Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,200 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in આધ્યાત્મિક પ્રશ્નોતરી

પશુબુધ્ધિ કોને કહેવાય?

January 5, 2015 – 10:31 am | 397 views

પશુબુધ્ધિ કોને કહેવાય?
* ‘હું’અને ‘મારા’માં રચ્યાપચ્યા રહેવું.
* અહંતા-મમતામાં નિમગ્ન રહેવું.
* સ્વાર્થને કેન્દ્રમાં રાખી વિચારવું.
* સુખને સત માની લેવું.

કોના પ્રત્યેનો આદર ટકતો નથી ?

January 3, 2015 – 5:30 pm | 423 views

કોના પ્રત્યેનો આદર ટકતો નથી ?
* જેની વાણીમાં કટુતા છે.
* જે લાલચુ છે,
* જે બોલે છે કાંઇ અને કરે છે કાંઇક.
* જે કપટી છે ,સ્વાથી છે.

આરતીનું મહત્વ શું છે?

December 15, 2014 – 11:59 am | 1,404 views

આરતીનું મહત્વ શું છે ?
* આરતી પાંચ મહાભુતોનું સ્મરણ છે અથવા તેમને પ્રણામ છે.
– આચમની, જળ તત્વનું પ્રતીક છે.
– વસ્ત્ર, પૃથ્વી તત્વનું પ્રતીક છે
– દિપ, તેજ તત્વનું પ્રતીક છે
– ધુપ, વાયુ તત્વનું પ્રતીક છે અને
-ધંટ, આકાશ તત્વનું પ્રતીક છે.
* પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ આરતી દ્રારા  ઇશ્વરને અર્પણ કરવાની છે દીપક આંખનું, ધંટનાદ કાનનું, ધુપ નાક્નું, જળ જિહવાનું અને વસ્ત્ર ત્વચાનું પ્રતીક છે.

સાચી દિશા કઈ?

December 13, 2014 – 3:40 pm | 606 views

સાચી દિશા કઈ?
* યક્ષે યુધિષ્ટિરને આ પ્રશ્ન કરેલો.યુધિષ્ટિરે ઉત્તર આપતા કહેલું કે સંતો સાચી દિશા છે.
-આ ઉત્તર મનન કરવા જેવો છે.મનુષ્યને દિશાઓનું ભાન ન રહે તો એની શી સ્થિતિ થાય ? એને જવું હોય કયાંય અને પહોચી જાય કયાંક ! બાહ્ય હલન ચલન માટે દિશાઓનું ધ્યાન આવશ્યક છે,દિશાઓનું ભાન ન હોય તો નિશ્ચિત મુકામે પહોચવામાં મુશ્કેલી પડે છે એમ જીવનને …

શાસ્ત્રોમાં કયાં દસ પાપ ગણાવ્યા છે ?

November 30, 2014 – 5:31 pm | 596 views

શાસ્ત્રોમાં કયાં દસ પાપ ગણાવ્યા છે ?
* જે કર્મો અધર્મ યુકત હોય અથવા શાસ્ત્રોએ જે કર્મો કરવાની મનાઈ કરી હોય તે કરવા.
* અન્યનું દ્રવ્ય કેવી રીતે લઈ લેવું તેનું ચિંતન.
* દેહને જ સર્વસ્વમાની લઈ વર્તન કરવું.
* કઠોર વાણી ઉચ્ચારવી.
* અસત્ય વચન બોલવું.
* અન્યની નિંદા કરવી.
* બદલામાં કાંઈ આપ્યા વિના કોઈની વસ્તુ છીનવી લેવી.
* કારણ વિના નકામુ બોલબોલ કરવું.
* મન,વાણી કે …

બોલતી વખતે શું ધ્યાનમાં રાખવું ?

November 29, 2014 – 6:07 pm | 433 views

બોલતી વખતે શું ધ્યાનમાં રાખવું ?
* વિનય ન ચુકવો.
* વિવેક ન ત્યજવો.
* પ્રિય વચન બોલવા.
* જરુર હોય તેટલું જ બોલવું.
* સામી વ્યક્તિને સમજાય તેવી રીતે બોલવું

મહેનત કરવા છતા બધું અવળુ ઉતરતું હોય તો શું કરવુ?

November 24, 2014 – 6:28 pm | 733 views

મહેનત કરવા છતા બધું અવળુ ઉતરતું હોય તો શું કરવુ?
* યોગ્ય દિશામાં મહેનત થઈ અહી છે કે નહિ તે સાવધાની રાખી તપાસવું.
* પરિણામ હાથવેતમાં છે એમ સમજી પુરૂષાર્થ ચાલું રાખવો.હિંમત ન હારવી.
* એક યોજના નિષ્ફળ જવાથી જીવન ખતમ થઈ જતું નથી એવી સમજ હાજર રાખવી.
* નિરાશ કે નિરૂત્સાહી થયા વિના કયાં ભુલ રહિ જાય છે તે શોધવાનું ચાલું રાખવું.

અભ્યાસ કોને કહેવાય ?

November 22, 2014 – 10:25 pm | 380 views

અભ્યાસ કોને કહેવાય ?
* જે વસ્તુ જાણાવી કે સમજવી છે તે નિત્ય,નિયમિતપણે અને ખંતપુર્વક કરવી.
* એકની એક બાબતને વારંવાર કરવી.
* ચિતને અન્ય સ્થાનો પરથી ખસેડી લઈ એક જ સ્થાનમાં સ્થિર કરવું,જોડાવું.

ધર્મ કોના જીવનમાં સ્થિરતા ધારણ કરે છે ?

November 13, 2014 – 6:21 pm | 483 views

ધર્મ કોના જીવનમાં સ્થિરતા ધારણ કરે છે ?
* જેના જીવનમાં સર્વ પ્રકારની સમતુલા છે.
-જે વ્યક્તિ મન અને બુધ્ધિની સમતુલા જાળાવી રાખે છે જેના મન અને બુધ્ધિ સંપીને એક જ લક્ષ્ય ભણી ગતિ કરે છે તે ધર્મને ધારણ કરે છે.
-ધર્મમાં માત્ર તત્વ કે સત્યને સમજીને સંતોષ માની લેવાનો નથી ધર્મમાં સમજીને સ્વીકારવાની,ગ્રહણ કરવાની બાબત પણ આવી જાય છે બુધ્ધિ સમજી લે …

ચિંતામાંથી મુકત થવાનો ઉત્તમ ઉપાય કયો?

November 6, 2014 – 5:41 pm | 596 views

ચિંતામાંથી  મુકત થવાનો ઉત્તમ ઉપાય કયો?
* કર્મ કરતા રહેવું પણ કર્તાભાવ ન રાખવો, નારાયણ કર્તા છે આપણે માત્ર નિમિત છીએ એવી સ્પષ્ટ સમજણ કેળવવી.
* ભગવાનને જ કર્તા અને ભોકતા તરીકે પુર્ણ પણે સ્વીકારી લેવા.
* આપણો એકડો કાઢી નાખવો અને પરમાત્માને રહેવા દેવા તેનું કારણ સરળ છે જે સમગ્ર વિરાટનું સંચાલન કરે છે તે આપણું ધ્યાન રાખશે જ એટલે સારથિસ્થાને તેમને …