મેળા આમ ગુજરાતી પ્રજાનું એક અભિન્ન અંગ બની ગયા છે. આપણા દેશમાં એક માત્ર ગુજરાત જ એવું રાજય છે જયાં વર્ષ દરમિયાન ૨,૦૦૦થી વધુ મેળા કે લોકમેળા યાજાય છે. જેમાં મુખ્ય મુખ્ય મેળા આ મુજબ છે. ભવનાથ, તરણેતર, અંબાજી, શામળાજી, ડાંગ દરબાર, રવેચીનો મેળો, કવાંટનો મેળો. આ તમામ મેળામાં માત્ર ગુજરાતીઓજ નહીં દેશ-વિદેશથી લોકો ઊમટી આવે છે. દરેક મેળાનું ગુજરાતમાં આગવું મહત્વ છે. આ મેળાઓમાં માનવ મહેરામણ હૈયુ હૈયું દ.. એમ ઊમટી પડે છે. મેળામાં ઊંચ-નીચ,અમીર-ગરીબ નાત-જાતનો કોઈ ભેદભાવ જોવાતો નથી. યુવાન-યુવતીઓ માટે તો મેળો એટલે તેમનાં હૈયાંની ઘડકન. મેળાની […]
વિષ્ણુસહસ્રનામ,ભગવતગીતા,ગજેન્દ્રમોક્ષ ઇત્યાદિનો પાઠ કરવાનો હેતુ શો? * જે ભગવન્તનામને,સ્તુતિને,સ્તોત્રને અથવા પાઠને હ્રદયના પ્રત્યેક અણુમાં ઉતરવા ઇચ્છતા હોઈએ લોહીના બિન્દુએ બિન્દુમાં ભળી જાયઈવું ઉચ્છતા હોઇએ તો એનું વારંવાર પઠન આવશ્યક છે એમ કરતાં કદાચ સમજ વધે કે ન વધે,પણ તેનો આસ્વાદ વધુ ને વધુ માણી શકાય ખરો, * આપણુ વિસ્મરણ થઈ જાય અને ભગવન્નામમાં લીન થઈ જવાય. અહંકારે આપણી અને આત્મા-પરમાત્મા વચ્ચે નિર્માણ કરેલુ અંતર નષ્ટ થાય,છેવટૅ આપણું અહં ઓગળી જાય એ પાઠ કરવાનો હેતુ છે, * વૃતિઓને શાંત કરવાનો. * મન,બુધ્ધિ,ચિત્ત વગેરેને નિર્મળ કરવાનો. * ગહન શાંતિ અને આનંદ અનુભવવનો.
રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી ફ્લ્મિકાર તરીકે કોઈ નામ યાદ કરવાનું આવે તો પહેલાં કેતન મહેતાનું જ નામ યાદ આવે. નવસારીમાં જન્મેલા અને મુંબઈમાં બાળપણ વિતાવનાર કેતન મહેતાએ દિલ્હીથી ગ્રેજયુએશન કર્યું અને પૂના ફ્લ્મિ ઈન્સ્ટિટયૂટમાં દિગ્દર્શનના પાઠ શીખ્યા, ત્યાર બાદ તેમણે અમદાવાદની ઈસરો સંસ્થામાં ટેલિવિઝન વિભાગમાં નિર્માતા તરીકે પણ ફ્રજ બજાવી હતી… હિન્દી ફિલ્મોધોગને મનોરંજન અને વ્યાપારિક સફ્ળતા તરફ્ દોરવી શ્રેષ્ઠતા પુરવાર કરનાર ગુજરાતીઓ દ્યણા હશે, પરંતુ સત્યજિત રે, ઋત્વિક દ્યટકથી માંડી શ્યામ બેનેગલ, અડૂર ગોપાલકૃષ્ણન, કુમાર સાહની વગેરેની પંકિતમાં બેસે. રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં પુરસ્કાર, પ્રતિષ્ઠા પ્રા કરે એવા ગુજરાતી […]
ગુજરાતની લીલી નાધેર એટલે કચ્છ. કચ્છ તો શૂરા-પૂરાથી સદાય ઊભરાતો રહ્યું છે. કચ્છની ધરતી ઉપર એવા એવા વીરલા પાકી ગયા કે આજે પણ ગુજરાતની છાતી ગજગજ ફૂલે છે. કચ્છનો લાખો ફૂલાણી, બહાર વાટિયો છતાં કચ્છની પ્રજાનો વહાળ સોયો નરબંકો કાદુ મકરાણી, કચ્છના દાદા મેંકરણ વગેરે વગેરે. વાત છે અહીં કચ્છમાં આવેલા માંડવી શહેરની. માંડવી કચ્છનું બહુ નાનકડું શહેર. એક સમયનો અનન્ય જહાજવાડો. એક બંદર. અત્યારનું એક રમણીય પ્રવાસન સ્થળ તથા બીચ. આ માંડવી પાસે બહુ નજીક કુદરોડી ગામ આવેલું છે. આ ગામનું નામ કદાચ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. પરંતુ […]
