભમાં તેઓ ભાષણ માટે ઊભા થાય ત્યારે તેમના બોલતાં પહેલા હાસ્યનું એક મોજું શ્રોતાઓમાં ફરી વળે એટલી પ્રભાવક તેમની લોકપ્રિયતા હતી. એમ.એ નો અભ્યાસ પૂર્ણ કરી સુરતની કોલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. નિવૃત થયા પછી પણ કચ્છ માંડવીની કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. મુનશીના ‘ગુજરાત’ માસિક દ્વારા ઘણા લેખો લખ્યા. તેમણે […]
જીવના પ્રકાર કયા છે? કયા કયા ? ચાર * પામર. અનીતીથી કમાઈ અને અનીતિથી ભોગવટો કરે. * વિષયી.કમાય નીતિથી પણ સુખનો ભોગવટો કર્યા કરે. * મુમુક્ષુ.સંસારમાં રહીને તેમાથીં છુટવાની સતત ઇચ્છા રાખનાર. * મુકત.પરમાત્માની સંપુર્ણ શરણાગતિ સ્વીકારનાર. પરમાત્માને શરણે સર્વસ્વ સમર્પિત કરનાર.
જીવાત્મા કોને કહેવાય ? * જે દેહને પોતાનું સ્વરુપ માને છે તે જીવાત્મા છે * જે કારણ અને કાર્યથી,કર્મે અને તેના ફળથી સંકળયેલો છે * પ્રક્રુતિના નિયમોથી બધ્ધ છે * શરીરની સર્વે ક્રિયાઓન પ્રેરક અને સંચાલક છે
સ્વાદમાં તુરુ ગુણમાં ઠંડુ જીરુ પરિચય : જીરું રસોડાનો એક અતિ ઉપયોગી મસાલો છે. જીરાના ત્રણ પ્રકાર છે : (૧) સફેદ જીરું, (ર) શાહજીરું અને (૩) કલોંજી જીરું. અહીં સફેદ જીરાની જ ચર્ચા કરવામાં આવી છે. આ જ જીરાનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. ત્રણે જીરાના ગુણ લગભગ સરખા છે. ચોથું જીરું \’ઓથમી જીરા\’ તરીકે ઓળખાય છે. તે \’ઇસબગોળ\’ છે અને ઔષધ તરીકે વપરાય છે. તેને મસાલા સાથે કોઇ નિસબત નથી. તે ઉપરાંત એક પદાર્થ શંખજીરા તરીકે વપરાય છે, તેને પણ જીરા સાથે કોઇ નિસબત નથી. તે એક પ્રકારનો પથ્થર […]
ધાણા રસોડામાં ઘણું જ મહત્વનું સ્થાન ધરાવે છે. તે વગર રસોડું અધૂરું ગણાય. લીલા ધાણા કોથમીર તરીકે ઓળખાય છે. શુભ પ્રસંગોમાં શુકન તરીકે ગોળ-ધાણા વહેંચાય છે. ધાણા કૃમિનાશક, દુર્બળતા ઘટાડનાર અને પિત્તનાશક છે તથા શરીરની તજા ગરમી મટાડે છે. આખા ધાણાને અધકચરા કૂટી, એક કપ પાણીમાં ઉકાળી, સાકર અને દૂધ નાખીને પીવાથી મંદાગ્નિ દૂર થાય છે. અર્ધી ચમચી ધાણા, પા ચમચી મરી અને પા ચમચી એલચીનું ચૂર્ણ બે ચમચી પાણી સાથે પીવાથી અરુચિ મટે. શરીરના દાહ ઉપર : ધાણા એક ચમચી રાતે એક ગ્લાસ પાણીમાં પલાળી તે પાણી સવારે પીવું. […]
