દેશ અને દુનિયાના સામાન્ય માનવીએ એવી ચિકિત્સા પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેમાં એક રૂપિયાનો પણ ખર્ચ કર્યા વગર તમામ આરોગ્ય પ્રાપ્ત કરી શકાય. અને આ પદ્ધતિ યોગ સિવાય બીજો કોઈ પણ નથી. પતંજલિ યોગપીઠ યોગ અને આયુર્વેદના અદ્દભુત સંગમ છે. જેઓ આર્થિક કારણોસર એલોપથીનો મોંઘો ઉપચાર મેળવી શકતા નથી તેઓને પણ યોગના માર્ગે સરળ, સહજ, પ્રામાણિક અને વૈજ્ઞાનિક ઉપચાર મળે છે. યોગ વિજ્ઞાન થી સંપૂર્ણ શરીરની ચિકિત્સા થાય છે. યોગના અભ્યાસથી આત્મા, મન અને ઇન્દ્રિયોને પ્રસન્નતા અને આરોગ્ય મળે છે.
•દોઢ-બે તોલા મેથી રોજ ફાંકવાથી વા મટે છે. •કોઈપણ પ્રકારના શૂળ-પડખાં, છાતી, હ્રદય કે માથામાં દુઃખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરીને તેના પર માલિશ કરવાથી તરત આરામ થાય છે. આવા પ્રસંગે બે ચમચી તુલસીનો રસ પી જવો. •મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ ૮-૧૦ દિવસ ખાવાથી કમરનો દુઃખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલાં અંગો છૂટાં પડે છે અને હાથ-પગે થતી કળતર પણ મટે છે. •અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર-સાંજ ખાવાથી કમરનો દુઃખાવો મટે છે. •સૂંઠ અને […]
* કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે. *અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે. *દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે. *તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે. *એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે. *દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે અને ફેફસાં સાફ બને છે. *આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને […]
•કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે. •કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે. •લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે. •લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. •મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે. •મરીનું ચૂર્ણ સાકર, ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. •એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે. •થોડી હિંગ શેકી, તેને ગરમ પાણીમાં મેળવી, પીવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.રાઈને વાટી મધ સાથે મેળવીને ખાવાથી શરદી મટે છે.ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.અજમાને વાટી તેની પોટલી સૂંઘવાથી શરદી મટે છે.ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે […]
કોઈપણ જાતનો તાવ આવ્ય હોય તો ફૂદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે. સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી. કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મિનિટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે.લસણની કલી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.તુલસી અને સુરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.ફલૂના તાવમાં કાંદાનો […]
આજના ઝડપના યુગમાં તમામ વાહનોની સ્પીડ ખૂબ વધી ગઇ છે. લોકો આજે જેટ પ્લેનની ઝડપથી બાઇક, સ્કૂટર, કાર ચલાવતા થઇ ગયા છે. જયારે અકસ્માત થાય છે ત્યારે વાહનનો તો ભૂકો થઇ જ જાય છે સાથે સાથે તેમાં બેઠેલા પણ માૃત્યુ પામે છે. અથવા ગંભીર રીતે ઘવાય છે. કોઇ વખત સામાન્ય ઇજા પણ થાય છે. માત્ર વાહન ચલાવવાથી જ આવું થાય છે તેમ નથી. આપણે કયાંકથી આવતા હોઇએ અને સામેથી કોઇ ગફલતભરી રીતે આવે તો પણ આપણને અકસ્માતે ઇજા થઇ શકે છે. કોઇ વખત ચપ્પુ વાગી જાય કે કયાંકથી લપસતાં કે […]