મકાઇનાં ભજિયાં સામગ્રીઃ મકાઇના દાણા ૨૫૦ ગ્રામ, ચણાનો લોટ ૨૫૦ ગ્રામ, ૧૦૦ ગ્રામ સિંગ તેલ, મીઠું, લાલ મરચું, હિંગ, અજમો, કોથમીર જરૂર પ્રમાણે. રીતઃ- મકાઇના દાણાને પથ્થર પર બારીક વાટો. ચણાના લોટમાં પાણી ઉમેરી તેમાં મીઠું, લાલ મરચું, હિંગ, કોથમીર વગેરે નાંખી પૂરૂં હલાવો, કડાઇમાં તેલ નાંખીનાનાં-નાનાં ભજિયા ઉતારો. ગરમ-ગરમ મકાઇનાં ભજિયા ચટણી કે ટામેટાનાં સોસ અથવા અથાણાના રસા સાથે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.
* મરચું ખાંડતી વખતે તેમાં થોડું મીઠું અને તેલ નાખવાથી તેની ઝીણી ભુકી આખમાં નહિ પડે. * તરબુચની છાલને સુકવીને પીસી નાખો. પાવડરનો ઉપયોગ ખાવાના સોડાની જગ્યાએ કરી શકાય છે તેનાથી કઠોર જલ્દી બફાઈ જાય છે. * ભજિયા બનાવતી વખતે ચણાના લોટમાં થોડું મીઠું દહી મેળવવાથી ભજીયા ક્રિસી અને સ્વાદિષ્ટ બનશે. * કચુંબર સમારતા પહેલા ફળ અને શાકભાજીને ફ્રિજમાં મુકી દો.આનાથી તે થોડા કડક થઈ જશે અને તમે તેને મનપસંદ આકાર આપી શકશો.
કદીક પૈગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં, અરે, એ ખ્વાબ ખુલ્લી આંખથી જોવા કિતાબોમાં. હ્રદય કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી – જ્યહીં હર પૃષ્ઠ નોંધો મૂકવા જેવી કિતાબોમાં ? – ઉશનસ
કલ્યાણનો માર્ગ કોને હાથવગો થાય ? ૦ નિસ્રયબળવાળાને. ૦ જેના હ્રદયમાં સ્રદ્ધાની સરવાની ફુટી હોય. ૦ જેને પવિત્રતાનો સ્પર્શ થયો હોય. ૦ જેનું મન સ્થિર,વાણી સાચી અને નિર્મળ,ઇદ્રિયો વિસ્વાસ મુકી શકાય તેવી અને મનોબળ મજબુત હોય. ******************************************************************** ઓમ શું છે ? ૦ સર્વ વેદોનો સાર. ૦ સર્વ મંત્રોનુ બીજ. ૦ સકળ પ્રાર્થનાઓનું સત્વ. ૦ ભૂત,વર્તમાન અને ભવિષ્યથી પરની સ્થિતી. ૦ જગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પરની સ્થિતી. ૦ અદ્યાત્મકની શરુઆત અને અંત જેમા સમાવિષ્ટ થઈ જાય છે તેવું રહસ્યમય તત્વ.
(૧) ॐ ગણેશ ગાયત્રીઃ ॐ એક દંતાય વિહ્મહે,વક્રતુંડાય ધીમહિ,તન્નો બુધ્ધિઃ પ્રચોદયાત્ | (૨)નૃંસિહ ગાયત્રીઃ ॐ ઉગ્રનૃસિંહાય વિહ્મહે,વજ્ર નખાય ધીમહિ,ધીમહિ,તન્નો નૃસિંહ પ્રચોદયાત્ | (૩) વિષ્ણુ ગાયત્રીઃ ॐ નારાયણાય વિહ્મહે,મહાદેવાય ધીમહિ,તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્ | (૪) શિવ ગાયત્રીઃ ॐ પંચવકત્રાઈ વિહ્મહે,વાસુદેવાય ધીમહિ,તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ | (૫) કૃષ્ણ ગાયત્રીઃ ॐ દેવકીનંદાનાય વિહ્મહે,વાસુદેવાય ધીમહિ,તન્નો કૃષ્ણઃ પ્રચોદયાત્ | (૬) રાધા ગાયત્રીઃ ॐ વૃષભાનુજાયં વિહ્મહે,કૃષ્ણપ્રિયાયૈ ધીમહિ,તન્નો રાધા પ્રચોદયાત્ | (૭) લક્ષ્મી ગાયત્રીઃ ॐ મહાલક્ષ્મ્યૈ વિહ્મહે,વિષ્ણુપ્રિયાયૈ ધીમહિ,તન્નો લક્મીઃ પ્રચોદયાત્ | (૮) અગ્નિ ગાયત્રીઃ ॐ મહાજવાલાય વિહ્મહે,અગ્નિદેવાય ધીમહિ,તન્નો અગ્નિઃ પ્રચોદયાત્ | (૯) ઈન્દ્ર ગાયત્રીઃ ॐ સહસ્તનેત્રાય વિહ્મહે,વજ્રહસ્તાય ધીમહિ,તન્નો ઈન્દ્રઃ […]
સ્વામી રામતીર્થે કહ્યું છે, “મનુષ્યના વિચાર જેવા હોય છે તેવું જ તેનું જીવન બને છે. -સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, “સ્વર્ગ અને નરક બીજે ક્યાંય નથી. એમનો નિવાસ આ૫ણા વિચારોમાં જ છે. “ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને ઉ૫દેશ આ૫તા કહ્યું હતું, -ભિક્ષાઓ, અત્યારે આ૫ણે જે કંઈ છીએ તે પોતાના વિચારોના કારણે છીએ અને ભવિષ્યમાં જેવા બનીશું તે ૫ણ આ૫ણા વિચારોને કારણે જ બનીશું.” શેક્સપિયરે લખ્યું છે, “કોઈ ૫ણ વસ્તુ સારી કે ખરાબ નથી. તેના સારા કે ખરાબ હોવાનો આધાર આ૫ણા વિચારો જ છે. “ઈસુ ખિસ્તે કહ્યું હતું, “માણસના વિચારો જેવા હોય છે […]
(દોહરા) શ્રી ગુરુચરન સરોજ રજ,નિજ મન મિકિરુ સુધારિ, બરનઊ રધુવર વિમલ જસુ,જો દયકુ ફલ ચારિ બુધ્ધિહીન તનુ જનિકે,સુમિરૌ પવનકુમાર બલ બુધ્ધિ વિધા દેહુ મોહિં,હરહુ કલેશવિકાર ગુજરાતી અનિવાદઃ હું મારી જાતને બુધ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી! આપનું સ્મરણ કરુ છું.હે પ્રભુ આપ મને બુધ્ધિ,બળ તથા વિધા આપો અને મારા વિકારો નાશ કરો. (ચોપાઈ) જય હનુમાન જ્ઞાન ગુનસાગર,જય કપીલ તિહું લોક ઉજાગર ગુજરાતી અનિવાદઃ જ્ઞાન અને ગુણોના સાગર શ્રી હનુમાનજી! આપનો જયજયકાર હો! ત્રણેય લોકમાં કીર્તિમાન કપીશ્વર હનુમાનજી!આપનો જય હો ! રામદુત અતુલિત બલધામા અંજનિપુત્ર પવનસુત નામા ગુજરાતી અનિવાદઃશ્રી રામજીના દુત! આપનામાં અનંત […]