મૃત્‍યુ નજીક આવે ત્‍યારે કરાનારી કેટલીક ક્રિયાઓનું વર્ણનઃ મૃત્‍યુ નજીક આવે ત્‍યારે કરાનારી કેટલીક ક્રિયાઓનું વર્ણન પરંપરાપ્રાપ્‍ત છે. ભાવિ કલ્‍યાણ માટે બ્રાહ્મણો અને નિર્ધનોને દાન અપાય છે. દાનમાં ગાયનું દાન મૂલ્‍યવાન છે. એ ‘વૈતરણી’ કહેવાય છે, કેમ કે પાતાળ લોકની વૈતરણી નદીને પાર કરવા મૃત વ્યકિત માર્ગદર્શક મનાય છે. મૃત્‍યુના આગમન સમયે મરનારનું શરીર સ્‍વચ્‍છ ભૂમિ પર રખાય છે. અગ્નિ પ્રજવલિત કરાય છે. એનું મસ્‍તક ઉત્તર દિશા તરફ રખાય છે. વેદોના મંત્રોચ્‍ચાર તેના કાન પાસે કરાય છે.ગંગાજળ, તુલસીપત્ર વગરે મોંમાં મુકાય છે, દીવો પ્રગટાવાય છે, મંત્રોચ્‍ચાર કે શ્ર્લોકોચ્‍ચાર કરાય છે, […]

આફતને અવસરમાં ફેરવતી મનની ૧૧ શક્તિઓ વિશે જાણો ૧.પ્રબળ ઇચ્છાશક્તિ વ્‍યક્તિની કોઈપણ કારણથી ઈચ્છાશક્તિ તૂટે ત્યારે તે કાર્ય કરી શકતો નથી અને કાર્ય ન કરવાનાં કારણો શોધે છે. પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવતી વ્યક્તિઓએ ઈતિહાસ રચ્યો છે અને માનવજાતને પ્રગતિના પંથે લઈ ગયા છે. ગાંધીજીની આઝાદી માટેની પ્રબળ ઇચ્છાશક્તિએ ભારતના લોકોને જાગૃત કરી આઝાદી મેળવી. તેનસીંગ જેવી પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતી વ્‍યક્તિઓએ જીવસટોસટનાં સાહસો કરી પોતાનાં નામ અમર કરી દીધાં છે. ગરીબ કુટુંબમાં જન્મેલા પરંતુ પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતા માનવોએ મોટા ઉદ્યોગો સ્થાપ્યા છે અને હજારો માણસોને રોજી આપી છે. ૨. ઉમદા નિર્ણયશક્તિ વ્યક્તિ […]

ભારતના વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘ અભ્યાસ/શૈક્ષણિક લાયકાત ૧૯૫૦ : ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઓનર્સ), અર્થશાસ્ત્ર સાથે પ્રથમ ક્રમાંક. ૧૯૫૨ : ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ. (અર્થશાસ્ત્રમાં) પ્રથમ ક્રમાંક. ૧૯૫૪ : કેમ્બ્રિજની સેન્ટ જોન્સ કોલેજમાં ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવવા માટે રાઇટ્સ પ્રાઇઝ. ૧૯૫૫ અને ૧૯૫૭ : યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ રેનબ્યુરી સ્કોલર. ૧૯૫૭ : ડીફિલ (ઓક્સફર્ડ), ડીલિટ (ઓનોરિસ કૌસા) , ‘નિકાસ ક્ષેત્રે ભારતની સ્પર્ધાત્મકતા’ વિષય પર મહાનિબંધ લખી પી.એચ.ડી. થયા. ૧૯૫૭-૫૯ : પ્રોફેસર (વરિષ્ઠ લેક્ચરર) ૧૯૫૯-૬૩ : રિડર ઇકોનોમિક્સ ૧૯૬૩-૬૫ : પંજબ યુનિવર્સિટી, ચંડીગઢના અર્થશાસ્ત્રના પ્રોફેસર ૧૯૬૯-૭૧ : દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, દિલ્હી યુનિવર્સિટીના ઇંટરનેશનલ ટ્રેડ વિષયના […]

ઝાડા, મરડાનું ઔષધ – ઓજમીજીરું/ઈસબગુલ પરિચય : ઓથમીજીરું (સ્નિગ્ધ જીરક, ઈસબગોલ) મૂળ મિસર દેશનું વતની, હાલ ગુજરાતના ઊંઝા-મહેસાણા જિલ્લામાં તેની મોટા પાયે ખેતી થાય છે. એને ઊમતું જીરું કે ઘોડા જીરું પણ કહે છે. તેના છોડ એક ફુટની ઊંચાઈના, પાન-ચપટા, લાંબા અને અણીદાર થાય છે. તેની પર ઘઉંની જેવી ઉંબીઓ (ડૂંડા) થાય છે. તેમાં નાના હોડકા જેવા નાનાં, લાલ ભૂરા રંગના બી થાય છે. તેના આંતર્ગોળ ભાગમાં સફેદ પાતળું પડ, ભૂસીરૂપે અલગ કરાય છે. તેને જ ઈસબગુલ કે ઇસબગોળ કહે છે. જે આજકાલ ઝાડા-મરડાના દર્દમાં વૈદકમાં ખૂબ મોટા પાયે વપરાય […]

ખાંસી અને દમની અકસીર ઔષીધ – ભારંગી પરિચય : નગોડ કુળની આ બહુવર્ષાયુ વનસ્પતિ (ભારંગી)ના ઝાડ ૫ થી ૮ ફુટ ઊંચા ખાસ હિમાલયની તળેટી, નેપાળ, આસામ, પશ્ચિમ ઘાટ ને દક્ષિ‍ણ ભારતમાં થાય છે. ગુજરાતમાં તેનાં મૂળ (ભારીંગમૂળ) દવા તરીકે ગાંધીને ત્યાં ખાસ વેચાય છે, તે દમ, શરદી ખાંસીની અકસીર દવા છે. તેની પર બહુ ઓછી ડાળીઓ થાય છે. પાન ૭-૮ ઈંચ લાંબા, લંબગોળ અને ૧-૨ ઈંચ પહોળાં મહુવાનાં પાન જેવા અણીદાર, લૂખા અને ઉપલા ભાગે કાળા ધાબાયુક્ત થાય છે. તેની પર મંજરીરૂપે ગુચ્છામાં સુંદર બે શાખા પર પુષ્‍પો પ્‍યાલી આકારનાં […]

જ્ઞાન શેના વિના અધુરુ છે? * ભક્તિના પુટ વિના   આત્મજ્ઞાન કોને કહેવાય? * હું કોણ છું તેનો યર્થાથરુપે જાણવું.   જ્ઞાન કોનામાં પ્રગટે? * જે પોતાપણું ટાળી શકે તેનામાં. -હું પણાની અને મારાપણાની વિચારમાંથી ટાળી દઈએ તો મુક્તિનો ભાવ થાય.   જ્ઞાનનિ ઉદય થયો તે કેવી રીતે જાણી શકાય? * વર્તમાનમાં ચિત સ્થિર થાય. * ઇચ્છાઓ પલાઠી વાળીને બેસી જાય. * રાગ-દ્રેષ સમી જાય. * નિર્ભયતા અને આનંદનો અનુભવ થાય.   જ્ઞાનન્ ભુમિકાઓ કેટલી?કઈ કઈ ?   *સાત – શુભેચ્છા; નિત્ય- અનિત્યનો વિવેક જાણવો ; સતવચનો વાંચવાં-સાંભળવા; સદવૃતિ રાખવી […]

બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ.   બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષાના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે. તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે, અને થડને વિશે વેદાન્તના અર્કની અભિવ્યક્તિ છે. બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય છે: […]

જ્ઞાન પ્રાપ્તિની તૈયારી માટેનાં સાધનો કયાં? * અંતરંગ સાધનો- -શ્રવણ,મનન,નિદિધ્યાન; * બહિરંગ સાધનો- – વિવેક,વૈરાગ્ય,ષટસંપતિ અને મુમુક્ષવૃતિ. -આ ઉપરાંત નિષ્કામ ઉપાસના અને નિષ્કાન કર્મને પણ ગણાવી શકાય.

શિયાળામાં શ્રેષ્ઠ અશ્વગંધા આયુર્વેદમાં વનસ્પતિનાં મૂળ એવું અશ્વગંધા મહત્ત્વનું સ્થાન ધરાવતું ઔષધ છે. તેનો સ્વાદ તૂરો, કડવો છે. આ ઔષધ ઉષ્ણવીર્ય, વાયુ અને કફને મટાડનારી, વાજીકર, વય:સ્થાપન છે. શિયાળામાં અશ્વગંધા શ્રેષ્ઠ ઔષધ છે.

સ્વધર્મમાં નિષ્ઠા, સહિષ્ણુતા અને સર્વ પ્રત્યે આદર : 199. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. 200. ભગવાન તથા ભગવાનના વરાહદિક અવતારોનું યુક્તિપૂર્વક ખંડન કર્યું હોય એવા ગ્રંથ ક્યારેય ન માનવા અને ન સાંભળવા. 201. અજ્ઞાની મનુષ્યની નિંદાના ભયથી ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહિ. 202. જેનાં વચન સાંભળવાથી ભગવાનની ભક્તિ ને પોતાના ધર્મ થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથાવાર્તા ન સાંભળવી. 203. ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે બીજા કોઈ ક્ષુદ્ર્નાં સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. (સ્વામિનારાયણ મહામંત્રનો જપ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors