વીર્યવર્ધક, સંતાનપ્રદ મહાવૃક્ષ – વડ પરિચય : હિંદુપ્રજા પીપળાની જેમ વડ (વટવૃક્ષ, બડ કા પેડ, બરગદ)ને પણ પૂજ્ય – પવિત્ર વૃક્ષ ગણે છે. ગુજરાત અને ભારતમાં વડના વૃક્ષથી પ્રાયઃ બધા પરિચિત છે. તે મંદિરોનાં પ્રાંગણમાં તથા ગામના ગોંદરે તથા માર્ગો પર છાંયો કરવા ખાસ વવાય છે. સર્વ વૃક્ષોમાં વડ ઊંચાઈ અને વિશાળ ઘેરાવામાં પ્રથમ નંબર લે છે. વડ એક દીર્ઘાયુ, ઊંચું, વિશાળ અને ૨૦ થી ૩૦ ફૂટનાં ઘેરાવાવાળો થડ ધરાવતું મહાવૃક્ષ છે. તેની પર સૂતળી જેવી જટાઓ ડાળીઓ પરથી નીકળી જમીનમાં પ્રવેશી ત્યાંથી નવા થડરૂપે ફેલાય છે. પાન ગોળાકાર ૪ […]
દંતરોગમાં ઉત્તમ – બાવળ બાવળને કોણ નહિ ઓળખતું હોય ? રોજ સવારે બાવળના દાતણ કરવાની મજા જેણે માણી હશે તે બાવળને કદાપિ નહીં ભૂલે. બાવળનો રસ તૂરો, તાસીરે ઠંડો, ગુણમાં ભારે, લૂખો, કફ-પિત્તશામક, રક્તરોધક, વ્રણરોપણ, સ્તંભક, સંકોચક, કૃમિધ્ન, મૂત્રલ, બલ્ય અને વિષધ્ન છે. બાવળની છાલમાં તાજું કલોરોફીલ પ્રચુર પ્રમાણમાં છે. તેથી તાજું દાતણ કરવાથી મુખશુદ્ધિ થાય, મોંની ચીકાશ દૂર થાય, મોંની દુર્ગંધ મટે, જંતુ અને સડો અટકે, દાંત મજબૂત બને અને તેના રોગો દૂર થાય છે. સગર્ભા સ્ત્રી બાવળના સૂકા કે લીલાં પાન ચાવીને ખાય તો બાળક ગોરું આવે છે, […]
કફદોષનાશક અને વાળ કાળા કરનાર – બહેડાં પરિચય : પથરાળ અને ચૂનાવાળી જમીન પર તથા જંગલોમાં ખાસ થનારા બહેડા (બિભીતક, બહેડા)ના ઝાડ ૧૫ થી ૧૦૦ ફુટ ઊંચા, હરડેના ઝાડ જેવા થાય છે. એના પાન વડના પાન જેવાં ૩ થી ૬ ઈંચ લાંબા ઈંડાકાર પણ જરા પહોળાં, તામ્રવર્ણના, જરા દુર્ગંધયુક્ત થાય છે. તેની ઉપર ૩-૬ ઈંચ લાંબી સળી ઉપર નાના નાના પીળાશ પડતાં પુષ્પોની મંજરી આવે છે. બહેડાના ફળ ૧ ઈંચ લાંબા, ભૂખરા (ધૂળિયા)રંગના અને ઉપર જાડી છાલ પણ વચ્ચે કઠણ ઠળિયો હોય છે. તે ઠળિયામાં વચ્ચે સફેદ મીંજ હોય છે. […]
પેશાબના દર્દોમાં અકસીર – વાંસ કફ-શરદી-શ્વાસ નાશક – વાંસકપૂર (વંશલોચન) પરિચય : ગુજરાતના ડાંગ, આહવા, પંચમહાલ, ગીરનાર જેવા પ્રદેશોના જંગલોમાં વાંસ (વંશ, બાંસ, વંશલોચન, બાંસકપૂર) તેના ખાસ બેટમાં જથ્થાબંધ થાય છે. વાંસ ૨૦ થી ૫૦ ફૂટ ઊંચા, સીધા, કાંટાવાળા, ૬-૭ ઇંચ વ્યાસના, લગભગ ૨૦ ઇંચ ૧ નક્કર ગાંઠવાળા હોય છે. બહારની છાલ પીળી, લિસ્સી, ચમકતી હોય છે. વાંસ પોલા અને નક્કર એમ બે જાતના થાય છે. સામાન્ય રીતે બે ગાંઠ વચ્ચેના ભાગે વાંસ અંદર પોલો થાય છે. તેની પર ૭ ઇંચ લાંબા, ભાલા જેવા અણિદાર, નીચેથી ગોળાકાર, ગુચ્છામાં પાન આવે […]
તાવ, લીવરનું પરમ ઔષધ – કડુ પરિચય : દેશી વૈદકમાં તાવમાં ખાસ વપરાતું ‘કડુ‘ (કટુકી, કુટકી) મૂળ હિમાલય-નેપાળને સિક્કીમમાં થતી વનસ્પતિ છે. તેના છોડ બહુ વર્ષાયુ, મૂળા જેવા કંદરૂપ હોય છે. તેનું કાંડ સખત, પાન મૂળમાંથી પેદા થતા આગળથી પહોળા, મૂળ તરફ સાંકડા, ચીકણાં, દાંતીવાળા અને કિનારીવાળા હોય છે. ગાંઠ મધ્યેથી સફેદ રંગના નાનાં પુષ્પોની મંજરી નીકળે છે. ફળ જવ જેવા, મૂળ આંગળી જેવા જાડા, અનેક ગાંઠોવાળા, આછા કાળા રંગના ૧-૨ ઈંચ લાંબા, જરા વાંકા, હળવી કડવી ગંધવાળા થાય છે. દવામાં મૂળ જ વપરાય છે. ગુણધર્મો : કડુ સ્વાદે કડવું, […]
ગર્ભધારણ ન કરી શકતી સ્ત્રી માટે આશીર્વાદરૂપ – શતાવરી શતાવરીના મૂળ સફેદ, ગુચ્છાદાર, અણીવાળા, લંબગોળ અને ઘન હોય છે. શતાવરી સ્વાદે મીઠી અને સહેજ કડવી છે. તાસીરે તે ઠંડી છે. પચવામાં ભારે, ચીકાશવાળી, વાત- પિત્તશામક અને કફહર છે. તે બળવર્ધક, મેદ્ય, દુઃખાવો અને બળતરા ઘટાડનાર, શરીરને શાંતિ આપનાર, ઘાને રૂઝવનાર, અગ્નિદીપક, હ્રદ્ય, ગર્ભને પોષણ આપનાર અને સ્થાપનાર, ધાવણ વધારનાર, વીર્યની વૃદ્ધિ કરનાર અને રસાયન છે. તે અમ્લપિત્ત, અલ્સર, મોંના ચાંદાં, બળતરા, રક્તપિત્ત, સ્તન્ય ક્ષય, સ્તન્ય દુષ્ટિ, શુક્રાલ્પતા, શીઘ્રપતન, અપુરુષત્વ, લોહીબગાડ, પ્રદર, આંખના રોગ, ક્ષય, દુર્બળતા અને કૃશતામાં સારી છે. શતાવરી […]
ગરમીના દર્દોનું સસ્તું ઔષધ – મોથ (નાગરમોથ) નાગરમોથ સ્વાદે તીખી-તૂરી તથા ગુણે શીતળ અને કફ-પિત્ત દોષનાશક છે. તે કફ-પિત્તના દર્દો,
ઝાડા, મરડાનું ઔષધ – ઓજમીજીરું/ઈસબગુલ પરિચય : ઓથમીજીરું (સ્નિગ્ધ જીરક, ઈસબગોલ) મૂળ મિસર દેશનું વતની, હાલ ગુજરાતના ઊંઝા-મહેસાણા જિલ્લામાં તેની મોટા પાયે ખેતી થાય છે. એને ઊમતું જીરું કે ઘોડા જીરું પણ કહે છે. તેના છોડ એક ફુટની ઊંચાઈના, પાન-ચપટા, લાંબા અને અણીદાર થાય છે. તેની પર ઘઉંની જેવી ઉંબીઓ (ડૂંડા) થાય છે. તેમાં નાના હોડકા જેવા નાનાં, લાલ ભૂરા રંગના બી થાય છે. તેના આંતર્ગોળ ભાગમાં સફેદ પાતળું પડ, ભૂસીરૂપે અલગ કરાય છે. તેને જ ઈસબગુલ કે ઇસબગોળ કહે છે. જે આજકાલ ઝાડા-મરડાના દર્દમાં વૈદકમાં ખૂબ મોટા પાયે વપરાય […]
ખાંસી અને દમની અકસીર ઔષીધ – ભારંગી પરિચય : નગોડ કુળની આ બહુવર્ષાયુ વનસ્પતિ (ભારંગી)ના ઝાડ ૫ થી ૮ ફુટ ઊંચા ખાસ હિમાલયની તળેટી, નેપાળ, આસામ, પશ્ચિમ ઘાટ ને દક્ષિણ ભારતમાં થાય છે. ગુજરાતમાં તેનાં મૂળ (ભારીંગમૂળ) દવા તરીકે ગાંધીને ત્યાં ખાસ વેચાય છે, તે દમ, શરદી ખાંસીની અકસીર દવા છે. તેની પર બહુ ઓછી ડાળીઓ થાય છે. પાન ૭-૮ ઈંચ લાંબા, લંબગોળ અને ૧-૨ ઈંચ પહોળાં મહુવાનાં પાન જેવા અણીદાર, લૂખા અને ઉપલા ભાગે કાળા ધાબાયુક્ત થાય છે. તેની પર મંજરીરૂપે ગુચ્છામાં સુંદર બે શાખા પર પુષ્પો પ્યાલી આકારનાં […]
શિયાળામાં શ્રેષ્ઠ અશ્વગંધા આયુર્વેદમાં વનસ્પતિનાં મૂળ એવું અશ્વગંધા મહત્ત્વનું સ્થાન ધરાવતું ઔષધ છે. તેનો સ્વાદ તૂરો, કડવો છે. આ ઔષધ ઉષ્ણવીર્ય, વાયુ અને કફને મટાડનારી, વાજીકર, વય:સ્થાપન છે. શિયાળામાં અશ્વગંધા શ્રેષ્ઠ ઔષધ છે.