પરમાત્માંની હાજરી કયાં છે ? * અંતરચક્ષુ ઊધડે તો અત્ર, તત્ર, સર્વત્ર. * જયાં ભોગની રુચિ નથી. * જયાં સંગ્રહ પ્રત્યે આસક્તિ નથી ઇશ્વર કોના પર અનુગ્રહ કરે છે ? * સ્વાર્થરહિત વ્યકિત પ્રત્યે. * જેના મનના વેગ અથવા વિષયો શાંત થઈ ગયા છે ? * જેણે શુભ કર્મો જ કરવાનો સંકલ્પ કર્યો છે. * જે એકાગ્રતાથી તેની સાથે સંબંધ જોડે છે. * જે સરળ છે, નમ્ર છે,શ્રદ્દાવાન છે અને અહંભાવથી રહિત છે.   ભગવાન સજજનોને પણ શા માટે ટપલાં મારે છે ? * સાચી વસ્તુની સ્મુતિ રહે તે માટે. […]

ઈશ્વર કયાં વસે છે ? * નિશ્ચયમાં. * સંતોના હ્રદયમાં. * વાત્સલ્યમાં. * સત્યમાં.

જીવ મહાન કયારે બને ? * જીવ અન્તર્મુર્ખ બની બીજા ર્થે પોતાનું જીવન જીવે છે ત્યારે મહાન બને છે. જીવ વિભાગમાં કોણ આવે ? * ઇચ્છાને આધીન બને તે.   જીવાત્માં શેનાથી બદ્ધ છે ? * આસકિતથી. * કર્મેથી. -કર્મ શોક અને મોહમાં ડુબાડે છે. * કાળથી. * વાસનાથી.

પરમાત્માં શું છે ? *  સર્વને ચેતના આપતી સત્તા. * પ્રક્રૂતિનુ અપ્રગટ અસ્તિત્વ. *પ્રક્રૂતિનું નિઃશેષણપણે શાંત થઈ જવું. * વિશ્વવ્યાપિ સત્તાનું કેન્દ્ર.

વિવાહ સંસ્‍કાર સોળ સંસ્કાર હિંદુ સંસ્‍કારોમાં વિવાહનું સહુથી વિશેષ મહત્‍વપૂર્ણ સ્‍થાન છે. ‘વિવાહ’ શબ્‍દ वि + वह (લઇ જવું) ધાતુ પરથી બન્‍યો છે. એનો શબ્‍દાર્થ પત્‍ની સ્‍વીકાર અથવા એ માટેની પ્રવૃતિ એવો થાય છે. વ્‍યાપક અર્થમાં એ પુરુષના તેમજ સ્‍ત્રીના લગ્‍ન માટે વપરાય છે. સંસ્‍કૃતમાં ‘વિવાહ’ નો અર્થ લગ્‍ન જ થાય છે. ગુજરાતીમાં વેવિશાળ અને લગ્‍ન એમ બે અર્થ થાય છે. વેવિશાળ કે સગપણ માટે સંસ્‍કૃતમાં ‘વાગ્‍દાન’ શબ્‍દ છે. વિવાહ માટે વિવાહ, ઉદ્વાહ, પરિણય કે પરિણયન, ઉપયમ, પાણિગ્રહણ વગેરે શબ્‍દો પણ પ્રયોજાય છે. સ્‍ત્રોતઃ વૈદિક કાલમાં વૈવાહિક રીતરિવાજોની અભિવ્‍યકિત ઋગ્‍વેદ […]

વૈવાહિક વિધિનો આરંભ વરદાન કે વરને કન્‍યાદાન કરવાથી વાચિક (મૌખિક) કબૂલાતથી થાય છે. ઋગ્‍વેદકાલમાં વર પોતાના મિત્રો સાથે વધૂના પિતા પાસે જઇને એની સામે ઔપચારિક પ્રસ્‍તાવ મૂકતો. કાલક્રમે વર નહીં, પણ તેના બદલે વરનો પિતા સ્‍વજનો સાથે કન્યાના પિતાને ત્‍યાં જતો. આજે કન્‍યાપક્ષના પુરુષો વરને ત્‍યાં જઇ શ્રીફળ વગેરે આપી આ વિધિ કરે છે. સૌરાષ્‍ટ્રના વડનાગરા નાગર જેવી કોઇ જ્ઞાતિઓમાં વરપક્ષ કન્‍યાનું માગું કરે છે ને કન્‍યાપક્ષ તેનો સ્‍વીકાર કે અસ્‍વીકાર કરે છે. ગુજરાતમાં વાગ્‍દાનની પ્રથાને \’ચાંલ્‍લા થવાનું\’ કહે છે, ઉતર ભારતમાં એને માટે \’તિલક\’ એવું નામ પ્રચલિત છે. મનુ […]

પ્રાચીન કાલથી વિવાહ સંસ્‍કાર ગૃહ્યસૂત્રોમાં દર્શાવેલા વિધિ-વિધાનો અનુસાર કરવામાં આવતો. આ વિધિવિધાન તત્‍કાલીન નીરસ કૃષિ‍ પ્રધાન જીવનમાં આનંદ પ્રમોદ માટેનાં મુખ્‍ય સ્‍ત્રોત સમાન હતાં. વિવાહની વિધિઓ પણ લાંબા સમય સુધી ત્રણ ચાર દિવસ સુધી ચાલતી. પરંતુ ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને પાશ્ર્વાત્‍ય સંસ્‍કૃતિની અસરને પરિણામે આધુનિક યુગમાં વિવાહ સંસ્‍કારમાં કેટલાક પરિવર્તન થયાં છે. આજે અધિકાંશ વિવાહોમાં વિવાહવિધિ એક જ દિવસમાં પૂરો થાય છે. વિવાહના અવસર પર મુખ્‍ય સંબંધીઓ એકઠાં થાય છે. તેમાં પણ વિભિન્‍ન પરિવારના પ્રતિનિધિ તરીકે એકાદ બે વ્‍યકિત ઉપસ્થિત રહે છે. આમ પારિવારિક સંમેલનમાં કેન્‍દ્રના રૂપમાં વિવાહનું મહત્‍વ ઘટયું છે. […]

કર્ણ ભારતમાં મહાદાનેશ્વરી તરીકે પ્રખ્યાત છે. તે પ્રતિદીન સવામણ સોનાનું દાન કરતો હતો પોતાનાઘરે આવેલા યાચકને કદી પાછો ન વાળતો. ઇન્દ્રે એક દિવસ પરીક્ષા કરી. ત્યારે પોતાના શરીરની સાથે જડેલા સોનાના કુંડલ કવચ પણ આવી દીધા કર્ણના દાનેશ્વરીનો ઇતિહાસ મહાભારતમાં છે કર્ણ મૃત્યુ પામે છે ત્યારે યમરાજા તેમને સ્વર્ગમાં સોનાના મહેલમાં નિવાસ આપે છે. સોનાનું દાન આપ્યું એટલે સોનાનો મહેલ બધી વસ્તુઓ સોનાની જોઇ તેને એકલાતા સાલવા લાગી કર્ણ યમરાજાને પૂછે છે કે ઘણા મૃત્યુ પામે છે મને એકલાને કેમ અહીં રાખવામાં આવ્યો છે. યમરાજા કહે છે કે પૃથ્વી લોકમાં […]

જળ એ જ જીવન   આપણું શરીર પંચમહાભૂતાત્મા છે. આ પાંચમાંથી એક તત્વ છે જળ. શ્રાવણી વર્ષામાં ઝરમરતા જળમાં જે તાજગી, શીતળતા અને આલ્હાદકતા છે, એ પંચમહાભૂતના બીજા કોઈ તત્વમાં નથી. આયુર્વેદમાં કહેવાયું છે કે, આપણું શરીર – દેહ પંચમહાભૂતોથી બનેલું છે. આ પંચ મહાભૂતો તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તમને ખબર છે, આ પાંચમાંથી માત્ર પાણીને જ જીવનનું નામ અપાયું છે એટલે કે પાણી એ જ જીવન છે. આપણી પૃથ્વીની ચારે બાજુ વાતાવરણ ભલે ગમે એટલું ઘેરાયેલું હોય અને વાયુ વગર ભલે આપણે એક પળ પણ જીવી […]

સામગ્રી : ૧ લિટર દૂધ ૦।। નાની વાડકી બાસમતી ચોખા ૫ નંગ અંજીર ૧૫૦ ગ્રામ ખાંડ, ૧ ટી. સ્‍પૂન ઘી, ૧ ટી. સ્‍પૂન બાફેલી બદામની કાતરી, ૦।। ટી સ્‍પૂન ઈલાયચીનો ભૂકો. રીત : બાસમતી ચોખાને બેથી ત્રણ કલાક પાણીમાં પલાળવા. અંજીર ૦।। કલાક માટે પલાળવા. ચોખાને નિતારી, ઘીમાં સાંતળવાં. પાણી ઉમેરી છૂટો ભાત રાંધવો.દૂધને ગરમ મૂકવું. ઊકળતું રાખી હલાવ્‍યા કરવું. જરા જાડું થાય એટલે ખાંડ નાંખી ઉકાળવાનું ચાલુ રાખવું.રાંધેલો ભાત તેમાં ભેળવવો. થોડી વાર ઉકાળી નીચે ઉતારી લેવું. અંજીરના કટકા, ઈલાયચી તથા બદામ નાંખવા. સામાન્‍ય હૂંફાળી ખીર સર્વ કરવી.  

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors