શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ કરવા પાનો ચડાવવા માટે જ કેવળ ગીતા ઉપદેશ આપેલો નથી. યુદ્ધના તેઓ હિમાયતી ન હતા. ઊલટું યુદ્ધ અટકાવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા જોઈએ એમ તેઓ માનતા હતા. એટલે તો પોતે રાજાઓ કરતાં પણ શ્રેષ્ઠ હોવા છતાં શાંતિદૂત તરીકે કૌરવોને સમજાવવા હસ્તિનાપુર ગયા હતા. મૂઢ દુર્યોધન સમજ્યો નહીં એટલે જ મહાભારત યુદ્ધ અનિવાર્ય બની ગયું. ઉત્તમ જીવન અંગેની બહુ રસપ્રદ અને મહત્વની ચર્ચા ગીતાજીમાં થયેલી છે. એ તો ગીતાજી વાંચીએ તો જ સમજાય. એટલે જ જેમણે ગીતાજીનો અભ્યાસ કરેલો છે તેવા વિદ્વાનો આ ગ્રંથને વિશ્વગ્રંથ […]
ૐ શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૬મા અધ્યાયમાં દૈવી સંપત્તિ તથા આસુરી સંપત્તિ વિષે ચર્ચા કરી છે. પહેલા ત્રણ શ્લોકમાં જ દૈવી સંપત્તિ વિષે કહ્યું કે : ‘‘હે ભારત ! નિર્ભયતા, અંતઃકરણની શુધ્ધિ, અધ્યાત્મ, ધ્યાન, યોગમાં દ્રઢ સ્થિતિ, સાત્વિક દાન, ઇન્દ્રિયો પર કાબૂ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડીરહિતપણું, જીવદયા, અલોલુપતા, મૃદુતા, લજ્જા, અડગ નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ અને અભિમાનનો ત્યાગ આ બધાં દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલા પુરુષનાં લક્ષણો છે.’’ ચોથા શ્લોકમાં આસુરી સંપત્તિ વિષે કહ્યું કે : ‘‘હે પાર્થ ! પાખંડ, ગર્વ, અહંકાર, ક્રોધ, કઠોરતા […]
અસંતુષ્ટ રહેવું મનનો સ્વભાવ છે. આ સ્વભાવના કારણે જ મન વ્યક્તિની અંદર સ્થાયી અસંતોષનો ભાવ ભરી દે છે. જેના પરિણામે અનેક લોકોને એવું લાગવા લાગે છે કે તેમનેજે કંઈ પણ મળ્યું છે તે તેમની યોગ્યતાથી ઓછું છે. બીજાને જોઈને લોકો એવું વિચારવા લાગે છે કે જે અયોગ્ય છે તે અમારાથી આગળ નીકળી ગયા છે. મનુષ્ય પોતાનું મૂલ્યાંકન કરતી વખતે પોતાની યોગ્યતાઓ તરફ ઓછું અને ન મળેલી સફળતાઓ તરફ વધુ ઝૂકી જાય છે. અહીંથી જ પરેશાની ચાલુ થાય છે. આપણો અહંકાર તેમાં વધુ ઉછાળા મરાવે છે. અસંતુષ્ટ મન વધુ ચંચળ બની […]
ગાયત્રી સાધકો માટે કેટલાક આવશ્યક નીયમો ૧ શરીરને શુધ્ધ કરીને સાધનામાં બેસવુ જોઈએ. સાધારણ રીતે સ્નાનથી જ શરીર શુધ્ધ થાય છે.પણ વિવશતા,ઋતુ-પ્રતિકુળતા અથવા અસ્વસ્થ પ્રક્રુતિ હોય તો હાથમો ધોઈને જ, ભીના કપડાથી શરીર લુછીને પણ કામ ચલાવી શકાય છે. ૨ સાધનાના સમયે શરીર પર ઓછામાં ઓછા કપડા પહેરવા જોઈએ.ઠંડીનુ પ્રમાણ વધારે હોય તો કામળી ઓઢવી ઉત્તમ ગણાય. ૩ સાધના માટે એકાંત અને ખુલ્લી હવાવાળી જગ્યા શોધવી જોઈએ.વાતાવરણ શાંતીમય હોય, એવા સ્થળૉ યોગ્ય ગણાય. અથવા ધરનો કોઈ શાંત ખુણૉ પસંદ કરી શકાય. ૪ સાધના વખતે ધોયેલું વસ્ત્ર પહેરવું. ૫ પલાંઠી વાળીને […]
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે, તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો ક્યારે નહીં માણી હો, એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે. દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે. પ્રેમ એટલે કે, સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો, કાજળ આંજીને તને જોઉં તો તું લાગે, એક છોકરીને તે શ્યામવર્ણી વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની […]
દિલ પૂછે છે મારૂં….દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?…જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે.આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?……પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે?ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઇનાય ઘેર ક્યાં […]
ભટકું તારી શોધમાં છતાં નથી મળતી તુ મને. કર્યા પ્રય્ત્નો અને થાકયો હું છતાં નથી મળતી તુ મને. તારા વિયોગની વેદનાથી તડપું છુ હું છતાં નથી મળતી તુ મને. તારા મિલનની ઝંખનામાં ભડકું છુ હું છતાં નથી મળતી તુ મને. યુવાની ગુમાવી મે મિલનના સ્વપ્નમાં છતાં નથી મળતી તુ મને. નિરાશા દોરી જાય છે આત્મહત્યા તરફ છતાં નથી મળતી તુ મને. કાગળો લખ્યા મે અનેક આશાથી છતાં નથી મળતી તુ મને. વાત કરતો નથી હું કાંઈ પ્રિયતમાની હુ કરૂં છુ વાત નોકરીની..
કૌરવોની નામાવલી, કૌરવોના નામ
\”ચિંતન કણિકા\” બ્રહ્મચર્ય સમાન તેજ નથી. ક્ષમા સમાન શસ્ત્ર નથી. દયા સમાન દર્મ નથી. સંતોષ સમાન સુખ નથી. મૌન સમાન જપ નથી. પરોપકાર સમાન પુણ્ય નથી. ભજન સમાન શાંતી નથી. સત્ય સમાન વિજય નથી. તૃષ્ણા સમાન દુઃખ નથી. નિંદા સમાન દોષ નથી. ક્રોધ સમાન તાપ નથી. લોભ સમાન પાપ નથી. કામ સમાન કલંક નથી. સ્નેહ સમાન બંધન નથી. સદવિધા સમાન મિત્ર નથી. અજ્ઞાન સમાન અંધકાર નથી. જ્ઞાન સમાન પ્રકાશ નથી.
શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે, ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે. એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી, એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે. ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા, એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે. રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી, તોય અંદરથી કલેજું કોણ ફોલી જાય છે? બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ, બોલું અગર હું સહેજ તો બ્રહ્માંડ ડોલી જાય છે.