ઓખાહરણ-કડવું-૫૫  (રાગ-પરજ) બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામની એ જ્યારે કટક દીઠું , ઓખા થઈ નિરાશ, અરે ! દેવ આ શું કીધું, મારા મનમાં હતી મોટી આશ. વાલા કેમ વઢશો રે, મારા પાતળિયા ભરથાર. વાલા… અરે પિયુ તમે એકલા, કરમાં નથી ધનુષ ને બાણ; એ પાપી કોપીઓ, લેશે તમારા પ્રાણ. વાલા… આછી પોળી ઘીએ ઝબોળી; માંહે આંબારસ ઘોળી તમે જમતા હું વીસરતી, ભરી કનક કટોરી.વાલા… આળોટે- પાલોટે અવની પર, રૂદન કરે અપાર; બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વાલા… વળી બેસે ઊઠીને, વળી થાય વદન વીકાસણ વીર; […]

ઓખાહરણ-કડવું-૫૪  (રાગ-રામકલી) કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખા બેસારી અનિરૂદ્ધે ખોળેજી, કંઠમાં બાવલડી ઘાલી બાળાજી; દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. (ઢાળ) જ્વાળા પ્રગટી ઝાળ પ્રગટી, સુભટ દોડ્યા સબળા; મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સૂતા સંગ બેઠો; જ્યાં સ્પર્શ નહીં પંખીતણા, તે માળિયામાં કેમ પેઠો ? નિશંક થઈને છાજે બેઠા, નિર્લજ નર ને નારી; હાસ્ય વિનોદ કરે ઘણો, લજયાના આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાઈ ધાઈ લે છે સોઈ; પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દીસે કોઈ. અંબુજવરણી […]

ઓખાહરણ-કડવું-૫૩  (રાગ-સામગ્રી) કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે કન્યાએ ક્રોધ જણાવીઓ, હાકોટ્યો પ્રધાન; લંપટ બોલતા લાજે નહિ, ઘડપણે ગઈ શાન. કન્યાએ પાપી પ્રાણ લેવા ક્યાંથી આવિયો, બોલતો શુદ્ર વચન; એ વાત સારુ કરવી જોઈશે, જીભલડી છેદન. કન્યાએ હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારેખમ કૌભાંડ; એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ કહેવા દેને તું મારી માતને, પછી તારી વાત; હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કન્યાએ કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર; પછી કાલાવાલાં માંડિયાં, ન જાણ્યું સ્ત્રીચરિત્ર. કન્યાએ બાઇ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ; […]

ઓખાહરણ-કડવું-૫૨   (રાગ-મલાર) ઓખા ને આવાસે પ્રધાન કૌભાંડ તપાસ કરવા આવે છે વર્ષાઋતુ વહી ગઈ રે, રમતાં રંગ વિલાસ; સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમે સહિયર આવી, શરદ પુનમની રાત; માણેકઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દીસે આસો માસ. ચંદ્રમાને કિરણ બેઠાં, હિંડોળે નરનાર; હસ્યવિનોદમાં રે, કરતાં વિવિધ વિલાસ. રક્ષક રાયના રે, તેણે દીઠી રાજકુમારી; કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દીસે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દીસે છે ઓખાય; રાતી રાતી આંખલડી રે, ફુલી દીસે છે કાય. હીંડે ઉર ઢાંકતી રે, શકે થયા છે નખપાત; અધરમાં […]

ઓખાહરણ-કડવું-૫૧   (રાગ-ધોળ) ઓખા ને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે બોલ્યા શુકજી પ્રેમે વચન, સાંભળ પરીક્ષિત રાજન; મળી બેથી સૌ સહિયર નારી, બોલી વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામા ને સ્વામી, ચિત્રલેખા કહે શીર નામી; બાઈ તું કરજે પિયુંના જતન, રાંક હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો; અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય ? તમે નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દિજે; બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. હવે સતી ઓખા વલતી ભાખે, બાઈ કેમ જીવું તુંજ પાખે; આપણ બે જણ દિન નીરગમશું, અન્ન […]

ઓખાહરણ-કડવું-૫૦  (રાગ-ધોળ) ઓખા અનિરુદ્ધને પરણે છે માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે; માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વરતાય રે, પહેલે મંગળ શાં શાં દાન અપાય રે; ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વરતાય રે, બીજે મંગળ, શાં શાં દાન અપાય રે; ચિત્રલેખા આપે છે સોળ શણગાર, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે, ત્રીજે મંગળ, શાં શાં દાન અપાય રે; ચિત્રલેખા આપે […]

ઓખાહરણ-કડવું-૪૯ (રાગ-સિધુડો) ઓખા અનિરુધ્ધને વિનવે છે મારા સોરઠીઆ સુજાણ, મળ્યા મને મેલશો મા; મારા જીવના જીવનપ્રાણ, મળ્યા મને મેલશો મા. (૧) મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલશો મા; સાસુડીના જાયા, મળ્યા મને મેલશો મા. (૨) સ્વપ્ને શીદ ઝાલ્યોતો હાથ, ચાલો તો કાઢુ પ્રાણ; તમને દાદાજી ની આણ, મળ્યા મને મેલશો મા.(૩) ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી. (૪) એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી (૪) મારા વડવાની વાત, કાઢી જે વઢીઃ ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી(૫) કૌભાંડની તે તનયાય, પગની ખાસલડીઃ ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, હવે હું […]

ઓખાહરણ-કડવું-૪૮ (રાગ-ઢાળ) અનિરુધ્ધ ગુસ્સે થાય છે અનિરુદ્ધ વળતો કોપીઓ, ક્યાં ગઈ મારી ગદાય; બે જણના, મારી કરું કકડાય. (૧) તમો જાણ્યું અહીંયાં લાવી, કર્યું ભલેરું કામ; તમને બે જણને મારી, ઊડી જાઉં દ્વારિકા ગામ. (૨) ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડ; મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. (૩)

ઓખાહરણ-કડવું-૪૭ (રાગ:વલણ) અનિરુધ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ બાણાસુરની નગરમાં, ગડગડિયા નિશાન રે; એણે રે શબ્દે અનિરુદ્ધ જાગીય્રા રે. (૧) જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે; આ તો ન હોય અમારી નગરી રે.(૨) આ અસુરના માળિયાં રે અમારું ન હોય ગામ રે; ન હોય કનકની દ્વારિકા રે. (૩) હોય અમારી વાડી રે, અમે રમતાં દહાડી દહાડી રે; ન હોય પુષ્પ કનકનો ઢોલિઓ રે (૪) અહીંયાં નાદ ઘણા વાગે, રણતુર ઘણેરાં ગાજે રે; ન હોય, ન હોય, શંખ શબ્દ સોહામણા રે. (૫) મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે; કઈ ભામિનીએ, […]

ઓખાહરણ-કડવું-૪૬ (રાગ:સામગ્રી) અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે; કોણ કારણ અમને લાવીયા હો. (૧) ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું હું જાણી; ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથે હો, તમને લાવીયા હો. (૨) તમે નારી ધન્ય, દીસો છો કુંવારી; કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું ઓ અસુર નંદની હો. (૩)

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors