હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી. હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી. હે પરમકૃપાળુ વ્હાલા, મેં પીધાં વિષનાં પ્યાલા, વિષને અમૃત કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી. ભલે છોરું કછોરું થાયે, તોયે તું માવતર કહેવાયે, મીઠી છાયા દેનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો? મારા સાચા ખેવનહારા, તારી કરૂણાનો કોઇ પાર નથી. મારું જીવન છે ઉદાસી, તારે ચરણે લે અવિનાશી, રાધાનું દિલ હરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.
બારિસ્ટિર તો થયા – પણ પછી ? બારિસ્ટર થવા સારુ બે વસ્તુની જરૂર હતી. એક તો ‘ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. તેવાં બાર સાચવવાં. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવાં એનો અર્થ ‘ખાણાં ખાવાં’ ; એટલે કે, દરેક સત્રમાં લગભગ ચોવીસ ખાણાં હોય તેમાંથી છ ખાવાં. ખાણાં ખાવાં એટલે ખાવું જ એવો નિયમ નહીં; પણ નીમેલે વખતે હાજર થવું ને ખાણું પૂરુ થવાનો વખત થાય ત્યાં સુધી બેઠા રહેવું. સામાન્યા રીતે તો સૌ ખાય ને પીએ જ. ખાણામાં સારી સારી વાનીઓ હોય, અને પીવામાં સારો […]
મહાપ્રદર્શન મેં પારીસમાં અન્નાહારનું એક મકાન હતુ એ વિશે વાંચ્યું હતું. ત્યાં એક કોટડી રોકી. ગરીબાઇથી મુસાફરી કરી પારીસ ગયો. સાત દિવસ રહ્યો ઘણુંખરું બધું જોવાનું પગપાળા જ કર્યું. સાથે પારીસની, તે પ્રદર્શનની ગાઇડ ને તેનો નકશો રાખ્યાં હતા. તેને આધારે રસ્તાઓ શોધીને મુખ્યી વસ્તુઓ જોઇ. પ્રદર્શનની વિશાળતા અને વિવિધતા સિવાય બીજું મને કંઇ યાદ નથી. એફિલ ટાવર ઉપર તો બેત્રણ વેળા ચડેલો, એટલે તેનું સ્મરણ ઠીક છે. પહેલે મજલે ખાવાની સગવડ પણ હતી. એટલે ઊંચે ભોજન કર્યાનું કહી શકવા ખાતર ત્યાં ખાણું ખાધું ને સાડા સાત શિંલિગમાં દીવાસળી મેલી. […]
નારાયણ હેમચંદ્ર આ જ અરસામાં સ્વ. નારાયણ હેમચંદ્ર વિલાયતમાં આવ્યા હતા. લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું હતું. તેમને હું નૅશનલ ઇન્ડિયન ઍસોસિયેશનવાળાં મિસ મૅનિંગને ત્યાં� મળ્યો. મિસ મૅનિંગ જાણતાં હતાં કે મને બધાની સાથે ભળતાં નહોતું આવડતું. હું તેમને ત્યાં જતો ત્યારે મૂંગે મોઢે બેઠો રહેતો; કોઇ બોલાવે તો જ બોલું. તેમણે નારાયણ હેમચંદ્રની ઓળખાણ કરાવી. નારાયણ હેમચંદ્રને અંગ્રેજી નહોતું આવડતું. તેમનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન પહેર્યું હતું. ઉપર ચોળાઇ ગયેલો, કાંઠલે મેલો, બદામી રંગનો કોટ હતો. નેકટાઇ કે કૉલર નહોતાં. કોટ પારસી ઘાટનો પણ ડોળ વિનાનો. માથે […]
નિર્બળ કે બળરામ આ બૌદ્ધિક ધર્મજ્ઞાનના મિથ્યાત્વકનો અનુભવ મને વિલાયતમાં મળ્યો. પૂર્વે એવા ભયમાંથી હું બચ્યો તેનું પૃથક્કરણ કરી શકાય તેમ નથી. મારી તે વેળા બહુ નાની ઉંમર ગણાય. પણ હવે તો મારી ઉંમર વીસ વર્ષની હતી. ગૃહસ્થાશ્રમનો ઠીક અનુભવ મેળવ્યો હતો. ઘણું કરીને મારા વિલાયતના વસવાટના છેલ્લા વર્ષમાં, એટલે ૧૮૯૦ની સાલમાં, પોર્ટસ્મથમાં અન્નાહારીઓનું સંમેલન હતું. તેમાં મને અને એક હિંદી મિત્રને આમંત્રણ હતું. અમે બન્નેં ત્યાં ગયાં. અમને બન્ને ને એક બાઇને ત્યાં ઉતારો આપવામાં આવ્યો હતો. પોર્ટસ્મથ ખલાસીઓનું બંદર ગણાય છે. ત્યાં ઘણાં ઘરો દુરાચરણી સ્ત્રી ઓનાં હોય […]
ધાર્મિક પરિચયો વિષયોનું ચિંતન કરનારનો પ્રથમ તેને વિશે સંગ ઊપજે છે, સંગની કામના જન્મેલ છે. કામનાની પાછળ ક્રોધ આવે છે, ક્રોધમાંથી સંમોહ, સંમોહમાંથી સ્મૃતિભ્રમમાંથી બુદ્ધિનાશની થાય છે, ને અંતે તે પુરુષનો પોતાનો નાશ થઇ શકે છે. એ શ્ર્લોકની મારા મન ઉપર ઊંડી અસર પડી. તેના ભણકારા મારા કાનમાં વાગ્યાં જ કરે. ભગવદગીતા અમૂલ્ય ગ્રંથ છે એમ મને તે વેળા ભાસ્યું. તે માન્યતા ધીમે ધીમે વધતી ગઇ અને આજે તત્વજ્ઞાનને સારુ તેને હું સર્વોતમ ગ્રંથ ગણું છું. મારા નિશાનના સમયે તે ગ્રંથે મને અમૂલ્ય સહાય કરી છે. તેના અંગ્રેજી તરજુમા લગભગ […]
અસત્યયરૂપી જેવો શરમાળ તેવો જ ભીરુ હતો. વેંટનરમાં જે ઘરમાં હું રહેતો હતો તેવા ઘરમાં, વિવેકને અર્થે પણ, ઘરની દીકરી હોય તે મારા જેવા મુસાફરને ફરવા લઇ જાય. આ વિવેકને વશ થઇ આ ઘરધણી બાઇની દીકરી મને વેંટનરની આસપાસની સુંદર ટેકરીઓ ઉપર લઇ ગઇ. મારી ચાલ કંઇ ધીમી નહોતી. પણ તેની ચાલ મારા કરતાં પણ તેજ. એટલે મારે તેની પાછળ ઘસડાવું રહ્યું. એ તો આખો રસ્તો વાતોના ફુવારા ઉડાવતી ચાલે, ત્યાએરે મારે મોઢેથી કોઇ વેળા ‘હા’ કે કોઇ વેળા ‘ના’ નો સૂર નીકળે. બહુ બોલી નાખું તો ‘કેવું સુંદર ! […]
શરમાળપણું – મારી ઢાલ અન્નાહારી મંડળની કાર્યવાહક સમિતિમાં હું ચુંટાયો તો ખરો, અને ત્યાં દરેક વખતે હાજરી પણ ભરતો, પણ બોલવાને જીભ જ ન ઊપડે. મને દા. ઓલ્ડઅફિલ્ડા કહે, ‘તું મારી સાથે તો ઠીક વાતો કરે છે, પણ સમિતિની બેઠકમાં તો કદી જીભ જ નથી ઉપાડતો. તને નરમાખની ઉપમા ઘટે છે.’ હું આ વિનોદ સમજયો. માખીનો નિરંતર ઉદ્યમી રહે છે, પણ નરમાખ ખાતો પીતો રહે છે ને કામ કરતો જ નથી. સમિતિમાં બીજા સૌ પોતપોતાના અભિપ્રાય દર્શાવે ત્યારે હું મૂંગો જ બેસી રહું એ કેવું ? મને બોલવાનું મન ન […]
ખોરાકના પ્રયોગો ઘેરમાં મીઠાઇઓ, મસાલા વગેરે મંગાવ્યા હતાં તે બંધ કર્યા અને મને બીજું વલણ લીધું. તેથી મસાલાઓનો શોખ મોળો પડી ગયો અને જે ભાજી રિચમંડમાં મસાલા વિના ફીફી લાગતી હતી તે કેવળ બાફેલી સ્વાદિષ્ટે લાગી. આવા અનેક અનુભવની હું શીખ્યોજ કે સ્વાદનું ખરુ સ્થાન જીભ નથી પણ મન છે. આર્થિક દષ્ટિ તો મારી સામે હતી જ. તે વખતે એક પંથ એવો હતો કે જે ચાકૉફીને નુકસાનકારક ગણતો અને કોકોનું સમર્થન કરતો. કેવળ શરીરવ્યાપારને અર્થે જોઇએ તે જ વસ્તુ લેવી એ યોગ્ય છે એમ સમજયો હતો. તેથી ચાકૉફીનો મુખ્યત્વે ત્યાગ […]
જીવનમાં પરિવર્તન મારી રહેણી ઉપર મારો અંકુશ હતો તેથી હું જોઇ શકયો કે મારે કેટલું ખર્ચ કરવું જોઇએ. હવે મેં ખર્ચ અડધું કરી નાખવાનો વિચાર કર્યો. હિસાબ તપાસતાં જોયું કે મને ગાડીભાડાનો ખર્ચ સારી પેઠે થતો હતો. વળી કુટુંબમાં રહેવાથી અમુક રકમ તો અઠવાડિયે જાય જ. કુટુંબનાં માણસોને કોઇ દહાડો જમવાને બહાર લઇ જવાનો વિવેક વાપરવો જોઇએ. વળી તેમની સાથે મિજબાનીમાં કોઇ વેળા જવું પડે ત્યાં ગાડીભાડાનો ખર્ચ થાય જ. છોકરી હોય તો તેને ખર્ચ આપવા ન જ દેવાય. વળી બહાર જઇએ તો ઘેર ખાવાને પહોંચાય નહીં. ત્યાં તો પૈસા […]