ગરમીનાં દર્દોની સુલભ ઔષધિ – ગરમાળો પરિચય : રસ્તા અને ખાનગી જાહેર બાગ-બગીચામાં ગરમાળા (આરગ્વધ, અમલતાસ)ના સુંદર પુષ્‍પો અને શીતળ છાંયા આપતા વૃક્ષો સર્વત્ર ખાસ વવાય છે. તેનાં વૃક્ષો ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા અને પાન સંયુક્ત, એક થી દોઢ ફૂટ લાંબી સળી પર થાય છે. તેની ઉપર ચૈત્ર-વૈશાખમાં પીળા, કેસરી કે રાતા રંગના સુંદર, અલ્પ મધુરી વાસના, પાંચ પાંખડીના પુષ્‍પો થાય છે. ઝાડ ઉપર અંગુઠાથી જાડી, ગોળ અને દોઢ બે ફૂટ લાંબી, રતાશ પડતા કાળા રંગની શીંગો થાય છે. આ શીંગો લીસી, ચળકતી અને અંદર અનેક ખાનાવાળા, પુષ્‍કળ બી […]

કેશ શુદ્ધ કરી તેની રક્ષા કરનાર – શિકાકાઈ પરિચય : ભારત અને ગુજરાતના જંગલોમાં ચિકાખાઈ (વિમલા, સાતલા/શિકાકાઈ)ના ઘણા મોટા અને કાંટાવાળા ઝાડવા થાય છે. તેની ડાળીઓ ભૂખરા અને સફેદ ધાબાવાળી હોય છે. એનાં પાંદડા ખૂબ બારીક, સામસામે સળી પર ૨૦-૨૨ની જોડમાં થાય છે. જાળીઓ પર નાના હુક જેવા કાંટા હોય છે. પાન ખાટા રેચક અને ૨ થી ૪ ઈંચ લાંબા થાય છે. ફૂલ ગોળાકાર ઉપર રેસા કે પુંકેસરવાળા હોય છે. તેની પર રેષાકાર, લંબગોળ, માંસલ અને નવી હોય ત્યારે જાડી પણ સુકાયેથી પાતળી-કરચલીવાળી, લાલ રંગની શીંગો (ફળી)થાય છે. શીંગ અરીઠા […]

સંતરાની છાલોનું ચૂર્ણ બનાવીને તેમાં બે ચમચી મધ મેળવીને તૈયાર કરેલો મલમ ત્‍વચા પર લગાડવાથી ત્‍વચા નીખરી ઉઠે છે અને કાતિવાન બને છે.કબજિયાતમાં ટમેટું અથવા સંતરાના રસમાં એક ચમચી મધ નાખીને સેવન કરવાથી લાભ થાય છે.શુષ્‍ક ત્‍વચા પર મધ, મલાઈ તેમજ બેસન મેળવીને તૈયાર કરાયેલો મલમ ત્‍વચા પર લગાડવાથી ત્‍વચાની શુષ્‍કતા દૂર થાય છે અનેલાવણ્‍યમય ત્‍વચા બને છે.એક ગ્‍લાસ દૂધમાં ખાંડ નાખ્‍યા વિના મધ ઘોળીને રાત્રે પીવાથી શરીરનું દૂબળાપણું દૂર થાય છે અને શરીર સુડોળ, રુષ્‍ટપુષ્‍ટ અને બળવાન બને છે.મધના નિત્‍ય સેવનથી નિર્બળ આંતરડાને બળ મળે છે.ડુંગળીનો રસ અને મધ […]

લીવર, માસિક અને દાઝ્યાનું પરમ ઔષધ – કુંવાર પાઠું પરિચય : ગુજરાત અને ભારતમાં ઘરગથ્થુ ઔ‍ષધિ તરીકે વપરાતી કુંવાર પાઠું (કુમારી, ગ્વારપાઠા) ઔષધિનાં છોડ વેરાન ભૂમિમાં આપમેળે ઊગી નીકળે છે, તેમજ તેને ઘર આંગણે કુંડામાં કે બાગ-બગીચામાં ખાસ વવાય છે. તેના બહુવર્ષાયુ છોડ ૨ થી ૩ ફુટ ઊંચા થાય છે. તેના મૂળમાંથી ચારે તરફ જાડા, ચીકણા પાણી જેવા રસાળ ગર્ભવાળા, કિનારીએ કાંટાવાળા અને છેડેથી અણીદાર, ૧૦ ઈંચથી ૨ ફૂટ લાંબા અને ૨ થી ૪ ઈંચ (નીચેનો ભાગે) પહોળા પાન થાય છે. પાનનો રસ ગર્ભ સફેદ પડતો આછો પીળો, કડવો હોય […]

અંગના સોજા મટાડનારી સુલભ ઔષધિ – સાટોડી પરિચય : ગુજરાતમાં વાડી-ખેતરોમાં, રસ્તાની પડખેની કે મેદાનની રેતાળ જમીનમાં સર્વત્ર ‘સાટોડી‘ (પુનર્નવા, વિષ ખપરા / હટસિટ) નામની વનસ્પતિના છાતલા છોડ વધુ વ્યાપકપણે થાય છે. તેની બે જાતો છે. સફેદ ફૂલની સાટોડી અને લાલ ફૂલની ડાળખીવાળો સાટોડો કે સાટોડી. વૈદકમાં સાટોડી સોજા, લીવર, પાંડુ, જળોદર, તથા કિડનીના દર્દમાં ખૂબ જ વપરાય છે. તેનાં છોડ-છાતલા જમીન પર પથરાય છે. કે વાડે ચડે છે. તેની ડાંડી અને શાખા સુતળી જેવી જાડી હોય છે. એક મૂળમાંથી શાખાઓ ચારે તરફ ફેલાય છે. પાન જરા ગોળ જેવા, તાંદળજાની […]

આપણા વેદશાસ્‍ત્રો એ ૐ ઓંકારને સૌથી ઉત્તમ મંત્ર તરીકે સ્‍થાન આપ્‍યું છે. આ ઓંકારનો ઉચ્‍ચાર કરતા જ આપણા માનસપટલ ઉપર એક અલૌકિક સુખ છવાઇ જાય છે. આ ઓંકાર કેટલી શકિત ધરાવે છે. એકવાર મૃત્‍યુ દેવોનો પીછો કરી રહ્યુ હતું. તેનાથી બચવા બધા દેવો વેદ પસે ગયા.વેદ દ્વારા

માણસની પાંચ ખોટી ધારણાઓ તેને આખી જિંદગી દૂ:ખી કરવા માટે પૂરતી છે : (1) મારી મહેનત કરતાં મને ઓછું મહેનતાણું મળે છે અને મારું શોષણ થાય છે ! (2) મારી લાગણીઓને કોઈ સમજતુ નથી અને મારી વાત કોઈ સાંભળતુ નથી ! (3) મારા કામની કોઈ કદર કરતુ નથી અને મને યશ મળતો નથી ! (4) મેં હંમેશાં બધાને મદદ કરી છે અને હવે મારે જરૂર છે ત્યારે મને કોઈ મદદ કરતુ નથી ! અને (5) મારો કોઈ દોષ નથી હોતો અને છતાં મારો જ વાંક કાઢવામાં આવે છે ! મિત્રો, […]

વીર્યવર્ધક, સંતાનપ્રદ મહાવૃક્ષ – વડ પરિચય : હિંદુપ્રજા પીપળાની જેમ વડ (વટવૃક્ષ, બડ કા પેડ, બરગદ)ને પણ પૂજ્ય – પવિત્ર વૃક્ષ ગણે છે. ગુજરાત અને ભારતમાં વડના વૃક્ષથી પ્રાયઃ બધા પરિચિત છે. તે મંદિરોનાં પ્રાંગણમાં તથા ગામના ગોંદરે તથા માર્ગો પર છાંયો કરવા ખાસ વવાય છે. સર્વ વૃક્ષોમાં વડ ઊંચાઈ અને વિશાળ ઘેરાવામાં પ્રથમ નંબર લે છે. વડ એક દીર્ઘાયુ, ઊંચું, વિશાળ અને ૨૦ થી ૩૦ ફૂટનાં ઘેરાવાવાળો થડ ધરાવતું મહાવૃક્ષ છે. તેની પર સૂતળી જેવી જટાઓ ડાળીઓ પરથી નીકળી જમીનમાં પ્રવેશી ત્યાંથી નવા થડરૂપે ફેલાય છે. પાન ગોળાકાર ૪ […]

દંતરોગમાં ઉત્તમ – બાવળ બાવળને કોણ નહિ ઓળખતું હોય ? રોજ સવારે બાવળના દાતણ કરવાની મજા જેણે માણી હશે તે બાવળને કદાપિ નહીં ભૂલે. બાવળનો રસ તૂરો, તાસીરે ઠંડો, ગુણમાં ભારે, લૂખો, કફ-પિત્તશામક, રક્તરોધક, વ્રણરોપણ, સ્તંભક, સંકોચક, કૃમિધ્ન, મૂત્રલ, બલ્ય અને વિષધ્ન છે. બાવળની છાલમાં તાજું કલોરોફીલ પ્રચુર પ્રમાણમાં છે. તેથી તાજું દાતણ કરવાથી મુખશુદ્ધિ થાય, મોંની ચીકાશ દૂર થાય, મોંની દુર્ગંધ મટે, જંતુ અને સડો અટકે, દાંત મજબૂત બને અને તેના રોગો દૂર થાય છે. સગર્ભા સ્ત્રી બાવળના સૂકા કે લીલાં પાન ચાવીને ખાય તો બાળક ગોરું આવે છે, […]

વૃક્ષ મહિમા શ્ર્લોકો (વિવિધ પુરાણોમાંથી) યઃ પુમાન રોપયેદ વૃક્ષાન્ છાયા પુષ્‍પફલોપગાન્ । સર્વસત્વોપભોગ્યાય સયાતિ પરમાં ગતિમ્ ॥ ૧ ॥ જે મનુષ્‍ય સર્વ પ્રાણીઓના ઉપભોગ માટે છાયા, ફૂલ અને ફળવાળા વૃક્ષો રોપે છે તે પરમ ગતિને પામે છે. છાયાપુષ્‍પોગાત્રત્રિશત્ ફલપુષ્‍પદ્રુમાત્રસ્તથા | રોપયિત્વા સશાખાત્રસ્તુ નરો ન નરકત્ર બ્રજેત્ ॥ ૨ ॥ છાયા-પુષ્‍પોવાળા તથા ફળ- પુષ્‍પોવાળા અને શાખાવાળા ત્રીસ વૃક્ષો જે મનુષ્‍ય રોપે છે તે નરકમાં જતો નથી. દેવદાનવગન્ધર્વાઃ કિન્‍નરનાગગુહ્યકાઃ । પશુપક્ષીમનુષ્‍યા શ્ચ સંશ્રયન્તિ સદા દ્રુમાન્ ॥ ૩ ॥ દેવ, દાનવ, ગંધર્વો, કિન્‍નર, નાગ, યક્ષો તથા પશુ, પક્ષી અને મનુષ્‍યો પણ હંમેશાં વૃક્ષોનો […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors