ચટપટી સ્ટફ્ડ ઇડલી

ઇડલી માટેની સામગ્રી –
સોજી – 300 ગ્રામ
દહીં – 300 ગ્રામ
પાણી ૫૦ ગ્રામ કરતા થોડું ઓછું
મીઠું – સ્વાદ અનુસાર
ઈનો સૉલ્ટ – ૧ નાની ચમચી
તેલ – ૨ મોટી ચમચી
રાઈ – એક નાની ચમચી
મીઠો લીમડો – ૭-૮ પાન
અદડની દાળ- ૧ નાની ચમચી
લીલા મરચાં – ૧ (બારીક કાપેલું)

સ્ટફ્ડ ઇડલીના સ્ટફિંગ માટે –
ઉકાળેલા બટાકા – ૩ મીડિયમ આકારમાં કાપેલા
પાલક – એક કપ(બારીક કાપેલી)
લીલું મરચું – ૧ (ઝીણું સમારેલું)
આદુંની પેસ્ટ – ૧ નાની ચમચી
મીઠું – અડધી ચમચી
તેલ -૨ નાની ચમચી

રીત – સૌ પ્રથમ દહીં ફેંટી લો. એક વાસણમાં સોજી ચાળી તેમાં દહીં નાંખી સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં પાણી અને મીઠું નાંખી ફેંટી લો.

એક નાની કઢાઈમાં ૨ નાની ચમચી તેલ નાંખી ગરમ કરો. રાઈ નાંખો અને રાઈ તતડે એટલે તેમાં મીઠા લીમડાના પાન, અડદ દાળ બધું સાંતળો. દાળ સામાન્ય ભૂરા રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે લીલું મરચું નાંખો અને બાકીનો બધો મસાલો મિક્સ કરી દો. મિશ્રણને ૧૫ મિનિટ માટે ઢાંકીને રાખો જેથી સોજીના દાણે-દાણા ફૂલી જાય.

બીજી તરફ બટાકાને છોલી બારીક કાપી લો. કઢાઈમાં નાંખી લીલું મરચું અને આદું નાંખો, પાલક નાંખી નરમ થાય ત્યાંસુધી રાંધો. હવે બટાકા અને મીઠું નાંખો અને સારી રીતે મિક્સ કરો. ઇડલીમાં ભરવા માટેનો મસાલો તૈયાર છે.

હવે કૂકરમાં ૨ નાના ગ્લાસ પાણી નાંખી ગેસની આંચ પર મૂકી દો અને પાણીને ગરમ થવા દો.

તૈયાર કરેલા મિશ્રણમાં ઈનો સૉલ્ટ નાંખી ચમચાથી સારી રીતે હલાવો. મિશ્રણ જેવું ફૂલવા લાગે એટલે તેને હલાવાનું બંધ કરો.

ઇડલીના સ્ટેન્ડને થોડું તેલ લગાવી ચીકણું કરો. મિશ્રણને ચમચાની મદદથી સ્ટેન્ડના દરેક ખાનામાં અડધા અડધા ખાના સુધી ભરી દો. તૈયાર કરેલા સ્ટફમાંથી થોડો થોડો સ્ટફ લો અને મિશ્રણની ઉપર દરેક ખાનામાં ભરો. હવે ફરીથી તેની ઉપર સ્ટફ ઢંકાય તે રીતે ઇડલીનું મિશ્રણ નાંખો.

ઇડલીનું મિશ્રણ ભરેલા આ સ્ટેન્ડને પાણી નાંખેલા કૂકરમાં બાફવા મૂકો. દરમિયાન કૂકર બંધ રાખો. ૧૦ મિનિટ સુધી રંધાવા દો પછી ચકાસી લો કે ઇડલી બફાઇ ગઇ છે કે નહીં. જો ઇડલીનું મિશ્રણ ચપ્પુમાં ચોંટે નહીં તો તમારી ઇડલી તૈયાર છે.

તો તૈયાર છે તમારી ગરમા-ગરમ સ્ટફ્ડ ઇડલી. સંભાર, નારિયેળની ચટણી, ચણાની દાળની ચટણી કે મગફળીની ચટણી સાથે પીરસો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors