સોળ સંસ્કાર ઉપનયન એ હિંદુઓના જીવનનો એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. આ સંસ્કારથી જ દ્વિજત્વના અધિકારી ત્રણ વર્ણોના બાળકોને દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. ‘ઉપનયન’ શબ્દ સંસ્કૃત ધાતુ उ+पनी નજીક લઇ જવું, દોરી જવું પરથી બન્યો છે. એનો શાબ્દિક અર્થ ‘વિદ્યાર્થીને એના ગુરુ પાસે એના શિક્ષણ માટે લઇ જવો’ તે છે. આ સંસ્કારથી ત્રણે વર્ણોને વેદજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ મળતો. ડો. આનંદશંકર ધ્રુવના મતે આ સંસ્કાર વડે મનુષ્યના જ્ઞાન અને ચારીત્ર્યનો પાયો નંખાય છે અને મનુષ્ય નવું જીવન પામે છે. વિશાળ દ્રષ્ટિએ ઉપનયન સંસ્કારને ઉચ્ચ જ્ઞાન, ચારિત્ર્યઘડતર અને સંસ્કારસિંચનના ક્ષેત્રનો પ્રવેશ ગણી શકાય. […]
આપણાં આભૂષણો અને વિજ્ઞાન આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવ્યા હતાં. આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે. પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે પરંતુ સ્વાસ્થય પણ અર્પે છે. માથાનો ટીકો:-આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે. અલંકારોમાં મુખ્યત્વે સોના,ચાંદી, હીરા, મોતી છે. સોનાની પ્રકૃતિ ગરમ છે, ચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે. આમ માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે.
સંસ્કારો વિશેની માહિતીના મૂળ સ્ત્રોત (અ) પ્રથાઓઃ સંસ્કાર મુખ્યત્વે પ્રાચીન તથા લોકપ્રચલીત પરંપરા અને પ્રથાઓ પર આધારિત હતા. ગૌતમ, બૌધાયન આપસ્તંબ તથા વસિષ્ઠ ધર્મસૂત્ર અને મનુ, યાજ્ઞવલ્કય વગેરે સ્મૃતિઓ બધી પ્રથાઓના પ્રમાણની ગણના કરે છે. ગૃહ્યસૂત્રોના સંકલન પહેલાં સંસ્કારોના આધાર આ પ્રથાઓ હતી. પ્રથાઓ મુખ્ય ત્રણ પ્રકારની હોય છેઃ (૧) દેશાચારઃ વિશિષ્ટ પ્રદેશોમાં પ્રચલિત પ્રથાઓ, જેમ કે દક્ષીણ ભારતમાં મામાની છોકરી સાથે વિવાહ પ્રચલિત છે, જે બીજે નિષીદ્ઘ છે. (ર) કુલાચારઃ કૌટુંબીક પ્રથાઓ-જેમ કે શિખાની સંખ્યા અને સ્થાનનો નિશ્ર્ચય સંસ્કાર્ય વ્યકિતના પ્રવરના આધારે કરાય છે. લૌગાક્ષી અનુસાર કમુજા વસિષ્ઠોએ જમણી […]
હિંદુઓના જીવનનો અંતિમ સંસ્કાર અંત્યેષ્ટી છે, જેની સાથે એના આ ઐહિક જીવનનો અંતિમ અધ્યાય પૂરો થાય છે. મરણ પછીની આ છેલ્લી ક્રિયાને ‘અંત્યેષ્ટી ઇષ્ટિ’ (છેલ્લો યજ્ઞ) કહે છે. જીવનકાલ દરમ્યાન પ્રત્યેક હિંદુ પોતાની પ્રગતિના ભિન્ન ભિન્ન સ્તરો પર વિવિધ ક્રિયાઓ અને વિધિવિધાનો કરે છે. મૃત્યુ બાદ પરલોકમાં ભાવિ સુખ તથા કલ્યાણ માટે એનો અંતિમ સંસ્કાર કરાય છે. બૌધાયન પિતૃમેધસૂત્ર (3, 1, 4) અનુસાર જન્માંતર સંસ્કારો દ્વારા વ્યકિત આ લોકને જીતે છે, તેમજ મરણોતર સંસ્કાર દ્વારા પરલોકને.
બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે. નિષ્ક્રમણ સંસ્કારઃ નિષ્ક્રમણ એ શિશુને પહેલીવાર વિધિપૂર્વક ઘરની બહાર લાવવાનો સંસ્કાર છે. આ સંસ્કાર પ્રસંગે तच्चक्षुर्देवहितम् (પાર. ગૃહ્ય. સૂ. 117,5,6) એ મંત્રોનું ઉચ્ચારણ થાય છે. વૈદિક સાહિત્યમાં આ પ્રથાનો કોઇ પણ ઉલ્લેખ નથી. ગૃહ્યસૂત્રોમાં આપેલી વિધિ અનુસાર પિતા બાળકને બહાર લઇ જાય છે અને ઉપર્યુકત મંત્રના ઉચ્ચારણ સાથે એને સુર્યનું દર્શન કરાવે છે. અનુકાલીન સ્મૃતિઓ અને નિબંધોમાં આ સંસ્કાર સંબંધી પ્રથાઓ તથા કર્મકાંડનું વર્ણન આવે છે. સમયઃ નિષ્ક્રમણ સંસ્કાર બાળકના જન્મ પછી બારમા દિવસથી ચોથા […]
વિદ્યારંભ સંસ્કાર શૈક્ષણિક સંસ્કારો શૈક્ષણિક સંસ્કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્નાન) સંસ્કારોનો સમાવેશ થાય છે. વિદ્યારંભ સંસ્કાર સમયઃ આ સંસ્કાર કરવા માટે કાર્તિક સુદ ૧રથી આષાઢ સુદ ૧૧ના દિવસ સુધીનો સમય શુભ ગણાય છે. ૧લી, ૬ઠ્ઠી અને ૧૫મી તથા રિકતા (૪,૯ અને ૧૪) તિથિઓ તેમજ રવિવાર અને મંગળવાર સિવાયના દિવસોએ આ સંસ્કાર પ્રયોજાય છે. સૂર્ય જયારે ઉતરાયણ (મકરથી મિથુન રાશિમાં-રરમી ડિસેમ્બરથી ર૧મી જૂન)માં હોય ત્યારે શુભ દિવસે આ સંસ્કાર કરાય છે. વિધિઃ આરંભમાં બાળકને સ્નાન કરાવી અલંકૃત કરવામાં આવે છે. એ પછી હરિ, લક્ષ્મી અને […]
બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે. ચુડાકરણ સંસ્કાર ‘ચૂડા-ચૂલા’ એટલે શિખા (ચોટલી). બાકીના ચૂલ (વાળ)નું મુંડન કરી માથાની ટોચ પર શિખા રાખવામાં આવે, તેને ‘ચૂડાકરણ’ કે ‘ચૌલકર્મ’ કહે છે. चूडा-चूला નો અર્થ મસ્તક પણ થાય છે, તેથી ‘ચૂડાકર્મ’ કે ‘ચૌલકર્મ’ શબ્દ મસ્તક (પરના કેશ) નું મુંડન એ અર્થમાં પણ પ્રયોજાતો હતો. કેશછેદન એ આ સંસ્કારનું મુખ્ય પ્રયોજન છે. ધર્મશાસ્ત્રો અનુસાર દીર્ઘ આયુ, સૌંદર્ય અને કલ્યાણની પ્રાપ્તી આ સંસ્કારનું બીજું પ્રયોજન છે. માનવધર્મશાસ્ત્રીઓના મત અનુસાર આ સંસ્કારનું પ્રયોજન કેશછેદન કરી દેવતાને બલિ […]
અન્નપ્રાશન સંસ્કાર(સોળ સંસ્કાર) બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે. અન્નપ્રાશન સંસ્કાર અર્થઃ આ સંસ્કાર બાળકની શારીરિક આવશ્યકતાની પૂર્તિ સાથે સંબંધ ધરાવે છે. બાળક સામાન્ય રીતે પાંચ-છ માસનું થાય ત્યાં સુધીમાં માતાના દૂધ પર જીવતું હોય છે. એ પછી બાળકના પોષણ માટે માતાનું દૂધ ઓછું પડતું જાય છે, અને બાળકની તંદુરસ્તી માટે તેની ખોરાકની જરૂરિયાત વધતી જાય છે. ખોરાક બાળકને શકિત આપે છે, એવા ખ્યાલ સાથે આ વિધિને પણ ધાર્મિક સંસ્કારનું રૂપ આપવામાં આવ્યું છે. સ્ત્રોતઃ ભોજન અંગેની સ્તુતિઓ વેદો અને ઉપનિષદોમાં […]
નામકરણ સંસ્કાર બાલ્યાવસ્થાના સંસ્કાર બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે. નામકરણ સંસ્કાર नाखिलस्य व्यवहारहेतु शुभावहं कर्मसु भाग्यहेतु: नाम्नैव कीर्ति लभते मनुष्यस्तत प्रशस्तं नामकर्म નામ એ અખિલ વ્યવહારનો હેતુ છે, એ શુભ કર્મોમાં ભાગ્યનો હેતુ છે, નામથી જ મનુષ્ય કીર્તિ પ્રાપ્ત કરે છે, આથી નામકરણ અત્યંત પ્રશસ્ત છે. પછીના જમાનામાં નક્ષત્રોને બદલે રાશિઓ પ્રચલિત થઇ. રાશિ ૧ર જ છે, તેથી દરેક રાશિના ફાળે સામાન્ય ફાળે ત્રણ કે બે જ અક્ષર આવે છે. જન્મના દિવસ અને સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ […]
મનુષ્ય મરે છે પણ સંસ્કારો મરતા નથી એટલે શુ? * સંસ્કારો સુક્મ શરીર સાથે સંકળાયેલા છેએટલે શરીર મરવા છતાં વાસનાઓનો,વિચારોનો,કર્મોનો અને અનુભવોનો અંતઃકરણમાં જે સંગ્રણ કર્યો છે તે સુક્મ શરીર સાથે જોડાયેલા રહે છે.