ન્હાનાલાલ ગુજરાતીમાં અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક એવા ન્હાનાલાલ એ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેમનું ઉપનામ ગુજરાતના મહાકવિ હતું. તેમનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. તેઓનું અવસાન પણ જાન્યુઆરી ૯, ૧૯૪૬ના દિને અમદાવાદ ખાતે જ થયું હતું. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ ડાઙ્ગાાભાઇ (નર્મદ યુગના મહાન કવિ) હતા અને એમની મૂળ અટક ત્રિવેદી હતી. તેઓ ફરસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા. ગાંધીજી ેરિત અસહકારની ચળવળ દરમ્યાન દેશદાઝથી એમણે એ સરકારી નોકરી છોડી દીધેલી. મૂખ્ય કૃતિઓ * કવિતા ન્હાના ન્હાના રાસ (૩ ભાગ), ચિત્ર દર્શનો, ેમ […]
ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્યિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોકસાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોકડાયરો કહે છે. આ કારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજયમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોકસાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે
અમીર ખુશરો દહેલવી ઇ.સ. ૧૨૫૩થી ૧૩૨૫ દરમિયાનના સમયના કવિ, સંગીતકાર, સંશોધક, તત્ત્વજ્ઞાની અને ભાષાશાસ્ત્રી ગણાય છે. ખુશરો સૂફ્ી સંત હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા, જે તેમના આધ્યાત્મિક શિક્ષક પણ હતા. ઉત્ત્।ર ભારતીય શાસ્ત્રીય સંગીતના ખયાલની રચનાની શરૂઆત કરવાનો યશ અમીર ખુશરોને ફળે જાય છે. તેમણે ધ્રુપદમાં સુધારા કરીને તેમાં પર્શિયન મેલડીઝ અને તાલ ઉમેરીને ખયાલની રચના કરી હતી. સામાન્ય રીતે જોઇએ તો ખયાલ મૂળ તો કવ્વાલીમાંથી ઊભર્યો છે, જેને તેમણે ભજનરૂપે પણ રચના કરીને ગાયો હતો. તેઓ પર્શિયન ભાષામાં તથા હિન્દવીમાં કવિતાઓ લખતા. પાછળથી તેઓ હિન્દી અને ઉર્દૂમાં લખતા થયા […]
જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો કયાં ? * વ્યવહારીક જ્ઞાન માટે -નિરિક્ષણ, પરિક્ષણ અને પ્રયોગ. * આદ્યાત્મિક જ્ઞાન માટે -સ્રવન,મનન,નિદિધ્યાસન,વિવેક,વૈરાગ્ય,ષટ્સંપતિ,મુમુક્ષુતા. -અનુભવિનો સંગ. -સાચી જિજ્ઞાસા. -સાચો સંત્સગ. -પ્રણિપાત. -સેવા. -નમ્રતા -નિષ્કામ કર્મ, નિષ્કામ ઉપાસના.
વીસમી સદીના મધ્યાંતે જયારે ગુજરાતમાં ચિત્રકારની જાણ માત્ર દુકાનોના પાટિયા લખતા ચિતારા તરીકે હતી ત્યારે કલાનુ પુનઃતિષ્ઠાન કરવાનું માન રવિશંકર રાવળને (મિત્રો અને સબંધીઓના રવિભાઇ) ફળે જાય છે. ચોવીસ વર્ષની વયે તેમને જે. જે. સ્કુલ ઑફ્ આટ્ર્સનો મેયો ચંદ્રક દાન થયો, ૧૯૩૦માં સાહિત્યકારોએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પ્યો, ઇ. સ. ૧૯૩૩માં કવિસમ્રાટ બ.ક.ઠાકોરે ચિત્રકલાને કવિતાની માજણી બેનડી કહી, ઇ. સ. ૧૯૩૬માં ગાંધીજીએ કઙ્ગાું, ‘મારી છાતી તેમના ચિત્રો જોઈ ઊછળી‘, આગળ જતાં કાકા કાલેલકરે તેમને ગુજરાતના કલાગુરુના સ્થાને બિરદાવ્યા અને ભારત સરકારે તેમનું પદ્મશ્રીથી બહુમાન કર્યું. ઇ. સ. ૧૭૨૩ માં ભાવનગરના તોરણ […]