માંગશો તો જ આત્મિક દિવ્ય દ્ર્ષ્ટી મળશે. અને લોકો શું માંગે છે? કોઈને ધન, કોઈને નોકરી, કોઈને ભણતરની ડિગ્રી, કોઈને સફળતા, કોઈને ધંધામાં સફળતા, કોઈને છોકરી, કોઈને પતિ, કોઈને સંતાન, કોઈને શાંતિ વળી કોઈને કોઈ અલૌકિક શક્તિ પણ કોઈ પરમપિતા પાસે સાચ્ચા મને દિવ્ય દ્રષ્ટી નથી માંગતુ. જ્યારે અર્જુનને દિવ્ય દ્ર્ષ્ટી મળી ત્યારે જ એણે ક્રુષ્ણનુ વિરાટ જોવા પામ્યો હતો. એટલે આપણે પરમેશ્વરનુ આત્મિક રાજ્ય જોઈ નથી શક્તા અને સાંસારીક જરુરીયાતોની પાછળ ખુવાર થઈએ છીએ. હુ પણ પહેલા, ધન માંગતો, શત્રુઓને નાશ થાય એવુ માંગતો, અથવા એવી અન્ય કોઈ નશ્વર […]

 બાળક માટે માતાનો ખોળો માત્ર સુરક્ષાનું જ નહિ નિશ્ચિત બની નિરાંતે શાંતિથી ઉંઘવાનું સ્‍થાન પણ છે. બાળક ગમે તેટલું દુઃખી હોય રડતુ હોય માતા તેને ખોળામાં લે ત્‍યારે શાંત થઈ જાય છે. આ જ રીતે મનુષ્‍ય માત્ર માટે ધરતી માતા સમાન છે. આ પૃથ્વી માત્ર મનુષ્‍યને જ નહિ પ્રાણી, પદાર્થ માટેનું આશ્રયસ્‍થાન છે. તે સુર્યની આજુબાજુ સતત ચકકર લગાવ્‍યા કરે છે. તે રાત્રીના અંધકાર, વરસાદ, વાવાઝોડા તેમજ સુર્યનો તાપ સહન કરે છે. છતાંપણ પદાર્થ માત્રને આશ્રય આપે છે. આમ, પૃથ્‍વી માનવ, પશુ, પક્ષી, જળ, પદાર્થ તમામની માતા ગણાય. આવી મહાન […]

આપણા વેદશાસ્‍ત્રો એ ૐ ઓંકારને સૌથી ઉત્તમ મંત્ર તરીકે સ્‍થાન આપ્‍યું છે. આ ઓંકારનો ઉચ્‍ચાર કરતા જ આપણા માનસપટલ ઉપર એક અલૌકિક સુખ છવાઇ જાય છે. આ ઓંકાર કેટલી શકિત ધરાવે છે. એકવાર મૃત્‍યુ દેવોનો પીછો કરી રહ્યુ હતું. તેનાથી બચવા બધા દેવો વેદ પસે ગયા.વેદ દ્વારા દેવોને આશ્રય મળ્યો પરંતુ મૃત્‍યુ ત્‍યાં પણ આવી ચડયું આથી ગભરાયેલા દેવો ઓંકાર પાસે ગયા. ઓંકારે તેઓને સંરક્ષણ આપ્‍યું. મૃત્‍યુ પાછુ વળી ગયુ અને દેવોનો અદભુત બચાવ થયો. જેણે દેવો જેવા સમર્થ દૈવી તત્‍વોને બચાવ્‍યા હોય તે ઓંકારમાં કેટલી શકિત હશે આથી જ […]

હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી. હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી. હે પરમકૃપાળુ વ્હાલા, મેં પીધાં વિષનાં પ્યાલા, વિષને અમૃત કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી. ભલે છોરું કછોરું થાયે, તોયે તું માવતર કહેવાયે, મીઠી છાયા દેનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો? મારા સાચા ખેવનહારા, તારી કરૂણાનો કોઇ પાર નથી. મારું જીવન છે ઉદાસી, તારે ચરણે લે અવિનાશી, રાધાનું દિલ હરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી.

બારિસ્ટિર તો થયા – પણ પછી ? બારિસ્ટર થવા સારુ બે વસ્તુની જરૂર હતી. એક તો ‘ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. તેવાં બાર સાચવવાં. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવાં એનો અર્થ ‘ખાણાં ખાવાં’ ; એટલે કે, દરેક સત્રમાં લગભગ ચોવીસ ખાણાં હોય તેમાંથી છ ખાવાં. ખાણાં ખાવાં એટલે ખાવું જ એવો નિયમ નહીં; પણ નીમેલે વખતે હાજર થવું ને ખાણું પૂરુ થવાનો વખત થાય ત્યાં સુધી બેઠા રહેવું. સામાન્યા રીતે તો સૌ ખાય ને પીએ જ. ખાણામાં સારી સારી વાનીઓ હોય, અને પીવામાં સારો […]

મહાપ્રદર્શન મેં પારીસમાં અન્નાહારનું એક મકાન હતુ એ વિશે વાંચ્યું હતું. ત્યાં એક કોટડી રોકી. ગરીબાઇથી મુસાફરી કરી પારીસ ગયો. સાત દિવસ રહ્યો ઘણુંખરું બધું જોવાનું પગપાળા જ કર્યું. સાથે પારીસની, તે પ્રદર્શનની ગાઇડ ને તેનો નકશો રાખ્યાં હતા. તેને આધારે રસ્તાઓ શોધીને મુખ્યી વસ્તુઓ જોઇ. પ્રદર્શનની વિશાળતા અને વિવિધતા સિવાય બીજું મને કંઇ યાદ નથી. એફિલ ટાવર ઉપર તો બેત્રણ વેળા ચડેલો, એટલે તેનું સ્મરણ ઠીક છે. પહેલે મજલે ખાવાની સગવડ પણ હતી. એટલે ઊંચે ભોજન કર્યાનું કહી શકવા ખાતર ત્યાં ખાણું ખાધું ને સાડા સાત શિંલિગમાં દીવાસળી મેલી. […]

નારાયણ હેમચંદ્ર આ જ અરસામાં સ્વ. નારાયણ હેમચંદ્ર વિલાયતમાં આવ્યા હતા. લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું હતું. તેમને હું નૅશનલ ઇન્ડિયન ઍસોસિયેશનવાળાં મિસ મૅનિંગને ત્યાં� મળ્યો. મિસ મૅનિંગ જાણતાં હતાં કે મને બધાની સાથે ભળતાં નહોતું આવડતું. હું તેમને ત્યાં જતો ત્યારે મૂંગે મોઢે બેઠો રહેતો; કોઇ બોલાવે તો જ બોલું. તેમણે નારાયણ હેમચંદ્રની ઓળખાણ કરાવી. નારાયણ હેમચંદ્રને અંગ્રેજી નહોતું આવડતું. તેમનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન પહેર્યું હતું. ઉપર ચોળાઇ ગયેલો, કાંઠલે મેલો, બદામી રંગનો કોટ હતો. નેકટાઇ કે કૉલર નહોતાં. કોટ પારસી ઘાટનો પણ ડોળ વિનાનો. માથે […]

નિર્બળ કે બળરામ આ બૌદ્ધિક ધર્મજ્ઞાનના મિથ્યાત્વકનો અનુભવ મને વિલાયતમાં મળ્યો. પૂર્વે એવા ભયમાંથી હું બચ્યો તેનું પૃથક્કરણ કરી શકાય તેમ નથી. મારી તે વેળા બહુ નાની ઉંમર ગણાય. પણ હવે તો મારી ઉંમર વીસ વર્ષની હતી. ગૃહસ્થાશ્રમનો ઠીક અનુભવ મેળવ્યો હતો. ઘણું કરીને મારા વિલાયતના વસવાટના છેલ્લા વર્ષમાં, એટલે ૧૮૯૦ની સાલમાં, પોર્ટસ્મથમાં અન્નાહારીઓનું સંમેલન હતું. તેમાં મને અને એક હિંદી મિત્રને આમંત્રણ હતું. અમે બન્નેં ત્યાં ગયાં. અમને બન્ને ને એક બાઇને ત્યાં ઉતારો આપવામાં આવ્યો હતો. પોર્ટસ્મથ ખલાસીઓનું બંદર ગણાય છે. ત્યાં ઘણાં ઘરો દુરાચરણી સ્ત્રી ઓનાં હોય […]

ધાર્મિક પરિચયો વિષયોનું ચિંતન કરનારનો પ્રથમ તેને વિશે સંગ ઊપજે છે, સંગની કામના જન્મેલ છે. કામનાની પાછળ ક્રોધ આવે છે, ક્રોધમાંથી સંમોહ, સંમોહમાંથી સ્મૃતિભ્રમમાંથી બુદ્ધિનાશની થાય છે, ને અંતે તે પુરુષનો પોતાનો નાશ થઇ શકે છે. એ શ્ર્લોકની મારા મન ઉપર ઊંડી અસર પડી. તેના ભણકારા મારા કાનમાં વાગ્યાં જ કરે. ભગવદગીતા અમૂલ્ય ગ્રંથ છે એમ મને તે વેળા ભાસ્યું. તે માન્યતા ધીમે ધીમે વધતી ગઇ અને આજે તત્વજ્ઞાનને સારુ તેને હું સર્વોતમ ગ્રંથ ગણું છું. મારા નિશાનના સમયે તે ગ્રંથે મને અમૂલ્ય સહાય કરી છે. તેના અંગ્રેજી તરજુમા લગભગ […]

અસત્યયરૂપી જેવો શરમાળ તેવો જ ભીરુ હતો. વેંટનરમાં જે ઘરમાં હું રહેતો હતો તેવા ઘરમાં, વિવેકને અર્થે પણ, ઘરની દીકરી હોય તે મારા જેવા મુસાફરને ફરવા લઇ જાય. આ વિવેકને વશ થઇ આ ઘરધણી બાઇની દીકરી મને વેંટનરની આસપાસની સુંદર ટેકરીઓ ઉપર લઇ ગઇ. મારી ચાલ કંઇ ધીમી નહોતી. પણ તેની ચાલ મારા કરતાં પણ તેજ. એટલે મારે તેની પાછળ ઘસડાવું રહ્યું. એ તો આખો રસ્તો વાતોના ફુવારા ઉડાવતી ચાલે, ત્યાએરે મારે મોઢેથી કોઇ વેળા ‘હા’ કે કોઇ વેળા ‘ના’ નો સૂર નીકળે. બહુ બોલી નાખું તો ‘કેવું સુંદર ! […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors