ઓખાહરણ-કડવું-૬૬  (રાગ:ધવળ-ધનાશ્રી) ઓખા અનિરુધ્ધ વચ્ચે વાર્તલાપ શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી; કૃષ્ણકુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાંયજી નાનાં વિધનાં બંધન કીધાં, કાઢી ન શકે શ્વાસજી; એક એકના મુખ દેખી, દામણાં દેખી થાય છે ઉદાસજી બાણમતી બાણાસુરની રાણી, જળ ભરે છે ચક્ષુજી; પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલેં ભક્ષજી કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી; અનિરુદ્ધ આપબળે કરીને, ઓખાને દે છે ધીરજી. આદરું તો અસુર કુળને, ત્રેવડું તૃણમાત્રજી; શોભા રાખવા શ્વસુરની તો, હું બંધાયો છું ગાત્રજી. મરડીને ઊઠું તો શીઘ્ર છુટું, દળું દાનવ જુથજી; શું કરું […]

ઓખાહરણ-કડવું-૬૪   (રાગ-ચાલ) અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો ચિત્રલેખા કહે બાઇ શેની રડે છે, તારા કંથની નહિ થાય હાણ; જઇને હું સમજાવું છું રે, તારા પતિના નહિ લે પ્રાણ. ચિત્રલેખા આવી ઉભી રહી, જ્યાં પોતાનો તાત; સાંભળો પિતા વિનંતિ, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો છોકરો તે, તમે જોઇને છેદજો શીશ; માથા પર શત્રુ થાશે, હળદર ને જુગદીશ. એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવા જે એનાં કામ, વગર વિચારે મારશો તો, ખોશો ઘર ને ગામ. પ્રધાને જઇ કહ્યું, જ્યાં બાણાસુર ભૂપાળ; રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઇ […]

ઓખાહરણ-કડવું-૬૩   (રાગ-રામકલી) ઓખાનો વિલાપ મધુરે ને સાદે રે હો, ઓખા રુવે માળિયે રે હો; બાઇ મારા પિયુને લઇ જાય, મારા વતી નવ ખમાય, હમણાં કહેશે રે હો, પિયુજીને મારીઆ રે. બાઇ મારાં પેલાં તે ભવનાં પાપ, બાઇ મારો આવડો સો સંતાપ; શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટો રે, હો પડજો સગા બાપને રે. હારે મારા કંથની કોમળ કાય, એવા તે માર કેમ ખમાય; આ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડાપણ આવ્યું રે, હો બાળપણા વેશમાં રે.

ઓખાહરણ-કડવું-૬૨   (રાગ-ગેડી) બાણાસુર બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો અશ્વ કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી; જોધ્ધાને નવ માયે શૂર, ચઢી આવ્યું એમ સાગરપૂર. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધ્ધા કર્યા ચકચુર; બાણાસુરનાં છૂટે બાણ, છાઇ લીધો આભલીઆમાં ભાણ. થયું કટક દળ ભેળાભેળ; જેમ કાપે કોવાડે કેળ; આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઇ પાછા નવ વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ; બાણાસુર પર ભોંગળ પડી, ભાગ્યો રથ કડકડી. રાયની ગઇ છે સુધ ને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન, પાછો લઇ ચાલ્યો પ્રધાન, ઘેર જાતામાં આવી સાન. […]

ઓખાહરણ-કડવું-૬૧   (રાગ-સિંધુ) અનિરુદ્ધ-બાણાસુર વચ્ચે વાર્તાલાપ આવી સેન્યા અસુરની, અનિરુધ્ધ લીધો ઘેરી; કામકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યો ચોફેરી. અમર કહે શું નીપજશે, ઇચ્છા પરમેશ્વરી; રિપુના દૈત્યના જુથ માંહે, અનિરુધ્ધ લઘુ કેસરી. બાણરાયને શું કરૂં, જો ભોંગળ ધરી ફોગટ; વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત; વીંટો ચો દિશ સહુ મળીને, હું પૂછું એને વાત. માળિયેથી ઓખાબાઇએ, રુદન મૂક્યું છોડી; પિતા પાસે જોધ્ધા સરવે, હાથ રહ્યા છે જોડી. બલવંત દિસે અતિ ઘણું, સૈન્ય બિહામણી; પવનવેગા પાખરીઆ તે, રહ્યા રે હણહણી. આ દળ વાદળ કેમ […]

ઓખાહરણ-કડવું-૬૦   (રાગ-વેરાડી) ઓખા અનિરુદ્ધને યુધ્ધ ન કરવા વિનવે છે. ઓખા કરતી કંથને સાદ રે, હો હઠીલા રાણા; એ શા સારું ઉન્માદ, હો હઠીલા રાણા. હું તો લાગું તમારે પાય, હો હઠીલા રાણા; આવી બેસો માળિયા માંય, હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા; છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. ૩. એ તો બળીયા સાથે બાથ, હો હઠીલા રાણા; એ તો જોઇને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું છે સાગર નીર, હો હઠીલા રાણા; બળે પામીએ ન સામે તીર , હો હઠીલા રાણા. મને થાય […]

ઓખાહરણ-કડવું-૫૯   (રાગ-સામગ્રી) ઓખા – અનિરુદ્ધ વાર્તાલાપ- અસુરો સાથે અનિરુદ્ધનું યુધ્ધ મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે, જાદવજી; દિસે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે. જાદવજી. એવા બળીયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે, જાદવજી; સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હીંડો રે. જાદવજી. એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતા રે, જાદવજી; એકલડા અસુરને મુખે, રખે તમે જાતા રે, જાદવજી. ઓ ગજ આવે બલવંત, દંત કેમ સહેશો રે, જાદવજી; અસુર અરણ્ય ધાય, તણાયા જાશો રે. જાદવજી. એવું જાણીને ઓસરીએ, ન કરો ક્રોધ રે, જાદવજી; એકલડાનો આશરો શાનો, […]

ઓખાહરણ-કડવું-૫૮   (રાગ-ભુપાળ) ઓખા – અનિરુદ્ધ વાર્તાલાપ- અસુરો સાથે અનિરુદ્ધનું યુધ્ધ ઓખા કહે કંથને એમ ન કીજે રે, બળીયાશું વઢતાં બીજે. એ ઘણા ને તમો એક, તાતે મોકલ્યા જોધ્ધા અનેક. દૈત્યને અનેક વાહન તમો પાળા, એ કઠણ તમો સુંવાળા. એને ટોપ કવચ બખ્તર, તમારે અંગે પીતાંબર. દૈત્યને સાંગ બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલામાલા. આ તો મસ્તાના બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારે દેહને દેખીને હું તો મોહું, નેત્રે જુદ્ધ કરતાં કેમ જોવું; મુવા દૈત્ય કેરા હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઇચ્છા […]

ઓખાહરણ-કડવું-૫૭  (રાગ-સોરઠ) કોભાંડ-બાણાસુર વચ્ચે વાર્તાલાપ- અનિરુદ્ધ ઉપર આક્રમણ કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ; એ ભોંગળે દસ લાખ માર્યા, તેણે ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને, પડી અસંગે વાત; એક ભોંગળે દસ લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂરવે મેં તેને પ્રિછવ્યો, અહંકારે થયો તું અંધ; અહંકારે લંકા ગઇ, રામે માર્યો દસસ્કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહીણીશું સંજોગ; છવ્વીસ નારી પરહરી, માટે ભોગવે ક્ષય યોગ. એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ; વાંક કોઇનો કહાડીએ નહિ, પણ ફુટ્યું તારૂં કપાળ. અહંકાર તુજ બાપે કર્યો, જેણે […]

ઓખાહરણ-કડવું-૫૬  (રાગ-ઢાળ) બાણાસુરના સૈન્યનો  અનિરુદ્ધ નાશ કર્યો ઘેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક; અમે એવું જુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક. તું જાણે પિયુ એકલાને, હાથ નહીં હથિયાર; તારા બાપે ચાર લાખ મોકલ્યા, તે મારે માના છે ચાર. તું જાણે પિયુ એકલાને, કર નહિ ધનુષ ને બાણ; એક ગદા જ્યારે ફરશે ત્યારે, લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુરા નારી, વિધાત્રીનો અવતાર; ઓખાએ તે ધ્યાન ધરિયું, આવી માળિયા મોઝાર. એવું એમ કહીને જોયું શય્યામાં, ગદા તો નવ દીઠી; ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજા હું તો, ચતુરા થઈને […]

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors