‘વાહ…… શું પર્સનાલિટી છે.’’ સાંભળતાં જ આપણી સમક્ષ એક એવું આકર્ષક વ્યક્તિત્વ ઊભું થાય છે, જેને જોઇને દિલ ખુશ થઇ જાય છે. ‘કાશ, અમારી પર્સનાલિટીમાં પણ એ પ્રભાવ હોત જે એની પર્સનાલિટીમાં છે.’ મનમાં આવો વિચાર આવતાં જ કેરિશ્મેટિક પર્સનાલિટી પ્રત્યે આપણા મનમાં ઇર્ષા થવા લાગે છે. ગભરાશો નહીં, તમે પણ તમારી પર્સનાલિટીને કરિજમેટિક બનાવી શકો છો. દુનિયાની એક સૌથી શ્રીમંત વ્યક્તિનું માનવું હતું તે કરિજમેટિક પર્સનાલિટી હોવાથી સફળતા ખૂબ સહેલાઇથી મેળવી શકાય છે. ક્ષમતાથી વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરી શકાય છે. નહીં કે ટેક્નિકલ યોગ્યતાથી. તેમના આ શબ્દો આજે પણ લોકોને […]
પહેલું સુખ તે જાતે નર્યા’ પ્રમાણે સહુને સ્વસ્થ રહેવુ ંગમતું હોય છે. પરંતુ જાતને સ્વસ્થ રાખનારા ખાદ્યપદાર્થોની જાણકારી પૂરતી ન હોવાને કારણે ખાદ્ય પદાર્થોનો લાભ મળતો નથી.અમુક ખાદ્યપદાર્થો એવા છે જેના સેવનથી રોગ મુક્ત રહેવાય છે. તેમજ સ્વયંને યુવાન અનુભવાય છે. તેથી ફિટ રહેવા માટે આ ચોક્કસ ખાદ્યપદાર્થોનું સેવન કરવું જરૂરી છે. આમળા આયુર્વેદમાં આમળાને દિવ્ય ફળ કહેવામાં આવે છે. એના સેવનથી પેઢા મજબૂત થાય છે. આંખની રોશની વધારવા, બ્લડ પ્રેશર, હૃદય રોગ, કેન્સર, કમળો, ટી.બી., હાડકાના રોગના નિવારણ માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. ચવ્વનપ્રાશમાં પણ આમળાનો ઉપયોગ થાય છે. […]
કોબીના રોલ્સ સામગ્રીઃ કોબી ૨૫૦ ગ્રામ, પાઉંનો ભૂકો, આદુ, મરચાં, લીંબુનો રસ, મીઠુ મરચું, હળદર, પ્રમાણસર, તેલ તળવા માટે, બટાટા, વટાણા, ગાજર, ફલાવર દરેક ૧૦૦ ગ્રામ. રીતઃ કોબીની ગાંઠો કાપીને તેને થોડીવાર ઠંડા પાણીમાં રાખવી. ઉપરના પત્તા કાઢી અલગ રાખો. તેની અંદરની કોબીને ઝીણી સમારો, પછી મરચાં, લસણ આદુને એકદમ બારીક વાટો. એક વાસણમાં ