વડોદરા

વડોદરાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જુનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત \’વટસ્ય ઉદરે\’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું પણ માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ (સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર \’વટસ્ય ઉદરે\’ કળક્રમે અપભ્રંશ થતા થતા વડોદરા થઇ ગયું છે. અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા કહીને પણ બોલાવે છે. આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.

વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગીક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમીકલ્સ, રાસાયણિક ટેક્ષટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઈન આર્ટસ કૉલેજ તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે.

વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અઘ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અધ્યતન શોપિંગ કોમ્પ્લેક્સો તથા મલ્ટીપ્લેક્ષ સિનેમાઘરો તેનો પુરાવો છે. આજે પણ વડોદરાને ભારતની \’સંસ્કાર નગરી\’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વડોદરા – વિકિપીડિયા માંથી

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors