જાવંત્રી ,જાયફળ પરિચય : જાવંત્રી એ એક તેજાનો (ગરમ મસાલો) છે. જાયફળના ઝાડને પ્રથમ જે ફળ આવે છે તે થોડાં મોટાં હોય છે. જાયફળ તેની અંદરનું ફળ છે. જાયફળની ઉપરની બાજુ જે છાલ હોય છે તે જ જાવંત્રી છે. જાયફળ અને જાવંત્રી જાયફળ કડવું, તીક્ષ્ણ, ઉષ્ણ, ભોજન પર રુચી ઉત્પન્ન કરનાર, મળને રોકનાર-ગ્રાહી, સ્વર માટે હીતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર છે. એ મોઢાનું બેસ્વાદપણું, મળની દુર્ગંધ, કૃમી, ઉધરસ, ઉલટી-ઉબકા, શ્વાસ-દમ, શોષ, સળેખમ અને હૃદયનાં દર્દો મટાડે છે. જાયફળ ઉંઘ લાવનાર, વીર્યના શીઘ્ર સ્ખલનને મટાડનાર તથા મૈથુનશક્તી વધારનાર […]
પરિચય : લીલાં મરચાંથી આપણે સહુ પરિચિત છીએ. સૂકાં લાલ મરચાં કરતાં લીલાં મરચાંનો ઉપયોગ હિતાવહ છે. સ્વાદની રીતે પણ તે ચઢિયાતાં હોય છે. લીલાં મરચાં કોથમીરની ચટણીમાં અગત્યનો ભાગ ભજવે છે, વળી તે ઓછાં ગરમ પડે છે, કારણ કે લીલાં મરચાંમાં પાણીનું પ્રમાણ ખૂબ વધૂ હોય છે. આમ છતાં, તીખું બને તેટલું ઓછું ખાવું. મધ્યમ પ્રમાણ રાખવું. વધારે પડતું તીખું ખાવાથી હોજરીમાં અને આંતરડાંમાં દાહ ઉત્પન્ન થઇ, ચાંદાં પડવાનો સંભવ છે. ગુણધર્મ : તે તીખાં, ઉષ્ણ, પાચક, લોહીવર્ધક, પિત્તલ, દાહક, રુક્ષ, અગ્નિદીપક છે. તે કફ, આમ, કૃમિ અને શુળનો […]
કોથમીરઃ આંખ માટે ઉતમ અંગ્રેજી: Coriander, હિંદી: धनिया, વૈજ્ઞાનિક નામ: Coriandrum sativum પરિચય : કોથમીર એ ધાણાની પ્રાથમિક અવસ્થા છે. કોથમીરથી આપણે સહુ સારી રીતે પરિચિત છીએ. દરરોજ આવતા લીલાં મસાલામાં કોથમીર મુખ્ય હોય છે. દાળ, કઢી વગેરે વ્યંજનો જરૂરી મસાલા નાખીને સ્વાદિષ્ટ બનાવી શકાય; પરંતુ વ્યંજન ચૂલા પરથી નીચે ઉતાર્યા પછી તેમાં કોથમીર સમારીને નાખવી. કોથમીર નાખવાથી તેની સુગંધ આખા રસોડામાં ફેલાઇ જાય છે અને મગજને તાજગી મળે છે.
મીઠુ: જેના વિના શરીર ને સ્વાદ ફિક્કા પરિચય : મીઠું \’સબરસ\’ને નામે પ્રસિદ્ઘ છે. તેના વગર વ્યંજનો ફિક્કાં લાગે, એટલું જ નહિ શરીરને તેની જરૂર પણ છે. તેના વગર લોહીમાંની ઘટ્ટતા વધે છે અને લોહીના પરિભ્રમણમાં ખામી સર્જાય છે. મીઠું આવી પરિસ્થિતિ સર્જાવા દેતું નથી. આમ છતાં, મીઠાનું પ્રમાણ વધવા ન પામે તેનો પણ ખ્યાલ રાખવો. જો લોહીમાં મીઠાનું પ્રમાણ વધી જાય તો લોહીની જામવાની પ્રતિક્રિયા ઘટી જાય છે. જો આમ થાય તો કશું વાગવાથી અથવા પડી જવાથી લોહી નીકળવા લાગે તો તે બંધ થવામાં મુશ્કેલી પડે છે. આથી મીઠાનો સપ્રમાણ […]
સ્વાદમાં તુરુ ગુણમાં ઠંડુ જીરુ પરિચય : જીરું રસોડાનો એક અતિ ઉપયોગી મસાલો છે. જીરાના ત્રણ પ્રકાર છે : (૧) સફેદ જીરું, (ર) શાહજીરું અને (૩) કલોંજી જીરું. અહીં સફેદ જીરાની જ ચર્ચા કરવામાં આવી છે. આ જ જીરાનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. ત્રણે જીરાના ગુણ લગભગ સરખા છે. ચોથું જીરું \’ઓથમી જીરા\’ તરીકે ઓળખાય છે. તે \’ઇસબગોળ\’ છે અને ઔષધ તરીકે વપરાય છે. તેને મસાલા સાથે કોઇ નિસબત નથી. તે ઉપરાંત એક પદાર્થ શંખજીરા તરીકે વપરાય છે, તેને પણ જીરા સાથે કોઇ નિસબત નથી. તે એક પ્રકારનો પથ્થર […]
ધાણા રસોડામાં ઘણું જ મહત્વનું સ્થાન ધરાવે છે. તે વગર રસોડું અધૂરું ગણાય. લીલા ધાણા કોથમીર તરીકે ઓળખાય છે. શુભ પ્રસંગોમાં શુકન તરીકે ગોળ-ધાણા વહેંચાય છે. ધાણા કૃમિનાશક, દુર્બળતા ઘટાડનાર અને પિત્તનાશક છે તથા શરીરની તજા ગરમી મટાડે છે. આખા ધાણાને અધકચરા કૂટી, એક કપ પાણીમાં ઉકાળી, સાકર અને દૂધ નાખીને પીવાથી મંદાગ્નિ દૂર થાય છે. અર્ધી ચમચી ધાણા, પા ચમચી મરી અને પા ચમચી એલચીનું ચૂર્ણ બે ચમચી પાણી સાથે પીવાથી અરુચિ મટે. શરીરના દાહ ઉપર : ધાણા એક ચમચી રાતે એક ગ્લાસ પાણીમાં પલાળી તે પાણી સવારે પીવું. […]
જે લોકો પોતાના આહારમાં ફળ અને શાકભાજીઓનો ઉપયોગ કરે છે તેમને કેન્સર અને હ્રદયરોગ જેવી ગંભીર બિમારીઓ થવાની શક્યતાઓ ઘટી જાય છે. તેવું ઘણાં બધા વૈજ્ઞાનિક સંશોધનો પરથી સાબિત થયું છે. અને તેથી જ ડૉકટરો પાંચ ફળ અને શાકભાજીઓ નિયમિત ખાવાની સલાહ આપે છે. ફળો અને શાકભાજીને તમે ગમે તે સ્વરૂપે લઈ શકો છો. તાજાં, ડબ્બામાં, થીજાવેલાં, રાંધેલા, રસ કાઢેલાં અથવા સૂકાયેલા સ્વરૂપમાં નિત્ય આહારમાં ફળ અને શાકભાજીનું સેવન કરી શકાય છે. શું તમે પૂરતા પ્રમાણમાં ફોલિક એસિડ લઇ રહ્યા છો ? ફોલિક એસિડ એ ‘B’ વિટામીન છે. ગર્ભવતી મહિલાઓ, […]
*અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. *આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે. *અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે. *આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે. *આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ પણ જાતના પેટનો દુઃખાવો મટે છે. *શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે. *જમ્યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં […]
દૂધની મલાઈ સાથે મીંઢણ ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે. જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે. નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે. લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક નાળિયેરના પાણીથી મોં ધોવાથી ખીલ મટે છે.છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘ અને મોં ઉપરની કાળાશ દૂર થાય છે.રાત્રે સૂતી વખતે ગરમ પાણીથી મોઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સૂઈ જવું. સવારમાં સાબુથી મોં ધોવું. આ પ્રયોગથી ખીલ મટે છે.કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ […]
•નસકોરી ફૂટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમ જ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે. •નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે. •લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબુદ થાય છે. •નસકોરી ફૂટે તો શેરડીના રસના ટીપાં, કાંદાના રસનાં ટીપાં, ગાયના ઘીનાં ટીપાં દૂધનાં ટીપાં, ખાંડના પાણીનાં ટીપાં, દ્રાક્ષના પાણીનાં ટીપાં, ઠંડા પાણીનાં ટીપાં, ગમે તે એક વસ્તુના ટીપાં નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે. •નસકોરી ફૂટે તો ફટકડીનું ચૂર્ણ સુંઘાડવું […]