ગરમીના દર્દોનું અકસીર ઔષધ – આંબો (કેરી) પરિચય : ઉનાળામાં અમૃતફળ ‘કેરી‘ આપનાર ઝાડને આંબો (આમ્રવૃક્ષ, આમકા પેડ) કહે છે. તે ગુજરાત તથા ભારતમાં સર્વત્ર વ્યાપકપણે થાય છે. તેની ૭૦૦થી વધુ જાતો છે. આંબા જંગલોમાં જાતે થાય છે. અને ખેતર-વાડીમાં તે વવાય પણ છે. તેના વૃક્ષો ૧૫ થી ૩૦ ફૂટ ઊંચા અને ઘટાદાર થાય છે. તેના પર આસોપાલવના પાન જેવા લાંબા, ચમકતા પાન થાય છે. તેના પર પ્રથમ નાનાં ફળ ‘મરવા‘ થાય છે. તે ફળ મોટા થઈ પાકે ત્યારે ઉતારી લેવાય છે. તેને દાબામાં નાંખી ‘પાકી‘ કેરી તૈયાર કરી વેચાય […]

પીડા અને વાયુદોષ શામક અકસીર ઔષધિ – નગોડ પરિચય : નગોડ (નિર્ગુંડી, સમ્હાલુ/સંભાલુ) ગુજરાતમાં અને ભારતમાં સર્વત્ર થાય છે. તેના ઝાડ મધ્યમ ઊંચાઈના આશરે ૫-૮ ફુટના થાય છે. તેની કાળી અને સફેદ એમ બે મુખ્ય જાતો થાય છે. ઝાડની દરેક ડાળીમાં લાંબા અને પાતળા ત્રણ ત્રણ કે પાંચ પાન થાય છે. તેની પર આંબાના મોરની જેમ ગુચ્છદાર અને જાંબુડિયા રંગના ફળ થાય છે. ધોળી નગોડના પાન લીમડાનાં પાનથી કાંઈક વધુ પહોળા અને કાંગરાવાળા તથા અણીદાર હોય છે. આ પાન બહુ જ નરમ અને મખમલ જેવા સુંવાળા હોય છે. કાળી નગોડમાં […]

પેટનાં દર્દો તથા હાથીપગું મટાડનાર – કાંકચ (કાંગચા) પરિચય : ગુજરાતના પંચમહાલ, મહારાષ્‍ટ્ર, બંગાળના ગરમ પ્રદેશોમાં લાંબા વેલારૂપ થનાર ‘કાંકચ‘ (લતા કરંજ, કરંજવા, કાંટા કરંજ) કાંટાવાળી અનેક શાખા ધરાવનાર વનસ્પતિ છે. તેના પર સંયુક્ત, સરસ, લંબગોળ પાન થાય છે. પાનની જોડ વચ્ચે તીક્ષ્‍ણ કાંટા હોય છે. તેના પર પીળા ફૂલ અને અનેક કાંટાવાળી પહોળી શીંગ થાય છે. દરેક શીંગ (કળી)માં ૧, ૩ કે ૪ મધ્યમ બોર જેવડા, ખૂબ જ સખત કોચલાવાળા રાખોડી રંગના ફળ થાય છે. તેને ‘કાંચકા‘ કે ‘કાંગચા‘ કહે છે. આ ફળનું પડ તોડતાં અંદરથી સફેદી પડતા પીળા […]

ચામડીનાં દર્દો મટાડનાર અકસીર ઔષધિ – કુંવાડિયો પરિચય : ગુજરાત તથા ભારતમાં ચોમાસા પછી જંગલ, ખેતર, મેદાનો કે ખંડેરમાં આપમેળે થતો, એક વર્ષાયુ છોડ ‘કુંવાડિયો‘ (ચક્રમર્દ, ચકવડ/પવાડ) ૨ થી ૫ ફુટ ઊંચો, અલ્પ કડવી ગંધવાળો હોય છે. તેમાં પાન સંયુક્ત, ૫ પ્રદંડ બે ગાંઠવાળા, પાન ૩-૩ની જોડમાં, ઉપરથી ગોળાકાર, ચીકણાં, ચમકતા પોપટી કે લીલારંગના, મેથીના પાન જેવા થાય છે. તેની પર પીળા રંગના ફૂલ આવે છે અને શિયાળામાં છ ઈંચ લાંબી, ચોખંડી, જરા વળેલી, પાતળી અને અણીદાર શીંગો થાય છે. તે શીંગમાં મેથીના દાણા જેવડા, વેલણ જેવા ૨૦-૩૦ બીજ હોય […]

વાળવર્ધક અને ત્વચા રોગહર – ચણોઠી (ગુંજા) પરિચય : ચણોઠીનાં અનેક પાતળી – લચકદાર ડાળીની વર્ષાયુ, સુંદર ચક્રારોહી, પરાશ્રયી વેલ (લતા)ગુજરાત – ભારતમાં સર્વત્ર ખેતરોની વાડ કે જંગલની ઝાડીઓમાં થાય છે. તેનાં પાન આમલીના પાન જેવા, પણ જરા મોટાં, સંયુક્ત, ૮ થી ૨૦ જેટલી જોડમાં, અર્ધા થી એક ઈંચ લાંબા અને અર્ધા ઈંચ પહોળાં થાય છે. શરદ ઋતુમાં તેના પર ગુલાબી કે ભૂરારંગના ગુચ્છામાં પુષ્પો્ થાય છે. વેલ પર એક થી દોઢ ઈંચ લાંબી, અર્ધો ઈંચ પહોળી, રૂંવાટીદાર, લાંબી શીંગ ગુચ્છામાં થાય છે. તેમાં લાલ, સફેદ કે કાળા રંગની, ઈંડાકાર, […]

વીર્ય, શક્તિ તથા પુષ્ટિવર્ધક – કૌંચા (ભૈરવ શીંગ) પરિચય : ગુજરાત, મધ્યપ્રદેશ તથા દક્ષિ‍ણ ભારતના પહાડી પ્રદેશોમાં કૌંચા (આત્મગુપ્‍તા, મર્કટી/કેવાંચ)ના, ગળો જેવા લાંબા, વર્ષજીવી વેલા થાય છે. જે ઝાડ-વાડના ટેકે ફૂલે – ફાલે છે. આ વેલનાં પાન ૩-૩ ના ગુચ્છામાં બે થી સાડાપાંચ ઈંચ લાંબા, ઘેરા લીલા અને રૂંવાટીદાર હોય છે. વેલ પર એક થી દોઢ ઈંચ લાંબા, ભૂરા કે રીંગણી રંગના, ૨૦-૨૫ના ગુચ્છામાં પુષ્‍પો આવે છે. તેમજ હેમંત પછી તેની પર આંબલીના કાતરા જેવી, વાંકી અને બહારથી તપખીરી રંગની, રૂંવાટીદાર શીંગો થાય છે. આ રૂંવાટી શરીરની ત્વચા પર અઙે, […]

વાયુ, કફદોષ તથા હ્રદયરોગની સુંદર ઔષધિ – કેરડો પરિચય : કચ્છ, સૌરાષ્‍ટ્ર અને ગુજરાતના ગરમ – રેતાળ પ્રદેશોમાં વડ વર્ગની ગુલ્મ પ્રકારની આ વનસ્પતિ કેરડો (કરીર, કરીલ)નાં ઝાડ ૪ થી ૧૦ ફુટના નાના ઝાડરૂપે થાય છે. તેનું થડ સીધું અને છાલ જાડી, ધૂળિયા રંગની, ઊભાં – લાંબા ચીરાવાળી હોય છે અને તે થડ અસંખ્ય શાખાવાળું હોય છે. તેની પર પાન થતાં નથી, એ તેની ખાસયિત છે. તેની પર સૂક્ષ્‍મ ગુલાબી રંગના નાના ફુલો ગુચ્છામાં વસંત ઋતુમાં થાય છે. ઉનાળામાં તેની પર વટાણા જેવડા નાનાં, લીલા રંગના ફળ થાય છે, જેને […]

પિત્તદોષ અને ગરમીનાં દર્દોનું ઉત્તમ ઔષધ – ગુલાબ પરિચય : ગુલાબ (શતપત્રી, ગુલાબ) વિશ્વમાં સર્વને પરિચિત એવું સુગંધી પુષ્‍પ છે. ગુલાબની ૧૫૦ થી વધુ જાતો થાય છે અને ગુલાબી, લાલ, પીળા, ધોળા એવા અનેક જાતના રંગના થાય છે. તેનાં છોડ ૫ થી ૧૦ ફુટ ઊંચા, કાટાવાળા, ડાળીવાળા થાય છે. તેના પાન ૨ થી ૬ ઈંચ લાંબા, અણીદાર અને કિનારે કાંગરીવાળા થાય છે. ફૂલોમાંથી ઔષધિ, અત્તર, પરફ્યુમ અને અર્ક બનાવાય છે. છોડ ઉપર ૩ ઈંચ વ્યાસના ગોળ અને ભૂરાં રંગના ફળ આવે છે. પૂજા તથા સુશોભન માટે ગુલાબનાં પુષ્‍પો ખાસ વપરાય […]

ખાંસી, શ્વાસ-પથરીની સુલભ ઔષધિ – ભોરીંગણી પરિચય : ભોરીંગણી (કંટકારી, કટેલી) નામે ગુજરાતમાં ખૂબ જાણીતી અને સર્વત્ર મળતી વનસ્પતિની બે જાતો છે. ઊભી અને બેઠી. તેમાં ઊભી જાતનાં ૪ ફૂટ થી ૧૦ ફૂટનાં છોડ થાય છે. તેનાં છોડ (છાતલા) જમીન ઉપર પથરાય છે. તેનાં વેલા ૨ થી ૪ ફૂટ લાંબા વધે છે. છોડને પીળા રંગના તીક્ષ્‍ણ ઘણાં કાટાં ડાળી અને પાનમાં હોય છે. પાન લાંબા, કિનારીથી કપયેલાં અને કાંટાવાળાં થાય છે. તેની પર ફિક્કાં કે ઘેરા જાંબલી રંગના ફૂલ આવે છે. તેની પર નાની લખોટી જેવડાં ફળ થાય છે. ફળ […]

પુરુષત્વ દેનાર – ખાખરો / કેસૂડાં પરિચય : સૌરાષ્‍ટ્ર-કચ્છ અને ગુજરાતની રેતાળ – પથરાળ ભૂમિ ઉપર ગરમ હવામાનમાં ખાખરા (પલાશ, ઢાક, ટેસુ)ના ઝાડ આપ મેળે જંગલ – વગડામાં ખૂબ થાય છે. તેના ઝાડ ૫-૬ ફૂટથી વધુ ઊંચા થતા નથી. તેની પર વડના પાન જેવા પણ ગોળ, ચીકણાં, ચળકતા ખૂબ પાન થાય છે. તેનાં પડીયા – પતરાવળા બને છે. ઝાડ પર કેસરી રંગના લાંબા (કપ જેવા) ઝૂમખામાં ફૂલ થાય છે. તેને ‘કેસૂડાં‘ કહે છે. આ કેસૂડાં રંગ બનાવવા ખાસ વપરાય છે. ખાખરા ઉપર ચપટાં, રાતા રંગનાં બીજ આવે છે. તેને ‘પલાસ […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors