ગ્રહોની શાંતિના કાર્ય અને દેવી-દેવતાઓના હોમ-હવન સમયે હોમવામાં આવતાં હોમાત્મક દ્રવ્યો ચાર પ્રકારના લેવામાં આવે છે. તેમાં એકપણ પ્રકાર ઓછો હોય તો ફળસિધ્ધિ મળતી નથી. ચારેય પ્રકારના દ્રવ્યો હોય તો જ સંપૂર્ણ ફળ સિધ્ધિ પ્રાપ્ત થાય છે. (૧)સુગંધીત દ્રવ્યો : કેસર, કસ્તુરી, અંબર, શ્વેતચંદન, કપુર, જાવંત્રી, જાયફળ, અગર, તગર, પાંદડી, એલાયચી. (૨)પુષ્ટીકારક દ્રવ્યો : ગાયનું ઘી, ફળ, કંદ, અન્ન, તલ, સાલમ, મૂસળી, બદામ, કાજુ, અંજીર, જરદાલુ. (૩) મિષ્ટ દ્રવ્યો : સાકર, છૂઆરિ, ખારેક, દ્રાક્ષ, મધ, ટોપરું દૂધ. (૪) રોગનાશક ઔષધિઓ : ગળો, સોમવેલી, બ્રાહ્મી તથા ગ્રહો માટે નિયત ઔષધિઓ વાપરવામાં […]
વૃક્ષ વાવો…. સમૃદ્ધિ લાવો…. આગામી ઋતુમાં તમે પણ તમારી રાશિ મુજબ તમારા ઘરમાં, આંગણામાં, બગીચામાં, ઓફિસે, ફેકટરીમાં કે સ્કુલમાં વૃક્ષો વાવો અને દેવતાઓને તથા ધરતીમાતાને પ્રસન્ન કરો. * કાગડા અને વૃક્ષથી થતાં શુકન (૧) વૃક્ષો પર કાગડા બેસીને રમતાં હોય કે આનંદ પ્રમોદ કરતા હોય તો નીચે મુજબ લાભ થાય છે. અ.નં. વૃક્ષનું નામ શું લાભ થાય ૧. આસોપાલવ = ધન લાભ ૨. અખરોટ = સ્ત્રી લાભ ૩. શાબોર = વિદ્યાલાભ ૪. કેળ/આંકડો = પ્રભુ પ્રાપ્તિ ૫. નારિયેળી = મધુર ભોજન પ્રાપ્ત ૬. વડ = દ્રવ્ય લાભ ૭. આંબો […]
કફદોષનાશક અને વાળ કાળા કરનાર – બહેડાં પરિચય : પથરાળ અને ચૂનાવાળી જમીન પર તથા જંગલોમાં ખાસ થનારા બહેડા (બિભીતક, બહેડા)ના ઝાડ ૧૫ થી ૧૦૦ ફુટ ઊંચા, હરડેના ઝાડ જેવા થાય છે. એના પાન વડના પાન જેવાં ૩ થી ૬ ઈંચ લાંબા ઈંડાકાર પણ જરા પહોળાં, તામ્રવર્ણના, જરા દુર્ગંધયુક્ત થાય છે. તેની ઉપર ૩-૬ ઈંચ લાંબી સળી ઉપર નાના નાના પીળાશ પડતાં પુષ્પોની મંજરી આવે છે. બહેડાના ફળ ૧ ઈંચ લાંબા, ભૂખરા (ધૂળિયા)રંગના અને ઉપર જાડી છાલ પણ વચ્ચે કઠણ ઠળિયો હોય છે. તે ઠળિયામાં વચ્ચે સફેદ મીંજ હોય છે. […]
પેશાબના દર્દોમાં અકસીર – વાંસ કફ-શરદી-શ્વાસ નાશક – વાંસકપૂર (વંશલોચન) પરિચય : ગુજરાતના ડાંગ, આહવા, પંચમહાલ, ગીરનાર જેવા પ્રદેશોના જંગલોમાં વાંસ (વંશ, બાંસ, વંશલોચન, બાંસકપૂર) તેના ખાસ બેટમાં જથ્થાબંધ થાય છે. વાંસ ૨૦ થી ૫૦ ફૂટ ઊંચા, સીધા, કાંટાવાળા, ૬-૭ ઇંચ વ્યાસના, લગભગ ૨૦ ઇંચ ૧ નક્કર ગાંઠવાળા હોય છે. બહારની છાલ પીળી, લિસ્સી, ચમકતી હોય છે. વાંસ પોલા અને નક્કર એમ બે જાતના થાય છે. સામાન્ય રીતે બે ગાંઠ વચ્ચેના ભાગે વાંસ અંદર પોલો થાય છે. તેની પર ૭ ઇંચ લાંબા, ભાલા જેવા અણિદાર, નીચેથી ગોળાકાર, ગુચ્છામાં પાન આવે […]
તાવ, લીવરનું પરમ ઔષધ – કડુ પરિચય : દેશી વૈદકમાં તાવમાં ખાસ વપરાતું ‘કડુ‘ (કટુકી, કુટકી) મૂળ હિમાલય-નેપાળને સિક્કીમમાં થતી વનસ્પતિ છે. તેના છોડ બહુ વર્ષાયુ, મૂળા જેવા કંદરૂપ હોય છે. તેનું કાંડ સખત, પાન મૂળમાંથી પેદા થતા આગળથી પહોળા, મૂળ તરફ સાંકડા, ચીકણાં, દાંતીવાળા અને કિનારીવાળા હોય છે. ગાંઠ મધ્યેથી સફેદ રંગના નાનાં પુષ્પોની મંજરી નીકળે છે. ફળ જવ જેવા, મૂળ આંગળી જેવા જાડા, અનેક ગાંઠોવાળા, આછા કાળા રંગના ૧-૨ ઈંચ લાંબા, જરા વાંકા, હળવી કડવી ગંધવાળા થાય છે. દવામાં મૂળ જ વપરાય છે. ગુણધર્મો : કડુ સ્વાદે કડવું, […]
અંદરનો અંધકાર દુર કરવાનું સાધન કયું. * સત્સંગ, * આંતરસુઝ. * નામસ્મરણ. * સત્યને પામવાની તાલાવેલી. અંદરથી ઊજળો કોણ બની શકે ? * જે તત્વમાં લીન રહે તે. * જે ધસાઈ છે અથવા ધસારો ખમી શકે છે તે. -ખેડુતની કોઅ પડી રહે તો સમય જતા કાળી પડી જાય છે જે અન્યને ઉપયોગી થાય છે તે સુવાળૂ અને ઉજળૂ થતુ જાય છે.જે કોઢુ ધસાઈ છે તે કાયમ ચળકતુ રહે છે પડયુ રહેશે તો કટાઈ જશે અને નકામુ થઈ જશે માટૅ અન્યને ખપમાં આવતુ રહેવું.
ગર્ભધારણ ન કરી શકતી સ્ત્રી માટે આશીર્વાદરૂપ – શતાવરી શતાવરીના મૂળ સફેદ, ગુચ્છાદાર, અણીવાળા, લંબગોળ અને ઘન હોય છે. શતાવરી સ્વાદે મીઠી અને સહેજ કડવી છે. તાસીરે તે ઠંડી છે. પચવામાં ભારે, ચીકાશવાળી, વાત- પિત્તશામક અને કફહર છે. તે બળવર્ધક, મેદ્ય, દુઃખાવો અને બળતરા ઘટાડનાર, શરીરને શાંતિ આપનાર, ઘાને રૂઝવનાર, અગ્નિદીપક, હ્રદ્ય, ગર્ભને પોષણ આપનાર અને સ્થાપનાર, ધાવણ વધારનાર, વીર્યની વૃદ્ધિ કરનાર અને રસાયન છે. તે અમ્લપિત્ત, અલ્સર, મોંના ચાંદાં, બળતરા, રક્તપિત્ત, સ્તન્ય ક્ષય, સ્તન્ય દુષ્ટિ, શુક્રાલ્પતા, શીઘ્રપતન, અપુરુષત્વ, લોહીબગાડ, પ્રદર, આંખના રોગ, ક્ષય, દુર્બળતા અને કૃશતામાં સારી છે. શતાવરી […]
ગરમીના દર્દોનું સસ્તું ઔષધ – મોથ (નાગરમોથ) નાગરમોથ સ્વાદે તીખી-તૂરી તથા ગુણે શીતળ અને કફ-પિત્ત દોષનાશક છે. તે કફ-પિત્તના દર્દો,
સંસ્કારોના ઉદેશ પ્રાચીન સમયથી હિંદુઓની એ માન્યતા રહી છે કે મનુષ્ય ચારે બાજુથી અતિમાનવ તત્વોથી ઘેરાયેલો છે, જે ખરાબ અને સારું કરવાની શકિત ધરાવે છે. આ તત્વો જીવનમાં કોઇ પણ મહત્વપૂર્ણ પ્રસંગે વ્યકિતના જીવનમાં સ્ખલન ઊભાં કરી શકે છે. આથી આ અમંગલકારી પ્રભાવોના નિરાકરણ માટે સંસ્કારોની આવશ્યકતા રહેલી છે. અશુભ પ્રભાવોના પ્રતીકાર માટે અશુભ શકિતઓની સ્તુતિ કરાય છે, એમને બલિ અને ભોજન અપાય છે. સ્ત્રીની સગર્ભાવસ્થા, શિશુજન્મ, શૈશવ વગેરે સમયે પણ આ પ્રકારની પ્રાર્થના કરવામાં આવતી. પ્રત્યેક સંસ્કાર વખતે આશીર્વાદ આપવા માટે દેવતાઓની પ્રાર્થના કરાય છે; જેમ કે ગર્ભાધાન સમયે […]
ભારતીય સંસ્કૃતિના મંગલપ્રતિકો… આપણી સંસ્કૃતિના કેટલાક પ્રતીકો છે. જેમાં તે એક પ્રતીકછે. ‘દીપ’. દીપ એ અંધકારને આંબીને પ્રકાશ તરફ લઈ જનાર છે. જીવનને નકારાત્મક વલણ-માંથી હકારાત્મક તરફ લઈ જનાર છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ‘હે ઈશ્વર તું અમારું જીવન પણ આમ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા.’ –દીપમાંની દિવેટ-તેલ એ સ્નેહ સાથે આત્મસમર્પણ કરે છે. બીજાને અજવાળું પોતે સળગી જાય છે. તે શું બતાવે છે? તમે એવું જીવન જીવો કે તમારું જીવન બીજાને પ્રકાશ આપનારું બને. મદદરૂપ બને. તમારા થકી અંધકાર દૂર થાય. તેવો ત્યાગનો સંદેશ લઈને આવે છે. પ્રેમની-સમર્પણની […]