આપણામાંના મોટાભાગના લોકો પોતાના જીવનમાં ન જાણે શું-શું શોધતા હોય છે, જીવનમાં ન જાણે શું-શું મેળવવાની આશા રાખે છે. તેઓ વિચારે છે કે, જો અમને ફલાણું-ફલાણું મળી જાય તો અમે જીવનભર સુખી રહી શકીશું. પરંતુ, આ મેળવવાની લાલસામાં સમય અને નાની નાની ખુશીઓ મુઠ્ઠીમાંની રેતની જેમ સરકતી જાય છે. જો તમે તમારી વિચારધારાને બદલો અને અત્રે આપેલા ૭ ઉપાય અજમાવો તો જીવનભર ખુશ રહી શકો છો. ૧. તમને ખુશ રહેવાનો હક્ક છે : જો તમે એવું વિચારતા હોવ કે, ખુશી ક્યાં છે જ. તો તમે ખરેખર ખુશ રહી જ નહીં […]
જીવનને માણતા શીખો. જીવનમાં એવી ધણી વાતો કે કામો હોય છે કે જેનુ કોઈ જ મહત્ત્વ નથી તેને કચરાની ટોપલીમાં નાખી દો. તમારા કામની દરેક દરેક ક્ષણ માણૉ,\’કંટાળૉ\’નામના શબ્દને તમારી ડિકશનરીમાંથી કાઢી નાખી દો.તમારા અર્ધજાગૃત મનને એવા કામમાંથી બહાર કાઢવા કામે લગાડો.તો તમને ચૌકકસ મદદ કરશે.હું કોઈ પણ કામ કરતી તે મને કંટાળા જનક લાગતું મને લાગતું કે હું મારી જીંદગીનો સમય ખોટી જગ્યાએ વિતાવી રહ્યો છુ.મેં મારા અર્ધજાગૃત મનની મદદથી નવો ઉત્સાહપ્રેરક રસ્તો શોધી કાઢયો. માઇન્ડ ટ્રેનર અને મોટિવેશનલ ટ્રેનર બનવાનો. અત્યારે મારા જીવનમાં કંટાળો નામનો શબ્દ જ નથી. […]
નાસ્તિક કોને કહેવો ? ૦ જે \”નહી\”થી આગળ વધી શકતો નથી અથવા જેનું વલણ નિષેધાત્મક હોય. ૦ જેન પોતાના ઉપર પણ વિસ્વાસ નથી તે. ૦ પરમ શક્તિ કે પરમાત્મા વિશે શ્રધ્ધા ન હોય. ૦ મનુષ્યમાં રહેલ ઈશ્વરત્વનો જે સ્વીકાર ન કરતો હોય. ૦ મનુષ્યમાં રહેલી ભલાઈમાં જેને શ્રધ્ધા ન હોય. ૦ પોતા પરથી જેને વિસ્વાસ ઉઠી ગયો હોય.
પવિત્રતા કયાં ધરમાં નિવાસ કરે છે ? ૦ જે ગ્રુહમાં કલેશ કે કંકાશ નથી. ૦ સ્નેહ અને સભ્યતા છે. ૦ શુભ આચાર વિચાર છે. ૦ સંપ અને સંતોષ છે. ૦ પ્રભુભક્તિ છે. ૦ સ્વછતા માટેની તાલાવેલી છે અને કોઈનો દોષ જોવાની દષ્ટિ નથી……….
\’આપણા મિલનની રાહ જોઈ તો શકાઈ છે?!! પણ દિલને દિલાસો આપી શકતો નથી.\’ પાંપણ પલકાર તો કરી શકાય છે?!! અશ્રુને આંખમાંથી કાઠી શકતો નથી. કોઇ માટે જીદગીમાં હસી તો શકાય છે! વેદનાની બારી બંધ કરી શકતો નથી. વાતુ વગર દિલને મનાવી તો શકાય છે! દિલનો ધબકાર રોકી શકતો નથી. \’ભનુ\’વિના તો રહી પણ શકાય છે? મારા\’પ્રેમ\’ વિના હું રહી શકતો નથી.\’ મુકેશ પઢિયાર
જા.. હુ હાર્યો.. તમે જીત્યા.. રડ્વુ નહતુ છતા રડી ગયા.. જા.. હુ હાર્યો.. તમે જીત્યા.. દોડી ને દુનિયાની આ માયાઝાળ માં.. જા.. હું થાક્યો.. તમે ફર્યા.. જા.. હુ હાર્યો.. તમે જીત્યા.. માફ કરજો.. જો સમય ના આપી સક્યો.. હું રડ્યો.. તમે રડ્યા.. જા.. હુ હાર્યો.. તમે જીત્યા.. પ્યાર કહેવું કે દર્દ.. ના હું સમજ્યો.. ના તમે સમજ્યા.. જા.. હુ હાર્યો.. તમે જીત્યા.. જલ્દી મારે પણ હતી… જલ્દી તમારે પણ હતી… છ્તા બન્ને ઇન્તઝાર મા રહ્યા.. જા.. હુ હાર્યો.. તમે જીત્યા.. દુર હસો .. પણ.. અમારા અહેસાસ સાથેજ હસે.. એવા દિલાસા […]
સંકટમોચન હનુમાનાષ્ટક બાલ સમય રવિ ભક્ષિ લિયો,તબ તીનહું લોક ભર્યો અધિયારો. તાહિ સો ત્રાસ ભયો જગ કો, યહ સંકટ કાહુ સો જાત ન ટારો. દેવન આનિ કરી વિનતી તબ,છાદિ દિયો રવિ કષ્ટ નિવારો. કો નહિ જાનત હૈ જગ મે કપિ સંકટમોચન નામ તિહાંરો. ગુજરાતી અનિવાદઃ શ્રી હનુમાનજી!આપ બાળાવસ્થામાં સૂર્યને ફળ સમજી ગળી ગયા.ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો અને સંસારમાં ભય વ્યાપી ગયો.આ સંકટને દુર કરવા માટે કોઈ પણ સમર્થ નહોતુ.ચારેકોરથી નિરાશ થઈને દેવોએ તમને પ્રાર્થના કરી ત્યારે આપે સૂર્યને મુક્ત કર્યો.સંસારનો ભય દેર કર્યો.એટલે તેમને સંકટમોચન નામે ન ઓળખે એવો […]
શિવ પંચાક્ષર સ્રોત્ર નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય | નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ ‘ન’ કારાય નમઃ શિવાય ॥૧॥ ગુજરાતી ભાષાંત્તરઃ જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમના ત્રણ નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે (અર્થાત્ જે નગ્ન છે), એવાં શુદ્ધ અવિનાશી મહેશ્વર “ન” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર. મન્દાકિનીસલિલચન્દનચર્ચિતાય નન્દીશ્વરપ્રમથનાથમહેશ્વરાય | મન્દારપુષ્પબહુપુષ્પસુપૂજિતાય તસ્મૈ ‘મ’ કારાય નમઃ શિવાય ॥૨॥ ગુજરાતી ભાષાંત્તરઃ ગંગાજળ અને ચંદનથી જેમની અર્ચના થઈ છે, મંદાર પુષ્પ તથા અન્યોન્ય કુસુમોથી જેમની સુંદર પુજા થઈ છે, એવાં નંદીના અધિપતિ પ્રમથગણોના સ્વામી મહેશ્વર “મ” કાર સ્વરૂપ શિવજીને […]
લાંચ આપો નહિ તમને મદદ કરવા સી.બી.આઈ.ને મદદ કરો લાંચ અંગેની કોઈપણ માહિતી જેવી કે * જાહેર નોકરો કે જેવો લાંચ માંગે છે. *તેઓ જમીન,મકાનો,વાહનો,બેન્ક ખાતાઓ વગેરે કાયદેશર સાધનો દ્રારા મિલ્કતો ધરાવે છે. *તેઓ પોતાની જાત માટે અથવા તો બીજી વ્યક્તિ મારફત નાણાકીય લાભ મેળવવાં સારૂ કાયદેશરની સત્તા અને હોદાનો દુર ઉપયોગ કરતા હોયતો. *કે જેઓ રાજય/કેન્દ્ર સરકારની કચેરીમાં,જાહેર નોકરી હોય,જાહેર સાહસોમાં,રાષ્ટ્રીયકૃત બેન્કોમાં,વિમા કંપનીમાં,રેલ્વેમાં,એર ઈન્ડિયામાં,ઈન્ડિયન એરલાઈન્સમાં,લશ્કરી દળોમાં,આવકવેરા ખાતામાં,દૂર-સંચાર વ્યવહારમાં,પ્રોવિડન્ડ ફંડની ઓફિસમાં,કંપનીના રજીસ્ટ્રારની કચેરીઓમાં આબકારી શુલ્કની કચેરીઓમાં વિગેરે કે જેઓ ગુજરાતમાં આવેલી છે. કૃપયા તમારી પ્રતિક્રિયા સમિતિને નીચેના સરનામાં પર મોકલો […]
ઓછા નથી હોતા! માણસ જુએ છે દુઃખના દરિયા. પણ સુખના ઝરણાંય ઓછા નથી હોતા. કોઇક કડવું બોલેને કોઇક મીઠું બોલે. હોઠ બોલે તો ઠીક છે,બાકી નેણનાં વેણ કંઇ ઓછા નથી હોતા. કયાં થાય છે આપણી મરજીનું. ને કદીક થાય તો ઠીક છે બાકી, ખોટા સપનાંય કંઈ ઓછા નથી હોતાં. અજીબ છે દુનિયાને અજીબ છે લોક, સમજી શકો તો ઠીક છે, લોકો દેખાય એટલા ભોળા નથી હોતાં. મળે જો સાચી મુહબ્બત,તો ઠીક છે, જગતમાં દગા દેનારા ઓછા નથી હોતાં. જવું છે એની પાસે હસતાં ને કયારનાય કાપું છું રસ્તા, પણ સમજાય […]