ગોર્યમા પાસે માંગણી ઓખાહરણ-કડવું-૨૬   (રાગ-ધોળ) ગોર્યમા! માંગુ રે, મારા બાપનાં રાજ; માતા સદાય સોહાગણી .   ગોર્યમા! માગું રે મારા ભાઇનાં રાજ; ભાભી તે હાથ હુલાવતી.   ગોર્યમા! માગું રે મારા સસરાનાં રાજ; સાસુને પ્રજા ઘણી.   ગોર્યમા! માગુ રે, દિયર જેઠનાં રાજ; દેરાણી જેઠાણીનાં જોડલાં.   ગોર્યમા! માગું રે, તમારી પાસ; અખંડ હેવાતન ઘાટડી.   ગોર્યમા! માંગું રે, હું તો વારંવાર; ચાંલ્લો ચૂડોને રાખડી. ગોર્યમા! માંગું રે, સરખાં સરખી જોડ; માથે મનગમતો ધણી.  

ગોર્યમાની પૂજા ઓખાહરણ-કડવું-૨૫   (રાગ-ઢાળ) બાઇ તું કુંવારી હું યે કુંવારી; સાંભળ સહિયર વાત; ગોર્યમાની પૂજા કરીએ, તો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે, ગોર્યમાની પૂજા થાય; મને કરી આપો પૂતળાં, પૂજું મોરી માય. ફાગણ વદ બીજના દહાડે, કરવું રે સ્થાપન; ચૈતર સુદી ત્રીજના દહાડે, કરવું ઉત્થાપન. ભોંય શય્યા પાથરી, સંદેસરાના ફૂલ; પૂજી અરચી ઓખા માંગે, જે જે વસ્તુ અમૂલ્ય.

ઓખાનું ચિત્રાત્મક વર્ણન ઓખાહરણ-કડવું-૨૧   (રાગ-સામેરી) ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે; ઓખા તું ચાલે હંસની ચાલ રે, ચોળીને રંગે ચુંદડી રે. ઓખા તારે બાંયે બાજુબંધ રે, ઓખા તારું મુખડું પુનમ ચંદ રે; ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે કસબી કોરે સાળુડો રે. ઓખા તારા શોભીતા શણગાર રે, ઓખા તારા તેજ તણો નહિ પાર રે; ઓખા તને વર્ષ થયાં દસ-બાર રે; ઓખા તારે પાવલે નેપુર વાજતા રે.

ઓખાને ચિત્રલેખાની સલાહ ઓખાહરણ-કડવું-૨૪   ((રાગ-મેવાડની દેશી) ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો; આપણે મોટાં મા-બાપનાં છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો.   બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો; અમે તો તમ પાસે ન રહીએ જો, જઈ બાણાસુરને કહીએ જો.   વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંતજ આણે જો; મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો.   તુજમાં દીસે છે અપલક્ષણ જો,કોઈના કરવા ઇચ્છે છે દર્શન જિ; બહેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી […]

ઓખાની વિરહવેદના ઓખાહરણ-કડવું-૨૩   ((રાગ-તોડી) વર વરવાને યોગ્ય થઈને, પ્રગટ્યાં સ્ત્રીનાં ચેનજી; ઓખા કહે છે ચિત્રલેખાને, વાત સાંભળ મારી બહેનજી, સહિયર શું કીજે અનિહાંરે દાડલા કેમ લીજે મારી બેની રે, દોષ કર્મને દીજે; અનિહાંરે કે વિષ ઘોળી ઘોળી પીજે. ટેક.   આજ મારે ભૂંડું જોબનિયું, મદ પૂરણ મારી કાયજી; પિતા તે પ્રીછે નહિ, મારો કુંવારો ભવ કેમ જાય રે. સહિયર…   સાસરે નિત્ય જાય ને આવે, મુજ સમાણીજી; હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. સહિયર…   એ રે દુઃખે હું દુબળી, અને અન્ન ઉદક ન ભાવેજી; આ વાસ […]

ઓખાહરણ-કડવું-૨૨   ((રાગ-સાખી) હાંરે બેની તારે, વિછુવા કર કંકણ મુદ્રિકા ને હાર; એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર.   સેંથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ; પુરુષ વિના કરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર.   (ચોપાઈ)   બાઈએ છોડી નાખ્યા હાર રે, આ તું લે તારો શણગાર રે; હું તો નહિ પામું ભરથાર રે, નહિ ઓઢું ઘાટડી રે.   બાણાસુર મારો બાપ રે, મારા કોણ જનમનાં પાપ રે; મુને નહિ પરણાવે આપ, નહિ જોઉં વાટડી રે.

ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ ઓખાહરણ-કડવું-૨૦   (રાગ-આશાવરી) ચિત્રલેખા એણીપેર બોલી, સાંભળ સહિયર વાત; તારે કાજે નહિ પરણાવે, બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે, છેદાયે રાયના હાથ; તારે કાજે નહિ પરણાવે, પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ, આવોને ઔખાય; વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞા તો, શંભુ પૂજવા જાઉં; બાણાસુર પ્રત્યે પુત્રીએ, એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાંય; ઘર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યાં,તે પોતે તેણીવાર: ચિત્રલેખા સહિયર મહારી, ઉપાય કરવો સાર.

કન્યા વિવાહનું ફળ ઓખાહરણ-કડવું-૧૯    (રાગ-આશાવરી)   પાંચ વર્ષની પુત્રી, તો ગવરી રે કહેવાય; તેને કન્યાદાન દે તો, કોટી યજ્ઞફળ થાય.   પણ પુત્રી કેરા પિતાને, સમજાવી કહો વાત, દેવવિવાહનું ફળ જેને, વરસ થયા છે સાત.   પુત્રી કેરા પિતાને, કાંઈ કહેવરાવો રે, ગાંધર્વ વિવાહનું ફળ, જેને વર્ષ થાયે નવ.   એમ કરતાં વળી વચમાં, આવી પડે કાંઈ વાંક, મનુષ્યવિવાહનું ફળ જેને, અગિયારે આડો આંક.   એમ કરતાં વરસ જાય ને, બાર પૂરા થાય; પુત્રીનું મુખ પિતા જુવે. બેસે બ્રહ્મહત્યાય રે.

ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે ઓખાહરણ-કડવું-૧૮    (રાગ-સાખી) જોબનીયું વાધ્યું રે, ઓખા નાનકડી રે લોલ; મારે જોબનીયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ; તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ…   બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ; મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ, મારા જોબનીયા લટકો, દહાડા ચાર છે રે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહિ મળે રે લોલ..

ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં ઓખાહરણ-કડવું-૧૭    (રાગ-સાખી) ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ; ને ઘેર પુત્રી લાડકવાયી, તેનાં મા બાપ માગે ભીખ.   બાળે અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય; જો અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય.   મણિધર નારી ને ઋષિકુળ,નદી નૃપ ને કમલા, એટલા અંત ન લીજીએ, જો ઇચ્છીએ કુશળક્ષેમ;   (રાગ:ઢાળ)   નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર; ગોખ બારી ને અટારી, તેનો કહેતાં ન આવે પાર.   મરકત મણિમોતીએ જડ્યાં, માંહે પીરોજાના પાટ; હયશાળા ગજશાળા જે, હીંચવા હીંડોળાખાટ.   દિવસ માસ […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors