માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું. કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને […]
એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગુંથે અને બંધાય ગઝલ; કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે. ‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો, દુનિયાની જે દિવસથી શરૂઆત […]
રણમાં ભુલી પડી.ગયેલ હું રાહદાર છું. પ્યારની એક બુંદ. માટે તરસી રહેલ પ્યાસ છું હું. હવાની લહેરખીના મળે એ પાનખર છું પામ્યા પછી મૂલ્ય ન મળે તે મૃગજળ છું ખરી જાય વસંતના પાન જયાં,એ પળ છું. ના તપાસો મારી આ નિરજ જીદગી ને ભરચોમાસે અટવાયેલ અનાવૃષ્ટિ છું. ન આવશો કોઈ મારી આ ખાલી દુનિયાની ભીતરમાં, દિલાસાનો આધઆર લઈ જીવવાનો આત્મા છું. મને શોધવા આમતેમ ફાફા ન મારશો, તમારા જ દિલમાં જડી રહેલ યાદ છુ. મીના પરમાર
-\’ખાઈ\’માં પડેલો બચીને ઉપર આવી શકે પણ \’અદેખાઈ\”માં પડેલો માનવી કયારેય ઉપર આવી શકતો નથી. સ્વામી પીયુષાનંદ સરસ્વતી
જીવનના સાત પગલા (૧) જન્મ…. એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે….. (૨) બચપણ મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે…. (૩) તરુણાવસ્થા કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે. મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ… અને અનેક નવી મૂંઝવણો…. (૪) યુવાવસ્થા બંધ આંખોનું એ આંધળુ સાહસ છે… તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો .. અને કુરબાન થવાની આશા છે. (૫) પ્રૌઢાવસ્થા ખુદને માટે કશુ ન વિચારતા… બીજા માટે કરી છુટવાની ખુશી છે. કુટુંબ માટે કંઇ […]