ઓખાહરણ-કડવું-૭૫  (રાગ-ઢાળ) શ્રીકૃણ બાણાસુરના બધા હાથ છેદે છે એવી વાણી સાંભળતાં, કોપ્યા દીનદયાળ; બાણાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કરશસ્ત્ર મેલ્યું, વળતું તેણી વાર; બે હાથ રહ્યા છે બાણાસુરને, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ; મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાશ. નારદ ચાલી આવિયા, જ્યાં બાણાસુરની માંય; તારા કુંવરના હાથ વાઢિયા, કહો શી વલે થાય ?

ઓખાહરણ-કડવું-૭૪  (રાગ:ઝુંલણા છંદ) બાણાસુર શ્રીકૃષ્ણને કડવા વેણ કહે છે અલ્યા જા પરો જા નંદના છોકરા, વઢવાને અહીં તું શીદ આવ્યો, અલ્યા નીચ ગોવાળીયા જાત કહાવ્યો, તું તો મારી સાથે નહિ જાય ફાવ્યો. અલ્યા ગોકુળેમાંહી તું ગાવડી ચારતો, પરનારી કેરાં તું ચીર હરતો, હાથમાં લાકડી, ખાંધે હતી કામળી, મધુવન વિષે તું તે ફરતો. સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશુળ તણું, મારા હાથમાં તેહ ચમકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, બધી ધરણી ધ્રુજે, શેષ સળકે.

ઓખાહરણ-કડવું-૭૩  (રાગ:મારુ) બાણાસુરે કૃષ્ણને યુધ્ધ માટે સાદ કર્યો શંખ શબ્દ તે વિકરાળ, રિપુ દૈત્યને વિદારનાર; કૃષ્ણ આવ્યાં તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરિ; છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે; ગોવિંદની ગત્ય ન જાએ કળી, જાદવસેના આવી મળી.૩ જાદવ સૈન્યએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઊઠો નરેશ; અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દશ દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જઈ સેનાને આપો આજ્ઞા; દુંદુભી નાનાવિધ ગડગડે, આયુધ્ધ ધરીયે યુધ્ધે […]

ઓખાહરણ-કડવું-૭૨  (રાગ-જેજેવંતી) કૃષ્ણે જાદવ મોકલ્યો, તે શોણિતપુરમાં જાય; જઈને કહેજો બાણાસુરને, પરણાવો કન્યાય. શ્રીકૃષ્ણે… હોંશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારે નાય; જાદવ ત્યાં સંચર્યો, આવ્યો અસુર સભાની માંય.શ્રીકૃષ્ણે… સાંભળને રાજા વિનતી, આવ્યા છે વૈકુંઠનાથ; દીકરી પરણાવી ચરણે લાગો, નહિ તો જુધ્ધ કરો અમ શાથ. શ્રીકૃષ્ણે… બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસે અગન; નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી એ તન. શ્રીકૃષ્ણે… ચાલ-એ ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય; માર્યા વિના મૂકું નહિ, જે થનાર હોય તે થાય. શ્રીકૃષ્ણે… સેના લઈને રાજા ચાલ્યો, જોધ્ધાનો નહિ પાર; હસ્તી ઘોડા ને સુખપાલો, બાંધ્યા […]

ઓખાહરણ-કડવું-૭૧  (રાગ-ઢાળ) શ્રીકૃંષ્ણ અનિરુધ્ધને સલાહ આપે છે આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ; મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. એક કુબજા પેલી રાંટી ટુટી, કંસરાયની દાસ; મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને, સોળ હજાર લાવ્યો તરૂણી; તારા સમ જો એમાં મુજને, એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી; જાંબુવંતી રીંછડી, તેને માનિતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન તારી માનું પેટ; બીજા સર્વે દીકરા, તે દેવે કરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ; રૂડી નારી દેખીએ, તો હરણ કરી લઈ જઈએ. […]

ઓખાહરણ-કડવું-૭૦  (રાગ-ઢાળ) ગરુડ અનિરુધ્ધને શ્રીકૃષ્ણ પાસે લઈ આવે છે ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ; તેમાં તેણે ચાંચ બોળી, પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર; પાણી પેલું પીધું હતું તે, વાપર્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત; પાંખો મારી પાડિયાં, કીધાં સરવે અચેત. ત્યાંથી આઘેરો ચાલીઓ, કુંવરને કોટે નાગ; નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા બે ભાગ. ભલું થજો ભગવાન તમારૂં, પૂરણ પામ્યો આહાર; કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઓધવ ને અક્રુર બે હસીઆ, ભલા કૃષ્ણના તન; તમે રે આવ્યા પરણવાને, અમને […]

ઓખાહરણ-કડવું-૬૯  (રાગ:સારંગ) શ્રીકૃષ્ણ અનિરુધ્ધની સહારે શિણિતપુરમાં જાય છે કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઊઠી જવાળા જો; મારો કુંવર કારાગ્રહમાં બાંધીઓ રે, મારાને પાઘડી બાંધતાં ન આવડે રે; મારો અનિરુધ્ધ નાનેરું બાળ જો. મારો કુંવર… રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવિયા રે, તમો સાંભળો દીનાનાથ જો; મારો બાળક અસુર ઘેર બાંધિયો રે, તે તો કહી નારદજીએ વાત જો.મારો કુંવર… અનિરૂદ્ધ બોલી નથી જાણ તો રે, તે તો શું જાણે જુધ્ધ કેરી વાત જો; હિંડતાં ચાલતાં અખડાઇ પડે રે, અનિરુધ્ધ નાનેરું બાળ જો.મારો કુંવર… મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો […]

ઓખાહરણ-કડવું-૬૭  (રાગ:બિહાગડો) અનિરુધ્ધ શામળીયાને સમરે છે દયા ન આવે દૈત્યપતિને, મહાબળિયા દુરમત્યજી, બાકરી બાંધી દ્વીજવર સાથે, વેર વધાર્યું સત્યજી. દયા ન આવે… પાતળિયા પંકજ મુખ પિયુને, નાગપાશના બંધજી, બાંધી લીધો બળે કરીને, કોમળ રૂપે કંથજી. દયા ન આવે… ધાજોરે રણધીર શ્રીધર, આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે, દૈત્યનો સાથજી. દયા ન આવે… ભારે દળ કૌભાંડે મેલ્યું, વકાર્યો બળિયો વીરજી, તો એ રણથી નવ ઓસરીઓ, સાગરનું જેમ નીરજી. દયા ન આવે… ભેદ કરીને બાંધી લીધો, નાગપાશના બંધજી, શ્વાસ ન માયે બહુ અકળાએ, અંગો અંગે ત્રાસજી. દયા ન […]

ઓખાહરણ-કડવું-૬૮  (રાગ:ધનાશ્રી) નારદજી દ્રારકામાં – નારદ-શ્રીકૃષ્ણ વચ્ચે વાર્તાલાપ શુકદેવ કહે છે પરીક્ષિતને, બાંધ્યો તે જાદવ ઓધજી; હવે દ્વારિકાની કહું કથા, જાદવજી કરે શોધાશોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઇ દોરીજી; હાહાકાર થયો પુર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું તે વનિતાનું વૃંદજી; રુકમણિ, રોહિણી, દેવકી, સરવે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી; વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપ; વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપજી. ઉગ્રસેન કહે અચરજ મોટું; કોણે હર્યો […]

ઓખાહરણ-કડવું-૬૫  (રાગ:સામગ્રી) અનિરુધ્ધને કારાગૃહમાં રાખ્યો બાણે બંન્નેને બાંધિયાં, નૌતમ નર ને નાર; અનિરુધ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધિયાં… ચૌટામાં ચોર જણાવિયો, ઢાંક્યો વ્યભિચાર; ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. બાણે બંનેને બાંધિયાં.. લક્ષણવંતો હીંડે લહેકાતો, બહેહકાતો આવાસ; દૈત્યનું બળ તે પુંઠે પળે, ઘેરી હીંડે છે દાસ. બાણે બંનેને બાંધિયાં… એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાગ પ્રમાણ; ચોરે તે મોર જ મારીઓ, તેનાં લોક કરે વખાણ. બાણે બંનેને બાંધિયાં… ઓખા ફરીને જો વર પરણશે, તો ભૂલશે ભવ ભરથાર; તે સ્વામીથી શું સુખ પામશે, […]

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors