રૂચિકર અને કામોદ્દીપક – નાગરવેલ પરિચય : દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોરવાડમાં તથા દક્ષિણ ગુજરાતમાં નવસારી-વલસાડ તરફ નાગરવેલ (નાગવલ્લી, તામ્બુલ પત્ર)ની બહુવર્ષાયુ અને પ્રસરણશીલ વેલ થાય છે. આપણે પાનવાળાની દુકાને જઈ, જે ‘તાંબુલ‘ પાન ખાઈએ છીએ, તે નાગરવેલના જ પાન હોય છે. માત્ર ભારતમાં જ તે વિવિધ પ્રદેશોમાં થાય છે. તેની પ્રદેશ મુજબ અનેક જાતો થાય છે. ભારતમાં પ્રાચીન સમયથી ભોજન પછી પાન ખાવાની પ્રથા છે. નાગરવેલ ૧૫-૨૦ ફુટ લાંબી, મજબૂત ગાંઠોવાળી હોય છે. તેના પાન ૩ થી ૮ ઇંચ લાંબા, હ્રદયાકાર, સાત શિરાવાળા, ચીકણા, આગળથી અણીદાર અને લીલા કે પોપટી રંગના […]
મગજશક્તિ વર્ધક ઉત્તમ ઔષધિ – બ્રાહ્મી (સોમવલ્લી) પરિચય : આયુર્વેદમાં યાદશક્તિ (સ્મૃતિ), વૃદ્ધિ અને મેધાશક્તિ જેવી માનસિક શક્તિઓ વધારવા માટેની સર્વોત્તમ ઔષધિ ‘બ્રાહ્મી‘(બ્રાહ્મી, બિરહમી-બ્રાહ્મી) ગણાય છે. બ્રાહ્મીનાં વેલા જમીન પર, પ્રાયઃ ચોમાસામાં કે જ્યાં પાણી વધુ મળતું હોય ત્યાં લાંબા લાંબા તાંતણા સાથે પ્રસરે છે. તે વર્ષાયુ છે. વેલના સાંધા સાંધા પર મૂળ, પાન, ફૂલ અને ફળ આવે છે. દરેક સાંધા પર એક જ પાન આપે છે. પાન અખંડ, ગોળ જેવા ૧-૨ થી દોઢ ઈંચ લાંબા-પહોળાં, ૭ જેટલા થાય છે. તેનાં મૂળ દોરા જેવા પાતળા હોય છે. ગુજરાતમાં વડોદરા, સુરત, […]
અનેક રોગનાશક : ગર્ભપ્રદ ઉપયોગી ઔષધિ – સાગ પરિચય : ગુજરાતમાં આખા ગિરનારના જંગલોમાં સાગ (દ્વારદારુ, શ્રેષ્ઠકાષ્ઠ/સાગી, સાગવાન)નાં અસંખ્ય વૃક્ષો થાય છે. સાગનું લાકડું ખૂબ કઠણ હોઈ, તે ઈમારતી તથા ફર્નિચર કામમાં ખૂબ વ્યાપકપણે વપરાય છે. સાગના ઝાડ ૨૦ થી ૧૫૦ ફીટ જેટલા ઊંચા ને સીધા થાય છે. એની ડાળીઓ-થડ બધા સફેદ રંગના હોય છે. સાગના પાન લગભગ દોઢ ફુટ લાંબા-પહોળાં હોય છે. આ પાનને હાથમાં રાખી ચોળવાથી લાલ રંગ હાથે લાગે છે. ઝાડની ડાળીઓના છેડે ફૂલના પુષ્પ મંડપો થાય છે. સાગના ફૂલ અનેક સંખ્યામાં સફેદ રંગના, સીધા અને રુંવાટીદાર […]
ઝાડા – મરડો અને ઉદરશૂળની ઔષધિ – મરડાશીંગી પરિચય : ગુજરાતમાં વનસ્પતિ ઉદ્યાનો, પહાડી તથા જંગલોમાં ૮ થી ૯ ફીટ ઊંચાઈના મરડાશીંગી (આવર્તકી, મેષશ્રૃંગી, મરોડફલી)ના ઝાડ થાય છે. તેના પાન ગોળાકાર, ૨ થી ૪ ઈંચ લાંબા, અને ૨ થી ૩ ઈંચ પહોળા હોય છે. તેની પર લાલ રંગના ફૂલ થાય છે. તેની ઉપર ૧ થી ૨ ઇંચ લાંબી દોરડા જેવી વળદાર પેન્સિલથી પાતળી શીંગો ગુચ્છામાં આવે છે. શીંગો કાચી હોય ત્યારે લીલા રંગની પણ પાકી કે સૂકાયેલી કાળા-ઘૂસર રંગની થાય છે. આ વનસ્પતિની ફળી (શીંગ) આયુર્વેદમાં ઝાડા-મરડાની દવારૂપે ખાસ વપરાય […]
કાંટાળી વનસ્પતી – થોર થોરની અનેક જાતો છે. તેમાં ત્રિઘારો, ચોઘારો, ગોળ, ડાંડલિયો, ખરસાણી, હાથલો વગેરે મુખ્ય છે, જે વાડ તરીકે કામ આવે છે. ડ્રોઇંગ રૂમની સજાવટ માટે બીજા અનેક પ્રકારના કેકટ્સ જોવા મળે છે. આપણે ત્યાં ત્રિઘારો અને ખરસાણી થોર દવામાં વપરાય છે. થોરનો રસ કડવો, તાસીરે ગરમ, પચવામાં હલકો, ચીકાશવાળો, જલદ, કફ-વાતહર, તીવ્ર વિરેચક અને મળને તોડનાર છે. પાંડુ, પેટના રોગ, ગોળો, ઝેર, જલોદર, સોજા, પ્રમેહ, ગાંડપણ, કબજિયાત વગેરેમાં તે ખાસ આપી શકાય. થોરનું દૂધ, તેના પાન વગેરે ઔષધ તરીકે વપરાય છે. પેટમાં દુઃખતું હોય તો થોરના દૂધનો […]
મંદપાચન, પેટના દર્દોની અકસીર ઔષધિ – લીંડીપીપર, પીપરીમૂળ પરિચય : ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ગણદેવી-સુરત-મરોલી તરફ લીંડીપીપર ( પિપ્પલી, પીપલ છોટી, ગ્રંથિક, પીપલામૂલ) ખાસ થાય છે. તેના બહુવર્ષાયુ વેલા થાય છે. તેના પાન નાગરવેલના પાનને અદ્દલ મળતા આવે છે. ફકર તેમાં એટલો છે કે લીંડીપીપરના ડીંટડાં પાસે ખાંચા હોય છે. જે નાગરવેલના પાનને હોતા નથી. શાખાની ઉપરના મોટા અને પહોળા તથા પાંચ-સાત નસોવાળા અને લાંબા ડીંટડાવાળા હોય છે. પાન ખૂબ સુંવાળા, ચીકણાને અણીદાર હોય છે. તેની પર એકલિંગી પુષ્પદંડ ૧-૩ ઈંચ લાંબો અને સ્ત્રી પુષ્પદંડ અર્ધો ઈંચ લાંબો હોય છે. વેલ […]
ગરમીનાં દર્દોની સુલભ ઔષધિ – ગરમાળો પરિચય : રસ્તા અને ખાનગી જાહેર બાગ-બગીચામાં ગરમાળા (આરગ્વધ, અમલતાસ)ના સુંદર પુષ્પો અને શીતળ છાંયા આપતા વૃક્ષો સર્વત્ર ખાસ વવાય છે. તેનાં વૃક્ષો ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા અને પાન સંયુક્ત, એક થી દોઢ ફૂટ લાંબી સળી પર થાય છે. તેની ઉપર ચૈત્ર-વૈશાખમાં પીળા, કેસરી કે રાતા રંગના સુંદર, અલ્પ મધુરી વાસના, પાંચ પાંખડીના પુષ્પો થાય છે. ઝાડ ઉપર અંગુઠાથી જાડી, ગોળ અને દોઢ બે ફૂટ લાંબી, રતાશ પડતા કાળા રંગની શીંગો થાય છે. આ શીંગો લીસી, ચળકતી અને અંદર અનેક ખાનાવાળા, પુષ્કળ બી […]
કેશ શુદ્ધ કરી તેની રક્ષા કરનાર – શિકાકાઈ પરિચય : ભારત અને ગુજરાતના જંગલોમાં ચિકાખાઈ (વિમલા, સાતલા/શિકાકાઈ)ના ઘણા મોટા અને કાંટાવાળા ઝાડવા થાય છે. તેની ડાળીઓ ભૂખરા અને સફેદ ધાબાવાળી હોય છે. એનાં પાંદડા ખૂબ બારીક, સામસામે સળી પર ૨૦-૨૨ની જોડમાં થાય છે. જાળીઓ પર નાના હુક જેવા કાંટા હોય છે. પાન ખાટા રેચક અને ૨ થી ૪ ઈંચ લાંબા થાય છે. ફૂલ ગોળાકાર ઉપર રેસા કે પુંકેસરવાળા હોય છે. તેની પર રેષાકાર, લંબગોળ, માંસલ અને નવી હોય ત્યારે જાડી પણ સુકાયેથી પાતળી-કરચલીવાળી, લાલ રંગની શીંગો (ફળી)થાય છે. શીંગ અરીઠા […]
લીવર, માસિક અને દાઝ્યાનું પરમ ઔષધ – કુંવાર પાઠું પરિચય : ગુજરાત અને ભારતમાં ઘરગથ્થુ ઔષધિ તરીકે વપરાતી કુંવાર પાઠું (કુમારી, ગ્વારપાઠા) ઔષધિનાં છોડ વેરાન ભૂમિમાં આપમેળે ઊગી નીકળે છે, તેમજ તેને ઘર આંગણે કુંડામાં કે બાગ-બગીચામાં ખાસ વવાય છે. તેના બહુવર્ષાયુ છોડ ૨ થી ૩ ફુટ ઊંચા થાય છે. તેના મૂળમાંથી ચારે તરફ જાડા, ચીકણા પાણી જેવા રસાળ ગર્ભવાળા, કિનારીએ કાંટાવાળા અને છેડેથી અણીદાર, ૧૦ ઈંચથી ૨ ફૂટ લાંબા અને ૨ થી ૪ ઈંચ (નીચેનો ભાગે) પહોળા પાન થાય છે. પાનનો રસ ગર્ભ સફેદ પડતો આછો પીળો, કડવો હોય […]
અંગના સોજા મટાડનારી સુલભ ઔષધિ – સાટોડી પરિચય : ગુજરાતમાં વાડી-ખેતરોમાં, રસ્તાની પડખેની કે મેદાનની રેતાળ જમીનમાં સર્વત્ર ‘સાટોડી‘ (પુનર્નવા, વિષ ખપરા / હટસિટ) નામની વનસ્પતિના છાતલા છોડ વધુ વ્યાપકપણે થાય છે. તેની બે જાતો છે. સફેદ ફૂલની સાટોડી અને લાલ ફૂલની ડાળખીવાળો સાટોડો કે સાટોડી. વૈદકમાં સાટોડી સોજા, લીવર, પાંડુ, જળોદર, તથા કિડનીના દર્દમાં ખૂબ જ વપરાય છે. તેનાં છોડ-છાતલા જમીન પર પથરાય છે. કે વાડે ચડે છે. તેની ડાંડી અને શાખા સુતળી જેવી જાડી હોય છે. એક મૂળમાંથી શાખાઓ ચારે તરફ ફેલાય છે. પાન જરા ગોળ જેવા, તાંદળજાની […]