ઓખાહરણ-કડવું-૫૩

ઓખાહરણ-કડવું-૫૩  (રાગ-સામગ્રી)
કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે

કન્યાએ ક્રોધ જણાવીઓ, હાકોટ્યો પ્રધાન;
લંપટ બોલતા લાજે નહિ, ઘડપણે ગઈ શાન. કન્યાએ

પાપી પ્રાણ લેવા ક્યાંથી આવિયો, બોલતો શુદ્ર વચન;
એ વાત સારુ કરવી જોઈશે, જીભલડી છેદન. કન્યાએ

હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારેખમ કૌભાંડ;
એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ

કહેવા દેને તું મારી માતને, પછી તારી વાત;
હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કન્યાએ

કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર;
પછી કાલાવાલાં માંડિયાં, ન જાણ્યું સ્ત્રીચરિત્ર. કન્યાએ

બાઇ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ;
ઓખાજી પૂછવા માટે, આવડો શો ક્રોધ ? કન્યાએ)

એવું કહેતા સેવક મોકલ્યો, બાણાસુરની પાસ;
રાજાએ મંત્રીને કહાવિયું, જુઓ ચઢીને આવાસ. કન્યાએ

કૌભાંડ કોપ કરીને ગાજીઓ, વગડાવ્યાં નિશાન;
માળિયેથી બંને ઉતારો, બાણાસુરની આણ. કન્યાએ

દાસને આપી આજ્ઞા, સ્થંભ કરોને છેદન;
ઓખાએ આંસુડા ઢાળિયાં, ચંપાશે સ્વામીન. કન્યાએ

હોંકારો અસુરનો સાંભળી, ઊભો થયો અનિરુદ્ધ;
મેઘની પેઠે ગાજીઓ, કંપી નગરી બુધ. કન્યાએ

મંત્રી કહે સુભટ સાંભળો, કોઇ જોદ્ધો બોલ્યો અહીં;
આપણા નાદે ઊઠ્યો, મેઘ શબ્દથી સહી. કન્યાએ

ઓખાએ નાથને બાથમાં, ઘાલ્યો શું જાઓ છો વહી;
મરડી જાઓ જુદ્ધને, હવડાં જાઉં કહી. કન્યાએ

આ શો ઉદ્યમ વઢવા તણો, નથી બાપુનું ધામ;
દાનવને માનવ જીતે નહિ, ન હોય ઋતુ સંગ્રામ. કન્યાએ

નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ;
હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જઈ. કન્યાએ

(વલણ)

જઈ બેઠાં નરનારી, બંને વાત વિપરીત કીધી રે;
છજે ભજે કામ કુંવરે, ઓખા ઉછંગે લીધી રે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
Recent Posts

Warning: Undefined array key 0 in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 48

Warning: Attempt to read property "guid" on null in /www/wwwroot/jeevanshailee.com/wp-content/themes/jeevanshailee/jeevanshailee-recent-posts.php on line 48
કઈ મર્યાદાઓ મનુષ્યને વિશેષ અનુકુળ નથી ?
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors