અનેક રોગને મારનાર મરી પરિચય : મરીને ‘તીખા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગુણો માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં મરીનો નિયમિત વપરાશ થતો હોય છે. પરદેશોમાં તો મરચાંનો બદલે મરી જ વપરાય છે. મરી કાળાં અને ધોળાં એમ બે પ્રકારનાં મળે છે. અર્ધ પકવ મરીને ઉતારીને સૂકવવામાં આવે છે. આવાં મરી કાળાં હોય છે; જયારે તે પૂરેપૂરાં પાકે છે ત્યારે ઉપરનાં ફોતરાં સરળતાથી નીકળી જાય છે. અંદરથી જે મરી નીકળે છે તે ‘ધોળાં મરી’ તરીકે ઓળખાય છે. આપણે ત્યાં મરીનો વધુ વપરાશ મુખ્યત્વે પાપડ બનાવવામાં થાય છે. તે […]
સ્વાસ્થ્ય આપનાર લીંબુ પરિચય : લીંબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમાં લીંબુનો રોજિંદો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીની જેમ લીંબુની ખટાશ નુકસાનકારક નથી. નિર્ભયતાથી તેનો દરરોજ ઉપયોગ કરી શકાય છે. લીંબુ લગભગ દરેક ઋતુમાં લીંબુ મળી રહે છે. લીંબુમાં વિટામિન -સી ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. લીંબુમાં પ્રબળ કિટાણુનાશક શક્તિ હોય છે. માત્ર લીંબુના રસમાંથી જ વિટામીન એ, બી, સી ભરપૂર મળી રહે છે. લીંબુનું નિયમિત સેવન સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે લાભપ્રદ છે. લીંબુના ગુણ- લીંબુનું સેવન કોઈપણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે. રોગી […]
પરમ શક્તિનો અનુભવ કરવો હોય તો શું કરવું જોઈએ? * વ્યાપક રૂપે વર્તવાનો પ્રયાસ કરવો. * જીવનનો યથાતથ અનુભવ કરવો.ચૈતન્ય જીવન રૂપે જ પ્રગટ થાય છેઃ જીવનની હાજરી એટલે જ ચૈતન્ય્ની હાજરી: જીવનના અભાવ પરમ શક્તિનો અનુભવ શક્ય નથી. * હ્રદયમાં પરમાત્મા સિવાયનું જે કાંઈ ભર્યુ હોય તેને ખાલી કરી નાખવું. * પરમાત્માની હાજરી છે એમ સમજીને સર્વ કર્મ કરવાં અને કર્મનું ફળ તેમને સમર્પિત કરવું. * પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ. * રાગ-દ્રેષથી અળગા રહેવું. * રજોગુણ અને તમોગુણનો સંગ ન કરતાં સત્વગુણમાં સ્થિર થવું. * અન્તર્મુખ થઈ અંદરના જગત પર […]
આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિમાં પ્રકૃતિનું ઘણું મહત્વ હતું, માનવીની સાથે જ પ્રકૃતિ સંકળાયેલી છે. પાણી, હવા, જળ, આકાશ, પૃથ્વી આ પંચતત્વો કહેવાતા હતા. વિજ્ઞાનની દ્રષ્ટિએ તત્વો નહોતા પરંતુ માનવી જેના વગર રહીં શકે નહીં, જીવી શકે નહીં તે માટે તે પંચમહાભૂત તત્વો તરીકે ઓળખાતા. ધીરે ધીરે વિજ્ઞાનનો વ્યાપ વધ્યો તેથી માનવી કુંજરા બનવા લાગ્યો, જરુરીયાત કરતા પણ વધુ મેળવવાની દોડમાં તેમણે પ્રકૃતિનો પણ વિચાર કર્યો નહી. ઉપભોકતાવાદ વધ્યો, તેમજ વાપરો ને ફેંકી દો તે પ્રકારની સંસ્કૃતિ વધતી ગઇ તેને કારણે માનવીના જીવનમાં મોટુ પરિવર્તન આવ્યું, આખી જ જીવનશૈલી જ બદલાવા […]
ગરમીનાં દર્દો તથા ડાયાબિટીશ મટાડનાર – જાંબુ (રાવણા) પરિચય : જાંબુ (જંબૂ, જામુન)ની બે મુખ્ય જાતો થાય છે. મોટી અને બીજી નાની. મોટા રાય જાંબુના ઝાડ ઊંચા થાય છે. તેની પર પીપળા કે આંબા જેવા લાંબા, ચીકણા, ચમકદાર પાન થાય છે. તેની પર વસંત ઋતુમાં લીલાશ પડતા સફેદ રંગના કે સોનેરી રંગના મંજરી રૂપ પુષ્પો આવે છે. ફળ (જાંબુ) ઊનાળાનાં અંતે કે વર્ષના પ્રારંભે અર્ધો થી ૨ ઈંચ લાંબા, ૧ થી ૧/૧-૨ ઈંચ જાડા, લંબગોળ, પાકે ત્યારે લાલ-રીંગણી રંગના, ઉપરથી મીઠા ગર્ભવાળા, વચ્ચે લંબગોળ ઠળિયાવાળા થાય છે. નાના (ક્ષુદ્ર) જાંબુડા […]
પથરી અને પેશાબના દર્દની દવા – પાષાણભેદ પરિચય : વનસ્પતિના જાણકારો પાષાણભેદ (કાષ્ટપાષાણભેદ, પાખાનભેદ)ના પાંચ પ્રકારો બતાવે છે. તેમાં અહીં ગુજરાતમાં મળતી અને પથ્થરફોડી તરીકે જાણીતી વનસ્પતિનો પરિચય આપેલ છે. ગુજરાતમાં ‘કાષ્ટ પાષાણભેદ‘ નામે તેના મૂળના કટકા બજારમાં વેચાય છે. મહારાષ્ટ્ર તથા કાશ્મીરમાં તે વધુ થાય છે. નાની રીંગણી પ્રમાણે જમીન પર પ્રસરે છે. બોરડી જેવા તેની પર કાંટા હોય છે. એના મૂળ ખડક (પથ્થર) તોડી અંદર જાય છે. તેની પર ધોળા રંગના લાલ કેસાયુક્ત ફૂલ થાય છે. એની પર રીંગણીના ફળ જેવડા ફળ થાય છે. ઘણાં ઘર આંગણે તે […]
ગરમીના દર્દોનું અકસીર ઔષધ – આંબો (કેરી) પરિચય : ઉનાળામાં અમૃતફળ ‘કેરી‘ આપનાર ઝાડને આંબો (આમ્રવૃક્ષ, આમકા પેડ) કહે છે. તે ગુજરાત તથા ભારતમાં સર્વત્ર વ્યાપકપણે થાય છે. તેની ૭૦૦થી વધુ જાતો છે. આંબા જંગલોમાં જાતે થાય છે. અને ખેતર-વાડીમાં તે વવાય પણ છે. તેના વૃક્ષો ૧૫ થી ૩૦ ફૂટ ઊંચા અને ઘટાદાર થાય છે. તેના પર આસોપાલવના પાન જેવા લાંબા, ચમકતા પાન થાય છે. તેના પર પ્રથમ નાનાં ફળ ‘મરવા‘ થાય છે. તે ફળ મોટા થઈ પાકે ત્યારે ઉતારી લેવાય છે. તેને દાબામાં નાંખી ‘પાકી‘ કેરી તૈયાર કરી વેચાય […]
પીડા અને વાયુદોષ શામક અકસીર ઔષધિ – નગોડ પરિચય : નગોડ (નિર્ગુંડી, સમ્હાલુ/સંભાલુ) ગુજરાતમાં અને ભારતમાં સર્વત્ર થાય છે. તેના ઝાડ મધ્યમ ઊંચાઈના આશરે ૫-૮ ફુટના થાય છે. તેની કાળી અને સફેદ એમ બે મુખ્ય જાતો થાય છે. ઝાડની દરેક ડાળીમાં લાંબા અને પાતળા ત્રણ ત્રણ કે પાંચ પાન થાય છે. તેની પર આંબાના મોરની જેમ ગુચ્છદાર અને જાંબુડિયા રંગના ફળ થાય છે. ધોળી નગોડના પાન લીમડાનાં પાનથી કાંઈક વધુ પહોળા અને કાંગરાવાળા તથા અણીદાર હોય છે. આ પાન બહુ જ નરમ અને મખમલ જેવા સુંવાળા હોય છે. કાળી નગોડમાં […]
પેટનાં દર્દો તથા હાથીપગું મટાડનાર – કાંકચ (કાંગચા) પરિચય : ગુજરાતના પંચમહાલ, મહારાષ્ટ્ર, બંગાળના ગરમ પ્રદેશોમાં લાંબા વેલારૂપ થનાર ‘કાંકચ‘ (લતા કરંજ, કરંજવા, કાંટા કરંજ) કાંટાવાળી અનેક શાખા ધરાવનાર વનસ્પતિ છે. તેના પર સંયુક્ત, સરસ, લંબગોળ પાન થાય છે. પાનની જોડ વચ્ચે તીક્ષ્ણ કાંટા હોય છે. તેના પર પીળા ફૂલ અને અનેક કાંટાવાળી પહોળી શીંગ થાય છે. દરેક શીંગ (કળી)માં ૧, ૩ કે ૪ મધ્યમ બોર જેવડા, ખૂબ જ સખત કોચલાવાળા રાખોડી રંગના ફળ થાય છે. તેને ‘કાંચકા‘ કે ‘કાંગચા‘ કહે છે. આ ફળનું પડ તોડતાં અંદરથી સફેદી પડતા પીળા […]
ચામડીનાં દર્દો મટાડનાર અકસીર ઔષધિ – કુંવાડિયો પરિચય : ગુજરાત તથા ભારતમાં ચોમાસા પછી જંગલ, ખેતર, મેદાનો કે ખંડેરમાં આપમેળે થતો, એક વર્ષાયુ છોડ ‘કુંવાડિયો‘ (ચક્રમર્દ, ચકવડ/પવાડ) ૨ થી ૫ ફુટ ઊંચો, અલ્પ કડવી ગંધવાળો હોય છે. તેમાં પાન સંયુક્ત, ૫ પ્રદંડ બે ગાંઠવાળા, પાન ૩-૩ની જોડમાં, ઉપરથી ગોળાકાર, ચીકણાં, ચમકતા પોપટી કે લીલારંગના, મેથીના પાન જેવા થાય છે. તેની પર પીળા રંગના ફૂલ આવે છે અને શિયાળામાં છ ઈંચ લાંબી, ચોખંડી, જરા વળેલી, પાતળી અને અણીદાર શીંગો થાય છે. તે શીંગમાં મેથીના દાણા જેવડા, વેલણ જેવા ૨૦-૩૦ બીજ હોય […]