આંતરીક સૌદર્યનું પ્રતિક – શ્રીફળ માણસો બે પ્રકારના હોય છે. અમુક બહારથી સજ્જન દેખાય છે પરંતુ અંદરથી કઠોર, કડવા કે દુર્જન હોય છે. તેઓનો બહારનો દેખાવ જ સજ્જનતાભર્યો કે સુંદર હોય છે. જયારે અમુક માણસો બહારથી કડવા કે અણગમતા જોવા મળે છે. પરંતુ અંદરથી તેઓનું વ્યકિતત્વ અતિ સજજનપૂર્ણ, મીઠી વીરડી સમાન હોય છે, અને આવા માણસો જ મહાપુરૂષો તરીકે પુજાય છે. નાળિયેરનું પણ એવું જ છે તે બહારથી ખરબચડું, રૂંછાવાળું, કઠોર કાંચલા ધરાવતું પરંતુ અંદર કોમળ, મધુર હોય છે અને શ્રી ફળ તરીકે દેવ […]
આપણે કોઈપણ શુભકાર્યની શરૂઆત કરીએ છીએ પરંતુ તે કાર્ય કોઈપણ વિધ્ન વગર પૂર્ણ થાય તેની ખાત્રી પણ રાખીએ છીએ. આ માટે સાથિયો એટલે કે સ્વસ્તિક મંત્ર બોલવામાં આવે છે, અને તેનું પ્રતિક મૂકવામાં આવે છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ ઉલ્લેખો જોવા મળે છે કે ઋષીમુનિઓ પોતાના લેખનની શરૂઆતમાં
સદગુરુ વચનના થવા અધિકારી મેલી દો અંતરનું અભિમાન, માન મેલીને તમે આવો મેદાનમાં, સમજો ગુરુજીની શાન રે … સદગુરુના. અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે નહીં થાય સાચેસાચી વાત, આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે પ્રભુજી દેખાશે આપોઆપ રે … સદગુરુના. સત્સંગ રસ એ તો અગમ અપાર છે, તે તો પીવે કોઈ પીવનહાર, તનમનની જ્યારે સુધબુધ ભૂલાશે ત્યારે અરસપરસ મળશે એકતાર રે … સદગુરુના. ધડ રે ઉપર જેને શીશ નવ મળે એવો ખેલ છે ખાંડા કેરી ધાર, એમ રે તમારું તમે શીશ ઉતારો તો તમને રમાડું બાવન વાર રે … […]
મુજ અબળાને મોટી મીરાત બાઈ; શામળો ઘરેણું મારું સાચું રે. વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી; હાર હરિનો મારે હૈયે રે. ચિત્તમાળા ચતુરભૂજ ચૂડલો; શીદ સોની ઘેર જઈએ રે. ઝાંઝરિયાં જગજીવન કેરાં; કૃષ્ણજી કલ્લાં ને રાંબી રે. વિંછુવા ઘૂઘરા રામ નારાયણના; અણવટ અંતરજામી રે. પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી; ત્રિકમ નામનું તાળું રે. કૂંચી કરાવું કરુણાનંદ કેરી; તેમાં ઘરેણું મારું ઘાલું રે. સાસરવાસો સજીને બેઠી; હવે નથી કંઈ કાચું રે. બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર; હરિને ચરણે જાચું રે.
न द्वितीयो न तृतीयश्चरुर्थो नाप्युच्यते । न पंचमो न षष्ठः सप्तमो नाप्युच्यते । नाष्टमो न नवमो दशमो नाप्युच्यते । स सर्वस्मै विपष्यति यच्च प्राणति यच्च न । तमिदं निगतं सहः स एष एक एक वृदेक एव । सर्वे अस्मिन् देवा एकवृतो भवन्ति । ન તો એ બીજો છે, ન ત્રીજો અને ન ચોથો. ન તો એ પાંચમો છે, ન છંઠો અને ન સાતમો. ન તો એ આઠમો છે, ન નવમો અને ન દસમો. શ્વાસ લેનાર અને શ્વાસ ન લેનાર દરેકની એ દેખભાળ રાખે છે. સામર્થ્યનો ભંડાર એ એક જ છે. […]
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અર્જુન બોલ્યા – સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ, કેશવ બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુદ્ધિનો ૧ શ્રી ભગવાન બોલ્યા — મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે, રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો.૨ દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ; ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુદ્ધિનો.૩ આસક્ત નહિ જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભા; ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૪ કાચબો જેમ અંગોને, તેમ જે વિષયોથકી સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ૫ નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં; રસ રહી જતો તેમાં, તે ટળે […]
૯. નવમુખી ૐ હીં વં યં લં રં ૧૦. દસમુખી ૐ ક્લી વ્રી ૐ ૧૧. અગિયારમુખી ૐ રું ક્ષૂં મૂં યૂં ઔ ૧૨. બારમુખી ૐ હીં ક્ષૌં ધૃણિઃ શ્રી ૧૩. તેરમુખી ૐ ઈ યાં આપઃ ૐ ૧૪. ચૌદમુખી ૐ ઔં હસ્ફ્રેં ખબ્કે હસખ્કેં રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ રુદ્રાક્ષ ધારણ કરવાની શાસ્ત્રોમાં અનેક વિધિઓ બતાવવામાં આવી છે. એ તમામ વિધિઓમાં ઊંડા ન ઉતરતા રુદ્રાક્ષ ધારણ કરવાની સર્વસામાન્ય વિધિ વિશે જોઈએ. ૧. પ્રત્યેક રુદ્રાક્ષને સોમવારના દિવસે પ્રાતઃવિધિ પતાવીને શિવમંદિર અથવા ઘરના પવિત્ર સ્થળે બેસીને ગંગાજળ અને દૂધથી ધોઈ ઉપર્યુક્ત મંત્રોનો જાપ કરીને […]
ભક્તનો ભગવાન પ્રત્યેનો પ્રેમભાવ અપાર છે, તે પ્રભુને પ્રસન્ન કરવા માટે ફળ,ફૂલ, પાન જેવી પૂજા સામગ્રીનો ઉપયોગ તો કરેજ છે ઉપરાંત દહીં, દૂધ, સાકર, મધ, ઘી વગેરેમાંથી બનાવેલ પંચામૃતનો પણ ઉપયોગ કરે છે. આ પાંચ વસ્તુઓમાંથી બનાવેલ પંચામૃતનો ઉપયોગ ભગવાનને સ્નાન કરાવવામાં થાય છે. ભક્તની ભાવના ખૂબ જ સારી છે, ભગવાન શુધ્ધ તત્વોથી સ્નાન કરી પછી ભોજન કરવા બેસે તો સારી રીતે પેટ ભરીને ભોજન લઈ શકે, ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉપયોગમાં લેવાતું, પાંચ જુદાં જુદાં તત્વોનું બનેલું પંચામૃત દરેક દેવના પૂજન માટે ઉપયોગમાં લેવાય છે. પછી તે શ્રી કૃષ્ણની […]
ઈશ્વરે સુષ્ટિની રચના કરી ત્યારે તેઓમાં પણ સ્ત્રી અને પુરૂષના સંયુક્ત ગુણો આવ્યા. ભગવાને આ બંને પ્રકારના ગુણોને યોગ્ય ન્યાય આપવા દેવી ઉમા એટલે કે પાર્વતીજીને અર્ધુ અંગ આપી દીધું. ભગવાન માત્ર શક્તિ જ નહોતા ધરાવતા તેનામાં દય, પ્રેમ, લાગણીશીલતા વગેરે ભાવ ઉપરાંત નિડરતા, સંસ્કારીતા વગેરે ગુણો પણ સમાયેલા હતા. આ સ્ત્રી-પુરૂષોના સંયુક્ત ગુણોને કારણે શિવજી અને ઉમાજી સંયુક્ત રીતે અર્ધનારીશ્વર કે અર્ધનારીનટેશ્વર કહેવાયા. આ બાબતને થોડી જુદી રીતે કહીએ તો અર્ધનારીનટેશ્વર કહેવાયા. આ બાબતને થોડી જુદી રીતે કહીએ તો અર્ધનારીશ્વરમાં સ્ત્રી-પુરૂષ, પાર્વતી-શિવ તેમજ પ્રકૃતિ અને પુરૂષ બંનેના લક્ષણોનું એકીકરણ […]