અકબરનામા – અબ્દુલ ફઝલ અભિજ્ઞાનશાકુંતલ – કાલિદાસ અનટોલ્ડ સ્ટોરી – બી. એન. કૌલ અવર ફિલ્મ્સ, ધેર ફિલ્મ્સ – સત્યજિત રે આઇન-એ-અકબરી – અબુલ ફઝલ આઝાદી – ચમન ન્હાલ આનંદમઠ – બંકિમચંદ્ર ચેટરજી ઇન્ડિયા થ્રુ એઇસજી – જદુનાથ સરકાર ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટુ નેહરુ ઍન્ડ આફ્ટર – દુર્ગાદાસ ઉર્વશી – દિનકરજી ઉત્તરરામચરિત – ભવભૂતિ કામસૂત્ર – વાત્સયાયન કાદંબરી – બાણભટ્ટ કુમારસંભવ – કાલિદાસ કૂલી – મુલ્કરાજ આનંદ ગણદેવતા – તારાશંકર બંદોપાધ્યાય ગાઇડ – આર. કે. નારાયણ ગ્લિમ્પસીસ ઑફ વર્લ્ડ હિસ્ટ્રી – પંડિત જવાહરલાલ નેહરુ ગીતા પ્રવચનો – વિનોબા ભાવે ગીતા રહસ્ય […]
અસમી : હેમચંદ્ર બરૂઆ, માધવ કોંડાલી, હેમચંદ્ર ગોસ્વામી, બીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય. બંગાળી : રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચેટરજી, તારાશંકર બંદોપાધ્યાય, શરદચંદ્ર, વિષ્ણુદેવ, આશાપૂર્ણાદેવી, સુભાષ મુખોપાધ્યાય, શ્રીમતી મહાશ્ર્વેતા દેવી. ગુજરાતી : નરસિંહ મહેતા, મીરાંબાઇ, અખો, પ્રેમાનંદ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ક.મા. મુનશી, સુન્દરમ્, ઉમાશંકર જોષી, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ. હિન્દી : મલિક મોહમદ જાયસી, તુલસીદાસ, સૂરદાસ, કબીર, કેશવદાસ, બિહારી, ભારતેન્દુ, હરિશ્ર્ચંદ, સુમિત્રાનંદન પંત, જયશંકર પ્રસાદ, મંથીલીશરણ ગુપ્ત, મુનશી પ્રેમચંદ, સુદર્શન, જૈનેન્દ્રકુમાર જૈન, રામધારીસિંહ \’દિનકર\’, એચ. એસ. વાત્સ્યન, મહાદેવી વર્મા, સૂર્યકાન્ત ત્રિપાઠી \’નિરાલા\’, ઉપેન્દ્રનાથ \’અશ્ક\’, ભગવતીચરણ વર્મા, યશયાલ, હશ્રિવંશરાય બચ્ચન, સુભદ્રાકુમારી ચૌહાણ.
મનુષ્યની પ્રકૃતિ પાંચ પ્રકારની હોય છે, જેમાં પંચભૂતાત્મક સૃષ્ટિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રાણીઓની મનોવૃતિ પ્રકૃતિને વશીભૂત હોવાના કારણે ભિન્ન ભિન્ન હોય છે. પરંતુ પંચતત્વોનું સંતુલન બગડી જવાથી જુદા જુદા રોગોનો જન્મ થાય છે. વેદોના આરંભથી લઈને આધુનિક સાહિત્ય સુધીના વિશાળ ભંડારમાં જુદા જુદા રોગોથી નિવૃતિ લેવા માટે અનેક વિર્ધાઓ, મંત્ર- તંત્ર- યંત્ર, અભિષેક, ભસ્મ,ઔષધિ, જપ- તપ, વગેરે વિધાન આપવામાં આવ્યાં છે. તેનાં દ્રારા માનસિક અને શારીરિક બંને પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવે છે. માનસિક રોગોમાં કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, રાગદ્રેષ, અનુરાગ, સંકીર્ણતા, છલ- કપટ, દુરાગ્રહ આવે છે.