જન્મ: ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના મહત્વના શહેર સુરત ખાતે થયો હતો માતાનું નામ ;ધનવિદ્યાગૌરી પિતાનું નામ :હરિહરશંકર હતું. (તેમનાં લગ્ન ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં.) લગ્ન: ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં. સંતાનઃ પુત્રી – રમા પુત્ર – પ્રદીપ, અસિત અભ્યાસ: મેટ્રિક –1919 ; બી.એ.- 1923 – એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. – 1925 વિશેષઃ 1926- ક.મા.મુન્શીના મદદનીશ ગુજરાત માસિકના સહતંત્રી, સાહિત્યસંસદના મંત્રી; 1931- 33- કબીબાઇ હાઇસ્કૂલ – મુંબાઇ માં શિક્ષક; 1933-36- એમ.ટી.બી. કોલેજ સુરત માં પ્રાધ્યાપક; 1937- મુંબાઇમાં સરકારી ઓરીએન્ટલ ટ્રાન્સલેટર; 1960-63 કે.જે. સોમૈયા કોલેજ […]
આખું નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ઉપનામ: કલાપી જન્મ: ૨૬મી જાન્યુઆરી – ૧૮૭૪, લાઠી અવસાન: ૯મી જૂન – ૧૯૦૦, લાઠી કુટુંબ:પત્ની: રમાબા ઉર્ફે રાજબા – રૂહા, કચ્છનાં કુંવરી (૧૮૮૯ – ૧૫ વર્ષની વયે); એમનાંથી ૮ વર્ષ મોટા આનંદીબા ઉર્ફે કેસરબા – કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી (૧૮૮૯ – ૧૫ વર્ષની વયે) ; એમનાંથી ૨ વર્ષ મોટા શોભના – રમાબા સાથે પિયરથી ૭-૮ વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી (૧૮૯૮) ; એમનાંથી ૭-૮ વર્ષ નાના અભ્યાસ: ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે […]
ખુશ્બુ ગુજરાતની દાંડી: 6 એપ્રિલ, 1930ના રોજ નવસારીથી પશ્ચિમે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલ દાંડીના સમુદ્રતટે ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું, સવિનય કાનૂન ભંગ કર્યો અને બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી ગઈ. બારડોલી : સુરતથી 34 કિમી દૂર પૂર્વમાં આવેલું આ ઐતિહાસિક સ્થળ સરદાર પટેલના ‘ના-કર‘ સત્યાગ્રહની સ્મૃતિઓ સંગ્રહીને બેઠું છે. અહીંના ‘સરદાર સ્વરાજ આશ્રમ‘માં ગાંધી વિચારધારાને લગતી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંની સહકારી પ્રવૃત્તિઓએ દેશને નવીન માર્ગ ચીંધ્યો છે. વેડછી : બારડોલીની પૂર્વમાં આવેલા વેડછીમાં ગાંધીજીના અંતેવાસી જુગતરામભાઈનો આશ્રમ દર્શનીય છે. ત્યાં તેમણે આદિવાસી અને પછાત પ્રજાના શિક્ષણ અને ઉત્થાનની પ્રવૃત્તિ આરંભી […]
૧. જન્મ કબા ગાંધીને પણ એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્લાં પૂતળીબાઇથી એક દીકરી અને ત્રણ દીકરા. તેમાંનો છેલ્લો હું. પિતા કુટુંબપ્રેમી, સત્યપ્રીય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઇક વિષયને વિશે આસકત પણ હશે. તેમનો છેલ્લો વિવાહ ચાળીસમા વર્ષ પછી થયેલો. તેઓ લાંચથી દૂર ભાગતા, તેથી શુદ્ધ ન્યાય આપતા એવી અમારા કુટુંબમાં અને બહાર વાયકા હતી. રાજયના બહુ વફાદાર હતા. એક વેળા કોઇ પ્રાંતના સાહેબે રાજકોટના ઠાકોર સાહેબનું અપમાન કરેલું, તેની સામે તેઓ થયેલા. સાહેબ ગુસ્સે થયા, કબા ગાંધીને માફી માગવા ફરમાવ્યું. તેમણે માફી […]
નવાંગતુક માર્કેટિંગ ડિરેક્ટર નાં સ્વાગત સમારોહમાં એમની સાથે આવેલ એમની પત્ની ને અન્ય સ્ત્રીઓએપૂછ્યું “તમારા પતિથી તમે સુખી છો ને?” નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત્ જવાબ નીઆશામાં , વિશ્વાસ સાથે , થોડા ટટ્ટાર થઇ ગયા. એમને ખાતરી હતી કે એમની પત્ની નો જવાબહકારમાં જ હશે. એમને અને બીજા બધાંને પત્નીનો જવાબ સાંભળીનેસખત આંચકો લાગ્યો જયારે તેણે કહ્યું, “ના, હું મારા પતિ થી સુખી નથી !” આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ! પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ! એ માની જ નહોતા શકતા કે એમની પત્ની આવુંકહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે. […]
મહાન દાર્શનિક સૉક્રેટિસનો દેખાવ વિચિત્ર હતો. ટાલિયું માથું, પ્રમાણમાં નાનો ચહેરો, ફૂલેલા ટોપકાવાળું નાક અને લાંબી દાઢી. ચેતનવંતા માણસનો આવો દેખાવ હોય ખરો ? સૉક્રેટિસ પ્રમાદી અને પૈસાની તાણ ભોગવતો આદમી હતો. ધંધો પથ્થર ઘડવાનો પરંતુ પતિ-પત્ની અને પુત્રો ખાતર પેટ પૂરતું મળી રહે એટલે કામ છોડી વાતો કરવા માંડતો. પત્ની કર્કશા હોવાથી મોટે ભાગે બહાર જ ફરતો. સવારે વહેલા ઊઠી જેવોતેવો નાસ્તો કરી કોઈક દુકાને, ક્યાંક દેવળમાં કે મિત્રને ઘેર, જાહેર સ્નાનઘરમાં કે છેવટે શેરીને નાકે જ્યાં દલીલબાજીમાં સાથ મળે ત્યાં તે પહોંચી જતો. પૂરા ઍથેન્સ નગરને તેણે તર્કવાદી […]
મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડ્યું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક મહાદેવભાઈનો જન્મ ૧-૧-૧૮૯૨માં સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો.અભ્યાસ માં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલ.એલ.બી.માં પણ સારો દેખાવ કર્યો. શ્રી દેસાઈએ અમદાવાદમાં વકિલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઈ, કારકીર્દિ પડતી મૂકીને આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ વહેતું રહ્યું. મહાદેવભાઈનું ભાષાપ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઈ ગાંધીજીએ કહી દીધુ કે “મહાદેવ ! તમારે હવે બધા કામ મૂકી દઈને મારી […]
ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા; કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા. સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં, જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં. તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ, મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં. એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા, એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા. મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર, કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા. કરતા હતા પહાડનો દાવો પલાશ પણ, આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં. હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો, ‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં. – અમૃત ‘ઘાયલ’
જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો, છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો, ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું, કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો, જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું, છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો, અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો, વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો, બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની, ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો, ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી […]
ઉત્તમ વસ્તુઓ હિન્દુ ધર્મની ઉત્તમ વસ્તુઓ પુસ્તકોમાં ; ગીતા પ્રાણીઓમાં ; ગાય પક્ષીઓમાં ; ગરુડ પ્રવાહીમાં ; ગંગાજળ દેવોમાં ; ગણપતિ ભોજનમાં ; કંસાર પહાડમાં ; હિમાલય વાહનમાં ; રથ તીર્થમાં ; કાશી ફળોમાં ; નાળિયેર નદિમાં ; ગંગા છોડમાં ; તુલસી શુકનમા ; કંકુ ધર્મનું પ્રતીક ;ઓમ્ કોણ શુ કહે છે ? ધડીયાળ ;સમય ચુકશો નહિ. ધરતી ; સહનશીલ બનો. દરિયો ; વિશાળ દિલ રાખો. વૃક્ષ ; પરોપકારી બનો. કીડી ; સંગઠનબળ કેળવો. કુકડો ; વહેલા ઊઠી કામે લાગો. બગલો ; કાર્યમાં ચિત પરોવો. સુર્ય ; નિયમિત બનો. મધમાખી […]