ભારતે સ્‍વતંત્રતા પ્રાપ્‍ત કર્યા બાદ દેશ સમક્ષ ઘણા પડકારો હતા. કૃષિ ક્ષેત્રે ત્‍યારે જોઇએ તેવી પ્રગતિ નહોતી તેને કારણે બહારના દેશો ઉપર આધાર રાખવો પડતો તેમાં પણ ખાસ કરીને અમેરિકા. પરંતુ ભારતનો દ્રઢ નિર્ધાર આ ક્ષેત્રમાં તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધવાનો હતો તે ઉપરાંત ઝડપથી ઔઘોગિકરણ કરી દેશને પગભર કરવાનો હતો. ડો. હોમી ભાભાએ પ્રથમ ઉર્જા ક્ષેત્રને મહત્‍વ આપી પરમાણુ મથકો સ્‍થાપવાની પ્રક્રિયાને ઝડપી બનાવી. વિઘુત ઉર્જા ઉઘોગો માટે જરૂરી હોય તેને મહત્‍વ આપવામાં આવ્‍યું તો બીજી બાજુ કૃષિ‍ ક્ષેત્રેના વિકાસ માટે જળ સિંચાઇ યોજનાઓ મોટા પાયે શરૂ કરવામાં […]

શિશુઓની અંત્યેષ્‍ટી ક્રિયા જુદી રીતે કરાતી. બોધાયન (3, 6, 2) અનુસાર મૃત શિશુને દાટી દેવું જોઇએ, અને એ ક્રિયા કરનારે વસ્‍ત્ર ઉતાર્યા વિના જ સ્‍નાન કરવું જોઇએ. મનુ (5, 67-70) અનુસાર બે વર્ષથી નીચેના બાળકના શબને ગામની બહાર ખુલ્‍લા સ્‍થાનમાં છોડી દેવું જોઇએ કે દાટી દેવું જોઇએ. ગર્ભિણી સ્‍ત્રીના શબને દાન આપી વિધિપૂર્વક અગ્નિ સંસ્‍કાર અપાય છે. નવપ્રસૂતા અને રનસ્‍વલાના શબને સ્‍નાન કરાવી, પ્રાજાપત્‍ય આહુતિ આપી શરીરને વસ્‍ત્રથી ઢાંકી એનો અગ્નિસંસ્‍કાર કરાય છે. પરિવ્રાજક, સંન્‍યાસી અને વાનપ્રસ્‍થના શબને ખાડામાં સુવાડી મંત્રોચ્‍ચાર સાથે ભિક્ષાપાત્ર એના પેટ પર રાખવામાં આવે છે. કમંડળમાં […]

ગ્રહોની યુતિના સંકેતો જન્મકુંડળીમાં બાર ભાવ, બાર રાશિ અને નવ ગ્રહ ફળાદેશ માટે મહત્વની બાબત છે. પરંતુ ભાવ, રાશિ અને ગ્રહનાં સ્થાન, આધિપત્ય, ગ્રહયુતિ વગેરેના વૈવિધ્યને કારણે દરેક કુંડળીને તેની આગવી વિશેષતા પ્રાપ્‍ત થાય છે. જેમ લાલ રંગની પોતાની વિશેષતા હોય છે, પીળા રંગની પોતાની વિશેષતા હોય છે, પરંતુ આ લાલ અને પીળા રંગને ભેગા કરવામાં આવે તો તે બન્‍નેની પોતપોતાની વિશેષતા નાશ પામે છે અને બન્‍નેના મિશ્રણમાંથી ત્રીજો જ રંગ પ્રગટે છે, તેમ દરેક ગ્રહની પોતપોતાની વિશેષતા હોય, પરંતુ બે ગ્રહની યુતિ થતાં તેમાંથી કોઈ નવા જ ગુણધર્મનો આવિર્ભાવ […]

પંચપ્રાણઉપાસના માણસના શરીરમાં પ્રાણ એ જીવન તત્‍વ છે. તેનાથી જ સમગ્ર શરીર ધબકે છે. બધી ક્રીયાઓ થાય છે. એકવાર શરીરમાંથી પ્રાણ ચાલ્‍યા ગયા પછી આ નશ્વર દેહમાં કોઈ કામનો રહેતો નથી. આપણે બહારના ઉપયોગી તમામ તત્‍વોનો મહિમા ગાઈએ પરંતુ ખુદ આપણા જીવન તત્‍વ અર્થાત્ પ્રાણને ભૂલી જઈએ તે કેમ ચાલે ? કારણકે તેના વગરતો કશું જ સંભવી શકે નહિ. વ્‍યકિત, કુટુંબ કે સમાજ કે રાષ્‍ટ્ર જીવનને પ્રાણવાન બનાવવા માટે તેનો આદર કે ઉપાસના કરવી જરૂરી છે જ આપણા વેદશાસ્‍ત્રોમાં પણ પાંચ પ્રકારના પ્રાણની ઉપાસના કરવાનું કહયું છે, તેમાં સમગ્ર શરીરમાં […]

પંચાયતન પૂજા ભારતીય સંસ્‍કૃતિનો મૂળભૂત ગુણ સહિષ્‍ણુતા છે. તેણે પોતાની મહાનતા સાથે અન્‍યની મહાનતાને પણ સહર્ષતાથી સ્‍વીકારી છે. આ સંસ્‍કૃતિમાં વૈવિધ્યની ‍ભરમાર છે, પરંતુ તેનું વૈવિધ્ય કમળના ફૂલમાં રહેલી પાંખડીઓ જેવું છે. કોઈપણ સમાજનો સમતોલ વિકાસ તો જ કહી શકાય જો તે સમાજના સૌથી છેવાડાના (નિર્બણ) માણસને યોગ્‍ય ન્‍યાય મળતો હોય. આ માટે આપણી સંસ્‍કૃતિએ પંચાયત વ્‍યવસ્‍થાની કલ્‍પના કરી. સમાજમાં નાના-મોટા સૌની માટે ન્‍યાયની વાત કરી છે, અને આવું આદર્શ કાર્ય કરના પંચાયતનની પૂજા કરવાનું જણાવ્‍યું છે.

પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે. નિયમિત રીતે પૂજા કરવાથી અનેક લાભ થાય છે. પરંતુ પૂજાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે પૂજા પૂરા વિધિ-વિધાનની સાથે કરવામાં આવે. આપણા ધર્મશાસ્ત્રોમાં પૂજાની બાબતે અનેક નિયમ બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક વિધાન એવું છે કે પૂજાના સમયે આસન પાથરવાનું. એટલે કોઈપણ પ્રકારની પૂજા કરવામાં આવે ત્યારે કે કોઈ હવન કરવામાં આવે છે ત્યારે જે પણ દેવતાનું આહ્વાન કરવામાં આવે છે. તેમને મંત્રો દ્વારા આસન ગ્રહણ કરાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આસન વગર જો પૂજા કે જાપ કરવામાં આવે તો તે […]

જગ પાલક શ્રીવિષ્‍ણુ ભગવાન આપણે રામ, કૃષ્‍ણ, નરસિંહ વગેરે ભગવાનની પૂજા કરીએ છીએ પરંતુ હક્કિતમાં તે ભગવાન શ્રી વિષ્‍ણુના જ અવતારો છે. બ્રહ્માજીએ તો સૃષ્ટિની રચના કરી દીધી, પરંતુ આ સમગ્ર સૃષ્ટિનું ચક્ર સતત વ્‍યવસ્થિત ચાલે તે જોવાની જવાબદારી શ્રી વિષ્‍ણુની છે એટલે જ તેમને સૃષ્ટિના પાલનકર્તા કહ્યા છે. આપણા વેદશાસ્‍ત્રો જુઓ કે રામાયણ, મહાભારત જેવા પૈરાણિક ગ્રંથોનું નિરીક્ષણ કરો, શ્રી વિષ્‍ણુ દરેકમાં છવાયેલા છે. શ્રી વિષ્‍ણુના નામ પણ અપાર છે, હિરણ્યકશિપુ જેવા અસુરનો નાશ કરવા તેમણે નર અને સિંહનું સ્‍વરૂપ ધારણ કર્યુ તેથી તેઓ નરસિંહ કહેવાયા. પાણીને નાશ પણ […]

श्री सरस्वती चालीसा दोहा जनक जननि पदम दुरज, निज मस्तक पर धारि । बन्दौं मातु सरस्वती, बुद्धि बल दे दातारि ।। पूर्ण जगत में व्याप्त तव, महिमा अमित अनंतु । रामसागर के पाप को, मातु तुही अब हन्तु ।। चौपाई जय श्रीसकल बुद्धि बलरासी । जय सर्वज्ञ अमर अविनाशी ।। जय जय जय वीणाकार धारी । करती सदा सुहंस सवारी ।। रुप चतुर्भुजधारी माता । सकल विश्व अन्दर विख्याता ।। जग में पाप बुद्धि जब होती । तबही धर्म की फीकी ज्योति ।। तबहि मातु का निज अवतारा । पाप […]

સોળ સંસ્કાર ઉપનયન એ હિંદુઓના જીવનનો એક મહત્‍વપૂર્ણ સંસ્‍કાર છે. આ સંસ્‍કારથી જ દ્વિજત્‍વના અધિકારી ત્રણ વર્ણોના બાળકોને દ્વિજત્‍વ પ્રાપ્‍ત થાય છે. ‘ઉપનયન’ શબ્‍દ સંસ્‍કૃત ધાતુ उ+पनी નજીક લઇ જવું, દોરી જવું પરથી બન્‍યો છે. એનો શાબ્દિક અર્થ ‘વિદ્યાર્થીને એના ગુરુ પાસે એના શિક્ષણ માટે લઇ જવો’ તે છે. આ સંસ્‍કારથી ત્રણે વર્ણોને વેદજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ મળતો. ડો. આનંદશંકર ધ્રુવના મતે આ સંસ્‍કાર વડે મનુષ્‍યના જ્ઞાન અને ચારીત્ર્યનો પાયો નંખાય છે અને મનુષ્‍ય નવું જીવન પામે છે. વિશાળ દ્રષ્ટિએ ઉપનયન સંસ્‍કારને ઉચ્‍ચ જ્ઞાન, ચારિત્ર્યઘડતર અને સંસ્‍કારસિંચનના ક્ષેત્રનો પ્રવેશ ગણી શકાય. […]

સંસ્‍કારો વિશેની માહિતીના મૂળ સ્‍ત્રોત (અ) પ્રથાઓઃ સંસ્‍કાર મુખ્‍યત્‍વે પ્રાચીન તથા લોકપ્રચલીત પરંપરા અને પ્રથાઓ પર આધારિત હતા. ગૌતમ, બૌધાયન આપસ્‍તંબ તથા વસિષ્‍ઠ ધર્મસૂત્ર અને મનુ, યાજ્ઞવલ્‍કય વગેરે સ્‍મૃતિઓ બધી પ્રથાઓના પ્રમાણની ગણના કરે છે. ગૃહ્યસૂત્રોના સંકલન પહેલાં સંસ્‍કારોના આધાર આ પ્રથાઓ હતી. પ્રથાઓ મુખ્‍ય ત્રણ પ્રકારની હોય છેઃ (૧) દેશાચારઃ વિશિષ્‍ટ પ્રદેશોમાં પ્રચલિત પ્રથાઓ, જેમ કે દક્ષીણ ભારતમાં મામાની છોકરી સાથે વિવાહ પ્રચલિત છે, જે બીજે નિષીદ્ઘ છે. (ર) કુલાચારઃ કૌટુંબીક પ્રથાઓ-જેમ કે શિખાની સંખ્‍યા અને સ્‍થાનનો નિશ્ર્ચય સંસ્‍કાર્ય વ્‍યકિતના પ્રવરના આધારે કરાય છે. લૌગાક્ષી અનુસાર કમુજા વસિષ્‍ઠોએ જમણી […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors