ઓખાહરણ-કડવું-૪૫ (રાગ:મારુ) મહા બળીઓ તે જાગીઓ, તેના બળનો નાવે પાર રે; હરડું હાક મારી, કીધો છે હોંકાર રે. (૧) ધમક ધમક ડાકલાં વાગે, ઠારોઠાર રે; આ તો ન હોય રે, મારા બાપનું ગામ રે. (૨) દ્વારકામાં વસે, સઘળા વૈષ્ણવ જન રે; અહો રાત્રી બેઠા કરે છે, ત્યાં સહુ કીરતન રે (૩) ભજન નારદ કેરા કચરડા, તે હોય અપાર રે; ભૂત ભૈરવ જોગણી, અસુર કોઈની નાર રે (૪) ડાકણી છો શાકિની છો, કોણ છો બલાય રે; ચિત્રલેખા કહે છે વીરા, ખમા ખમાય રે. (૫)

ઓખાહરણ-કડવું-૪૪ (રાગ-સાખી) મંદિર માળીયામાં અનિરુધ્ધ જાગૃત થાય છે (સાખી) સ્ત્રી ચરિત્ર અનેરડાં, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે, પણ ખોયો પોતાનો ધરમ. (૧) (રાગ:ઢાળ) ઓખા કહે છે ચિત્રલેખાને, હાવે ના બોલીશ આડું; તું કહે તો મારા પિયુને, પગ ચાંપી જગાડું. (૧) ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય; એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. (૨) ઓશીકે જઈ જોવા લાગી તો, મોટી એક ગદાય; ઉપાડીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. (૩)

ઓખાહરણ-કડવું-૪૩ (રાગ-આશાવરી) ભરથારનું કહ્યુ ન માનવાથી…. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિદ્રામાંથી ઊઠાડીએ, મન સંગાથે એવાં બીજીએ, બ્રહ્મહત્યા તો શીદ લીજીએ. (૧) ભરથાર પહેલી ભામની, જે અન્ન રાંધીને ખાય; વાગોળ થઈને અવતરે, ઊંધે મસ્તક ટંગાય. (૨) ભરથાર પહેલી ભામિની, સુવે સજ્યા માંય; આંધળી ચાકરણ અવતરે; પડે મારગ માંય. (૩) ભરથારનું કહ્યું જે ન માને, આપમતી જે નારી, તે તો નારી અવતરે, કાંઈ બિલાડી મંઝારી. (૪) ભરથારનું જે કહ્યું ન માને, તરછોડે નિજ કંથ; હડકાઇ કૂતરી અવતરે, એને માથે પડશે જંત. (૫) ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલ આપ; પિયુ પોઢ્યો […]

ઓખાહરણ-કડવું-૪૨ (રાગ-ઢાળ) ચિત્રલેખા અનિરૂધ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઇ, મારે દ્વારકામાં જાવું; પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. (૧) અગિયાર સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જુગદીશ; સુદર્શન જો ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૨) બાઇ તુજને તાણ તો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને; લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે શાને ? (૩) જાતી વેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો; કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતાં ચુડો. (૪) ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર; તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી […]

ચિત્રલેખા સ્વપ્ન દ્રારા ઓખના સ્વપ્ન-ભરથારને આલેખે છે ઓખાહરણ-કડવું-૩૬            (રાગ-કલ્યાણી) ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને, લેખણ લાવીને, કરમાં સાહીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે. હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે; સુરલોક લખ્યા ને ભુરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યા; હવે ઓખાબાઇ તમે ઓરાં આવોને, આમાં હોય તો આવીને બોલાવો રે. ઓખા આવી કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે; બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઇને રમતું રે. ચિત્ર […]

ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે ઓખાહરણ-કડવું-૪૧ (રાગ-મારુ) ઓખા કહે છે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી; બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ શાતા.   ચતુરાને કહે ચિત્રલેખા, બાઇ આણ્યાના ઉપાય કેવા; દૂર પંથ દ્વારામતી, કેમ જવાય મારી વતી.   ત્યાં જૈ ન શકે રાય શક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર; જાવું જોજન સહસ્ત્ર અગિયાર, તારો કેમ આવે ભરથાર.   નયણે નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે; બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી.   સહિયરને સહિયર વહાલી, છે મેં જમણા […]

ઓખાહરણ-કડવું-૪૦ (રાગ-પરજ) આપો આણી, એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી. ટેક   મેં તો સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાંપણનો છે ચાળો રે; મારૂં મનડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો આણી.   જેના દીર્ઘ બાહુ આજાન રે, મકરાકૃત કુંડળ કાન રે; અંગ શોભે એ ભીને વાન, તે વર મુને આપો હો આણી.   જેનાં લક્ષણ વીસ ને બાર, મુને પરણી ગયો જે કાલ રે; તેને વરસ થયાં દશ-બાર, તે વર મુને આપો હો આણી.   વરની લટકતી […]

ચિત્ર જોઈ ઓખા વિહવળ બને છે   (રાગ-ઢાળ) ઓખાહરણ-કડવું-૩૯ ચિત્રલેખાના હાથમાંથી, પેલું લખિયું પૂતળું જેહ; પ્રેમ આણી ઓખાબાઇએ, ઝુંટી લીધું તેહ.   કરમાં લઇને કામની, કાંઇ દે છે આલિંગન; માળિયામાં મેલી ચાલ્યા, પ્રાણતણા જીવન.   આણિવાર હું નહિ જાવા દઉં, મેં ઝાલ્યો છેડો; મારા પિયુજી પરવરો તો, મુજને જલદી તેડો.   ચિત્રલેખા એણીપેર બોલી, સજોડે છે જોડ; તે તો પહોડ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે.

ચિત્ર દ્રાર ઓખા પોતાના ભરથારને ઓળખે છે ઓખાહરણ-કડવું-૩૮      (રાગ-કલ્યાણ) ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સાહીને.   હાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે; લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે.   લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણીવાર રે, કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા, ને અક્રુર લખ્યા.   વસુદેવ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે, બાઇ તે તો એંધાણ મળિયા રે, આ ઘરડાને માથે પળીઆ રે.   તેને માથે […]

ઓખા પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે ઓખાહરણ-કડવું-૩૭    (રાગ-સાખી) સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ; રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ.   સોરઠ દેશ સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર; ન ન્હાયો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર.   સોરઠ દેશ સોહામણો, ઢેલ ગેલ કરંત; ગંગોદક ભરી કંચૂકી, રાય હરિચરણે ધરંત.   સોરઠ સુઘડ માનવી, રાજ નિત નિત કરે વહેવાર; એક નગર રહે માનવી, તેને ઊભા ઊભા જુહાર રે.   (રાગ:હુલારી)   આજે રે, સ્વપ્નમાં દીઠી ગોમતીની તીર રે, આજ સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે; આજ સ્વપ્નામાં દીઠા સુંદર ભરથાર રે, […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors