વાયુ-કફનાશક ઘરેલું ઔષધિ – બામ (નેવરી, કડવી) પરિચય : ગુજરાતમાં કડવી નેવરી, કડવી લૂણી કે બાંબ અથવા બામ (જલનીમ, બામ, બાંબ) નામે ઓળખાતી ‘જલનેવરી‘ વનસ્પતિ ભેજવાળી-વધુ પાણીવાળી – જમીનમાં છાતલાની જેમ થાય છે. તેની મૂળમાંથી અનેક લાલ રંગની શાખાઓ નીકળે છે. જેની પર લૂણીનાં બારીક પાન જેવા, લીલા રંગના, લંબગોળ, સુંવાળા અને સામસામે અસંખ્ય પાન થાય છે. આ પાન રસાળ (ભરેલા)હોય છે. છોડ બહુવર્ષાયુ છે. તેની પર લીલા અથવા ધોળારંગનાં એક એક ફૂલ ૪ પુંકેસરવાળા આવે છે. ફૂલ સાથે છોડ પર ઈંડાકાર ગોળ ફળ થાય છે. જે દરેકમાં ૨-૨ ઘર […]
હ્રદયરોગની મહાન ઔષધિ – અર્જુન (ધોળો સાજડ) પરિચય : આજકાલ હ્રદયરોગ માટે ખૂબ વપરાતા અર્જુન (અર્જૂન, કોહ, કૌહા) કે ધોળા સાજડ (સાદડા)નું ઝાડ ઉત્તર ગુજરાત તથા કોંકણના જંગલોમાં ખાસ થાય છે. તેના ઝાડ ૩૦ થી ૮૦ ફુટ ઊંચા થાય છે. ઝાડના થડની છાલ ખાસ ઔષધરૂપે વપરાય છે. આ છાલ બહારથી સફેદ-કથ્થાઈ રંગની તથા ખરબચડી હોય છે. તેનાં પાન ૩ થી ૬ ઇંચ લાંબા જામફળીના પન જેવા અને ફૂલ સફેદ રંગના નાના કદના તથા ફળ કમરખ જેવા લીલાપીળા એક થી દોઢ ઇંઝ સાઈઝના, ઇંડાકાર અને ૪ થી ૭ ધરી ધરાવતા હોય […]
લોહીની શુદ્ધિ કરી ચામડીના રોગો મટાડનાર – સોનામુખી સોનામુખીને મીંઢીઆવળ પણ કહે છે. તે વેલાની જેમ જમીન ઉપર પ્રસરે છે. સોનામુખીનો રસ કડવો અને તીખો છે. તે તાસીરે ગરમ છે. પચવામાં હલકી, લૂખી, જલદ અને કફવાતશામક છે. સોનામુખી રોચક છે. તે આંતરડાંની ગતિ અને સ્ત્રાવ વધારીને પાતળા ઝાડા કરે છે. પરંતુ તેના વધુ પડતા સેવનથી પેટમાં ચૂંક આવે છે. આયુર્વેદના પ્રખ્યાત સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ અને બીજા વિરેચન ચૂર્ણોમાં મોટે ભાગે સોનામુખી જ પડે છે. સોનામુખીના પાનને પાણીમાં પલાળી કે તેનું ચૂર્ણ કરીને સેવન કરવાથી મળબંધ તૂટે છે અને ઝાડો સાફ […]
જાણો ઓષધિને– ભાંગરો પરિચય : ખાસ કરીને વાળના તેલમાં પ્રચૂરપણે વપરાતો ભાંગરો (ભૃંગરાજ, ભાંગરા) નદી, તળાવ કાંઠે કે ભીની જમીનમાં થનારો બહુ નાનો વર્ષાયુ છોડ છે. ચોમાસામાં તે સર્વત્ર ઊગી નીકળે છે. તેની કાળી, ધોળી અને પીળી એમ ત્રણ જાતો છે. કાળો ભાંગરો ખૂબ જૂજ જોવા મળે છે, સફેદ ભાંગરો વધુ મળે છે. તેમાં ધોળો તથા કાળો ભાંગરો જમીન ઉપર ૧-૨ વેંત ઊંચો થાય છે. પીળો ભાંગરો જમીન ઉપર પ્રસરે છે. તેને બારીક ૧ થી ૪ ઈંચ લાંબા, અર્ધા થી દોઢ ઈંચ પહોળાં, સામસામે આવેલાં, લંબગોળ, ભાલાકાર, અખંડ કે દાંતાવાળા, […]
રસાયન ઔષધિ – શીમળો / મોચરસ પરિચય : સૌરાષ્ટ્ર – ગુજરાતમાં શીમળો કે શેમળા (શાલ્મલી, સમેર, સેમલા, મોચરસ)ના ઝાડ ૧૫ થી ૩૦ ફૂટ ઊંચા અને મોટા દીર્ઘાયુષી થાય છે. આ ઝાડના થડ ડાળીઓ પર બેઠી પડઘીવાળા મજબૂત કાંટાઓ આવેલ હોય છે. ઝાડનાં પાન ૫-૬ના ઝુમખામાં આવે છે. તે પાન ૪ થી ૧૨ ઈંચ લાંબા અને ૧ થી ૪ ઈંચ પહોળા હોય છે. પાન શીતકાળમાં ખરી પડે છે. તે પછી તેની ઉપર સુંદર સફેદ કે લાલરંગના, મોટાં મોટાં ફૂલ આવે છે. તેની પાંખડીઓ મોટી હોય છે. તેમાં ૫૦ થી ૮૦ કે […]
કફ, વાયુ અને પેટના દર્દોની વનસ્પતિ – ધોળો ચંપો પરિચય : ચંપો (શ્વેતચંપક, સફેદ ચંપા)નું ઝાડ મધ્યમ ઊંચાઈ અને વધુ ફેલાવાવાળુ થાય છે. તેની ડાળીઓ કમજોર હોઈ જલ્દી તૂટી જાય છે. આખા ઝાડમાં દૂધ જેવો રસ હોય છે. તેના પાન આંબાના પાન જેવા પણ વધુ લાંબા, પહોળા, દળદાર તથા લીલા રંગના થાય છે. તેની પર વસંતઋતુમાં ૫ પાંખડીવાળા, સફેદ, દળદાર અને જરાક રાતી આભાવાળા ફૂલ થાય છે. તેની વચ્ચેની નાળ, સુંદર પીળા રંગની હોય છે ફૂલમાં હળવી મીઠી સુગંધ હોય છે. જૂના ઝાડમાં ક્યારેક શીંગો થાય છે. આ વૃક્ષ ખાનગી […]
શક્તિદાયક કાશ્મીરી ફળ સફરજન આ કાશ્મીરી ફળ પહેલાં ધનિકોને જોવા મળતું. હવે તેનો વિપુલ પાક થતાં ગામે ગામ પહોંચી ગયું છે. એક અંગ્રેજી કહેવત છે કે રોજ એક સફરજન ખાનાર માંદો પડતો નથી. (An apple a day keeps doctor away). સફરજન સ્વાદે મીઠું, સહેજ તૂરું, તાસીરે ઠંડુ, સહેજ ચીકાશવાળું, પચવામાં ભારે, ઝાડો રોકનાર, વાત-પિત્તશામક અને કફકર છે. તેના સેવનથી શરીર ભરાવદાર બને છે. તે વીર્ય-વર્ધક, રોચક, પથ્ય અને હિતકારી છે. દૂઝતા હરસ, ઝાડા, મરડો, તાવ, પથરી, મેદરોગ, સૂકી ઉધરસ, અગ્નિમાંદ્ય, સ્ત્રીરોગ, દુર્બળતા, અરુચિ, માથાનો દુઃખાવો, ગભરામણ, હ્રદયરોગ, રક્ત-વિકાર, ચામડીના રોગ, […]
બળ, પુષ્ટિ, વીર્ય અને ધાવણવર્ધક – ભોંયકોળું, વિદારી કંદ પરિચય : ગુજરાતમાં અંબાજીના પહાડોમાં ખાસ થતા ભોંયકોળા, વિદારીકંદ (વિદારીકંદ, બિલાઈ કંદ) ખાખરવેલ અથવા ફગડાના વેલા તરીકે પણ જાણીતી વનસ્પતિ વેલા સ્વરૂપની છે. તેની બે જાતો છે. સાદુ અને બીનું દૂધીયું ભોંયકોળું (દક્ષીરવિદારી કંદી) તેની બહુવર્ષાયુ, બહુ મજબૂત અને ૨૦ થી ૪૦ ફૂટ લાંબી વેલ જમીન ઉપર પ્રસરે છે. તેનાં પાન એકાંતર, લાંબાં ડીંટડાનાં, હથેળી જેવડાં અને ભાંગેલ પાંચ પાંખડીઓનાં થાય છે. દરેક ખંડ ૩ થી ૬ ઈંચ લાંબો હોય છે. પાન સુવાળા અને સળંગ કિનારીવાળા હોય છે. એને ચોમાસામાં પાંદડાના […]
શક્તિદાયક તથા શુભકર્તા નાળિયેર નાળિયેરને શ્રીફળ કહે છે કારણ કે તે શુભકર્તા છે. વળી તેને કલ્પવૃક્ષ પણ કહે છે કારણ કે તેનું દરેક અંગ ઉપયોગી છે. નાળિયેર સ્વાદે મીઠું, તાસીરે ઠંડુ, પચવામાં ભારે, સહેજ ચીકણું, મળને બાંધનાર, વાતનાશક, પિત્તનાશક અને કફકર છે. તે માંસ વધારે છે. હ્રદયને માટે સારું છે, મૂત્રાશયને સાફ કરે છે, વીર્ય વધારે છે. નાળિયેરનું પાણી પચવામાં હલકું, અગ્નિદીપક, તરસ-દાહને અને ઉદરરોગી માટે સારું છે. નાળિયેરનું પાણી બળતરા, અમ્લપિત્ત અને અશક્તિ મટાડે છે. સ્ત્રીને ધાવણ ઓછું આવતું હોય તો લીલું-સૂકું કોપરું ખૂબ ચાવીને ખાવું જોઈએ. ભીલામાના સેવન […]
બિમાર માણસનું ઉતમ ઔષધીય ફળ ચીકુ કેળાં પછીનું બીજું સુલભ ફળ ચીકુ છે. તે પણ લગભગ બધી ઋતુમાં મળે છે અને સસ્તુ હોય છે, આબાલ-વૃદ્ધ સૌને તે ભાવે તેવું સ્વાદિષ્ટ હોય છે. ચીકુ સ્વાદે મીઠા હોય છે. તે સહેજ કાચાં હોય તો તૂરા લાગે છે. તાસીરે તે ઠંડા, સહેજ ચીકાશવાળા, પચવામાં પ્રમાણમાં હલકાં અને રોચક છે. તે પિત્તશામક અને કફકર છે. તે પોષક, શક્તિવર્ધક અને બળપ્રદ છે. બીજાં ફળોની જેમ ચીકુમાં બિલકુલ ખટાશ હોતી નથી. કેળાંનો પણ આ જ ગુણ છે. તેથી આ બંને ફળો પિત્તરોગમાં સારા છે. ખાસ કરીને […]