સૈફ પાલનપુરી
ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,
રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ.
બે ચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું,
ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ.
ભૂતકાળનો જાણે એ પ્રસંગ હોય એ રીતે,
આવે છે હવે ‘સૈફ’ મને મારે કઝા યાદ.!!
– ‘સૈફ’ પાલનપુરી,
લોકપ્રિય ગઝલકાર, મુશાયરાના સફળ સંચાલક એટલે ‘સૈફ’ પાલનપુરી,
તેમનો જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ ના રોજ પાલનપુરમાં થયો હતો. તેમની માતાનું નામ રૂકૈયાબાઈ અને પિતાનું નામ ગુલામઅલી હતું. એમનાં ગુજરાતી ગઝલકાર બનવા પાછળ શયદાનો હાથ હતો] અને એટલે એમણે તેમને પોતાના ઉસ્તાદ માનેલા અને સૈફ પોતાને ‘શયદાશિષ્ય’ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા.
તેમનું અવસાન ૭ મે, ૧૯૮૦ ના રોજ થયુ હતું.