શિવજીએ શાપ આપ્યો-ગણપતિને ઓખાની ઉત્પતિ ઓખાહરણ-કડવું-૬ તે તો તારે વણ કહે મેં, ઉપજાવ્યો છે એક; જે કર છેદન કરીને તારા, કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું, ચિંતા મુજને થાય; લે બાણાસુર જા હું આપું, એક આ ધ્વજાય. જ્યારે ધજા એ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાય; રુધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોઝાર. ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર; વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમે મહાદેવ કહે, મારે તપ કરવાનું મન; તેણે સમે ઉમિયાએ માંડ્યું, અતિ ઘણું રુદન. અહો શિવજી, અહો શિવજી, જનમારો કેમ […]

બાણાસુર શિવજી સાથે યુધ્ધ કરવા ગયો ઓખાહરણ-કડવું-૫            (રાગ:ઢાળ)   કૈલાસ પર્વત જઈ રાજાએ, ભીડી મોટી બાથ; જળમાંહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ.   ટોપ કવચ ને ગદા ફરસી, કડકડાટ બહુ થાય; એણે સમે ઉમિયાજી મનમાં, લાગ્યાં બ્‍હીવાય.   જઇને શંકરને ચરણે નમિયાં, અહો અહો શિવરાય; શાને કાજે બીહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય.   શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર; વળી માગવા શું આવ્યો છે, અંધ તણો કુમાર.   સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય; એક યોધ્ધો મુજને આપો, યુધ્ધ કરવા સમર્થ.   આવો શિવ આપણ […]

બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો ઓખાહરણ-કડવું-૪     (રાગ-આશાવરી) વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય; વનનાં વાસી પશુ રે પંખી, તે લાગ્યાં બ્‍હીવાય.   કાંઇ નવ દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય; આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુરરાય.   નગર સમીપે ચાલી આવ્યો, બાણાસુર બળવાન; કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન.   કોઇક દેશની કન્યા લાવી, પરણાવ્યો રાજન; દેશ જીતવા સંચર્યો, રાય બાણાસુર બળવંત.   પાતાળે નાગલોક જીતી, ચાલ્યો તેણીવાર; દેશદેશના મહિપત જીત્યા,કહેતા ન આવે પાર.   સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી, બાણાસુર […]

શુકદેવજી ઓખાહરણની કથા કહે છે ઓખાહરણ/કડવું-૨              (રાગ:કેદારો) હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદારથ પામું; વામું  રે, દુઃખ સકળ કુળીવર તણાં રે. (રાગ:ઢાળ) દુઃખ સકળ વામું કલેવરના, સુણતાં પાતક જાય; ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મૂકાય. તાવ, તરીઓ એકાંતરીઓ, ન ચઢે તેની કાય; ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નામાંય. પરીક્ષિત પૂછે કહોને શુકજી, ઓખાનો મહિમાય; કોણ રીતે થયો, ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમે સુધી, કહ્યા મને નવ સ્કંધ; હવે દશમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ; પ્રથમ મારી પુતના ને, […]

શ્રી ગણેશજીની પ્રાર્થના           ( રાગ:આશાવરી) એક નામ મુજને સાંભર્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ; પાર્વતીના અંગથી ઊપજયો, તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતી ને, પિતા શંકર દેવ; નવખંડમાં જેની સ્થાપના, કરે જુગ ભુતળ સેવ. સિંદુરે શણગાર સજ્યા, ને કંઠે પુષ્પના હાર; આયુધ ફરસી કર ધરીને, હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર; ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ રે.. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિરાય; મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુસુતને પાય. એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આશા; બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors