ભારતના પંચકાશી :

ભારતના પંચકાશી : ભારતના પંચકાશી : ભારતના પંચકાશી : ભારતના પંચકાશી : ભારતના પંચકાશી :

ભારતના પંચકાશી :
૧. કાશી (વારાણસી)
૨. ગુપ્તકાશી (ઉત્તરાખંડ)
૩. ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
૪. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ)
૫. શિવકાશી (તમિલનાડુ)

૧. કાશી (વારાણસી)
કાશી :

ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લાનું મુખ્ય મથક છે.વારાણસી ગંગા નદીને તીરે વસેલું શહેર છે અને તેની ગણના વિશ્વનાં સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે તે બનારસ કે કાશી તરિકે પણ જાણીતું છે.કાશી આ સંસારની સૌથી પુરાણી નગરી કહેવાય છે. પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે. આ નગરી ભગવાન વિષ્ણુ (માધવ) પુરી હતી. જે સ્થળે શ્રીહરિકના આનંદાશ્રુ પડ્યાં હતાં, ત્યાં બિંદુસરોવર બની ગયું અને પ્રભુ અહીંયાં બિંધુમાધવના નામથી પ્રતિષ્ઠિત થયા હતા.  વારણસીમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક – વિશ્વેશ્વર – મંદિર આવેલું છે. આદિ કાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ. આ શહેરમાં આજનાં આધુનિક યુગમાં પણ વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને કારણે ઉચ્ચ કોટિની વિદ્યા પ્રાપ્ય છે. કાશીના ધાર્મિક મહત્વને કારણેજ ગુજરાતીમાં કહેવત છે કે “સુરતનું જમણ અને કાશીનું મરણ.”
આ ઉપરાંત એવી પણ એક કથા છે કે જે વખતે ભગવાન શંકરજીએ કુ્રદ્ધ થઇને બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું, તો આ મસ્તક એમના કરતલ સાથે ચોંટી ગયું. બાર વર્ષો સુધી અનેક તીર્થોમાં ભ્રમણ કરવા છતાં પણ તેઓના હાથથી મસ્તક અલગ થયું નહીં. પરંતુ જે સમયે એમણે કાશી નગરીની સીમામાં પ્રવેશ કર્યો, ત્યાં જ બ્રહ્મહત્યામાંથી એમને મુક્તિ મળી અને એમના હાથથી મસ્તક પણ અલગ થઇ ગયું. જે સ્થળ પર આ ઘટના ઘટી, તે સ્થાન કપાલમોચન-તીર્થ કહેવાયું. મહાદેવજીને કાશી નગરી એટલી સારી લાગી કે એમણે આ પાવન પુરીને વિષ્ણુજી પાસે પોતાના નિત્ય આવાસ માટે માંગી લીધી, ત્યારથી કાશી નગરી મહાદેવજીનું નિવાસ-સ્થાન બની ગઈ.

નગરીના બાર પ્રસિદ્ધ નામ- કાશી, વારાણસી, અવિમુક્ત ક્ષેત્ર, આનન્દકાનન, મહાશ્મશાન, રુદ્રાવાસ, કાશિકા, તપ:સ્થલી, મુક્તિભૂમિ, શિવપુરી, ત્રિપુરારિરાજનગરી અને વિશ્વનાથનગરી છે.

સ્કન્દપુરાણમાં કહેવામાં આવ્યું છે કે-
ભૂમિષ્ઠાપિન યાત્ર ભૂસ્ત્રિદિવતોઽપ્યુચ્ચૈરધ:સ્થાપિયા
યા બદ્ધાભુવિમુક્તિદાસ્યુરમૃતંયસ્યાંમૃતાજન્તવ:
યા નિત્યંત્રિજગત્પવિત્રતટિનીતીરેસુરૈ:સેવ્યતે
સા કાશી ત્રિપુરારિરાજનગરીપાયાદપાયાજ્જગત્

જેને ભૂતળ પર હોવા છતાં પણ પૃથ્વી સાથે સંબદ્ધ નથી, જેને જગતની સીમાઓ સાથે બંધાયેલ હોવા છતાં પણ સૌનું બંધન કાપવાવાળી (મોક્ષદાયિની) છે, જે મહાત્રિલોકપાવની ગંગા નદીના તટ પર સુશોભિત તથા દેવતાઓ વડે સુસેવિત છે, ત્રિપુરારિ ભગવાન વિશ્વનાથની રાજધાની એવી કાશી સંપૂર્ણ જગતની રક્ષા કરે છે.
વારાણસીમાં આ સિવાય પણ ધણા મંદિરો છે
વિશ્વનાથ મન્દિર
અન્નપુર્ણા મન્દિર
કાલ ભેરવ મન્દિર
તુલસી માનસ મન્દિર
સંકટ મોચન મન્દિર
દુર્ગા મન્દિર , દુર્ગાકુણ્ડ
ભારત માતા મન્દિર

૨. ગુપ્તકાશી (ઉત્તરાખંડ)

શ્રીનગર થઇ ગુપત્કાશી જવાઈ છે અહીંથી ગૌરીકુંડ થી લગભગ ૧૮ કી.મી ઘોડા / ડોલી (સ્વખર્ચે)અથવા ચાલતા યાત્રા કરી કેદારનાથ જવાઈ છે

 

 

 

૩. ઉત્તરકાશી (ઉત્તરાખંડ)

 

 

 

 

 

 

ઉત્તરકાશી જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ ગઢવાલ મંડલમાં આવેલો જિલ્લો છે. ઉત્તરકાશી જિલ્લાનું મુખ્યાલય ઉત્તરકાશીમાં છે. ઉત્તરકાશી સમુદ્ર સપાટીથી ૧૩૫૨ મી ની ઊંચાઈ આવેલું છે. અહીં ઘણાં આશ્રમો મંદિરો અને નેહરુ પર્વતારોહણ સંસ્થાન આવેલા છે

૪. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ)

 

 

 

 

 

૫. શિવકાશી (તમિલનાડુ)

શિવકાશી તમિળનાડુના રામનાથપુર જિલ્લાનું એક નગર છે. આજ જિલ્લામાં યાત્રાધામનો ટાપુ રામેશ્વર આવેલો છે. એક કાળે બે નગરી ઉદ્યૌગીકરણને કારણે ”મિની જાપાન” કહેવાતા. એક હતુ થાણા જિલ્લાનું કલ્યાણ અને બીજું શિવકાશી.

શિવકાશી હિન્દ કદાચ એકમાત્ર નગર છે ત્યાં ભિક્ષુકો નથી ત્યાં રહેનારા સૌ કોઈને કંઈક ઉપજાવ કામગીરી મળી જ રહે છે. અહીં હજારોના ગુણાંકમાં ગૃહ અને કુટીર ઉદ્યોગો ચાલે છે. ફટાકડા અને મુદ્રણ ઉપરાંત દીવાસળી, મીણબતી, અગરબતી,ક મુદ્રણમાં હજારોને રોજી તેમજ દારૂખાના અને દીવાસળીમાં લાખો લોકો રોજીમાં જોડાયેલા છે. નગરની વસતિ કરતા ત્રણથી ચારગણી રોજગારી ચાલે છે. શિવકાશીમાં લગભગ તમામ ઘરમાં કારખાનામાં એક ખાસ પધ્ધતિઓ કાપ ચાલે છે. મોટી ફેક્ટરીઓની ડિલીવરી વાન સવારમાં આવે છે. કાચો માલ આપી જાય છે. સાંજે ડિલીવરીવાન તૈયાર માલ લઈ જાય છે. માલ મુજબ મૂલ્ય તરત જ ચુકવી દેવાય છે. આટલો રોકડિયો વહેવાર અન્યત્ર કયાંય નથી ઘરોમાં વૃદ્ધજનો, ગૃહિણીઓ અને બાળકો સહિત અવકાશ મુજબ અને શક્તિ અનુસાર કામ કરી લે છે જેની કમાણી સાંજે દેખાઈ જાય છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors