ચિત્રલેખા સ્વપ્ન દ્રારા ઓખના સ્વપ્ન-ભરથારને આલેખે છે ઓખાહરણ-કડવું-૩૬     (રાગ-કલ્યાણી) ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને, લેખણ લાવીને, કરમાં સાહીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે.   હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે; સુરલોક લખ્યા ને ભુરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા.   સત્યલોક લખ્યા, ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યા; હવે ઓખાબાઇ તમે ઓરાં આવોને, આમાં હોય તો આવીને બોલાવો રે.   ઓખા આવી કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે; બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઇને […]

ઓખાને ચિત્રલેખાની સલાહ ઓખાહરણ-કડવું-૩૫   (રાગ-આશાવરી) સ્વપ્નં સાચું ન હોય, સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. ટેક. એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે;હસ્તી ઝુલે તેને બારણે   રથ ઘોડા પરમ વિશાળ રે,જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક. સ્વપ્નું..   એક નિરધનીઓ તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર; તેને દેશ-વિદેશ વહાણ ચાલે; વાણોતર છે સાર, જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ. સ્વપ્નું..   મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં, ભણિયો વેદ પુરાણ; જાગીને ભણવા જાય ત્યારે, મુખે ન આવડે પાષાણ. સ્વપ્નં સાચું ન હોય, સહિયર મારી સ્વપ્નું સાચું ન […]

ઓખાને ચિત્રલેખાની સલાહ ઓખાહરણ-કડવું-૩૪   (રાગ-સાખી)   ઓખા રુવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય; સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુ:ખ ન પામે કોય.   જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ નવ ખાય; મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય.   વેરણ થઈ વિધાત્રી, એણે આડા લખિયા આંક; એક વાર આવે મારા હાથમાં, તો ઘસીને વાઢું નાક.   કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંક; કરણીનાં ફળ ભોગવો, તેમાં વિધાત્રાનો શો વાંક ?   વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક; એક વાર પોકારે બારણે, તેને પુત્રી જન એક. […]

ઓખાહરણ-કડવું-૩૩   (રાગ-સાખી)   ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ; શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડીઓ વિજોગ.   સ્વપ્નમાં મહારા પિયુજીશું, અમે કરતાં લીલા લહેર; અમૃતરસ હું પીતી હતી, તેમાં તેં મેલ્યું ઝેર.   કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ; તમને પૂછું પંડિતો, એક દિન કીતના માસ.   ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ; એક પળ પિયુ વિના, લાગે વરસ કરોડ.   ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માગીશ; હું સજ્જનને મળી, તારી પાંખો પાછી દઈશ.   પાંખો પ્યારી પંથ વેગળો, તારો પિયુ […]

સ્વપ્નામાંથી જગાડી ઓખાહરણ-કડવું-૩૨  (રાગ-સોરઠ)   સહિયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રે હો; ઉમિયાનો વર આજ સફળ થયો જે. જપતાં દહાડી દહાડી રે હો.   અધવચ કૂવામાં મુજને ઊતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રેં હો; બાગબગીચામાં ફુલ ફુલ્યાં છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો.   ભૂંડી સહિયર, શત્રુ શે થઈને લાગી; મને સ્વપ્નામાંથી જગાડી રે હો.  

ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર ઓખાહરણ-કડવું-૩૧  (રાગ-ધોળ) સ્વપ્નાંતરમાં દીઠી, સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે   સ્વપ્નાંતરમાં તે ખળકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દેસે છે અતિ રૂડી રે.   સ્વપ્નાંતરમાં વરત્યાં છે મંગળ ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે   સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, ઓખા હસી હસી તાળી લે હાથ રે.   ચિત્રલેખા ભરી રે નિદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે.   ઓખાબાઇને નાટક ચેટક લાગ્યું રે, તે તે કેમ કરીને થાય અળગું રે.   જાગ જાગ ઓખા જાગ રે; જે જોઈએ તે […]

ઓખા ગોર્યમાને ઠપકો દે છે ઓખાહરણ-કડવું-૩૦  (રાગ-ઢાળ) પ્રેમે પ્રદક્ષિણા કરીને, કરજોડી ઊભી બાળ; પારવતી કહે માગ્ય વર, હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી. હરખશું તેણી વાર, માતા મુજને આપીએ, મારા મનગમતો ભરથાર.   ત્રણ વાર માગ્યું ફરી ફરીને, વર આપો આ દિશ; લાજ મૂકીને ઓખા બોલી, તવ ચઢી પાર્વતીને રીસ.   નિર્લજ થઈ તેં કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ; જા પરણજે ત્રણ વાર તું, એમ બોલ્યાં પાર્વતી આપ.   વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે, ત્રણ હજો ભરથાર: શાપ એવો સાંભળીને, કંપી રાજકુમાર.   પુરુષને […]

ઓખા ઉમિયાજીને શાપનિવારણ માટે વિનંતી કરે છે ઓખાહરણ-કડવું-૨૯  (રાગ-સાખી) ઓખા કહે અમે પેઠાં પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યાં; હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફુટી ગયાં.   ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ; પીવા ઝબોળી પાય, મારાં ભર્યા સરોવર ગયાં સુકાઈ.   આણી જ તીરેથી અમે અળગા ન થયાં. પેલી તીરે નવ ગયાં; કરમ તણે સંજોગ અમે, મધ્યે જળ વચ્ચે રહ્યાં.   હું તો આવી ઇશ્વર પૂજવા, સામો દીધો શાપ; પરણ્યા પહેલા રંડાપણુ થયું, મારાં કીયા જનમનાં પાપ.   ઉમિયા તું તો મારી માવડી, છોરૂં છે ના […]

ઓખા શિવજી-ઉમિયાજીની મુલાકાતે જાય છે ઓખાહરણ-કડવું-૨૮  (રાગ-ઢાળ) હું હિમાચળનો ભાણે જ ભાઇ, ગણપતિ મારે વીર; મહાદેવની પૂજા કરીએ, મન રાખીને ધીર.   ખેચરી ગતમાં ઓખા ચાલ્યાં, તેનો કહું વિસ્તાર; સ્નાન કરીને કામનીએ તો, સજ્યા સોળ શણગાર રે.   નેપુર વાજે વિંછવા ગાજે, ઝાંઝરનો ઝમકાર; માથે દામણી ઝુમણું ને, વળી ઉર એકાવળ હાર.   જડાવ ચુડલો ઝુલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર; પગે પાવલાં નેપુર વાજે. ઘુઘરીનો ધમકાર.   વાળે વાળે મોતી પરોવ્યાં. મોતી સેરો સોળ; દરપણ લીધું હાથમાં ને, મુખે ભરિયા તંબોળ.   પકવાન થાળ મોતીએ ભરિયો, માંહે શ્રીફળ ફોફળ પાન; […]

ઓખા ગોર્યમાને ઠપકો દે છે ઓખાહરણ-કડવું-૨૭   (રાગ-ઢાળ) એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર; વાસી પુષ્પે કરતી પૂજા. ઓખા તો નિરધાર.   એટલે ચિત્રલેખા જાગીને જુવે તો, વાત બની વિપ્રિત; વાસી પુષ્પ ચઢાવ્યાં દીઠાં, થઈ રહી ભયભીત.   વાસી પુષ્પે પૂજા કીધી, નહિ પામે ભરથાર; ભરથાર જો હું નહિ પામું, તું સાંભળ મોરી માય.   આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય; ઉપર પાણી રેડીએ તો, આફુરાં ધોવાય.   ઊંચેથી પછાડીએ. ભાંગી ભૂકો થાય; તું આ લે રે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય.   પંદર દહાડા પૂજા કીધી, બોલાવ્યા […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors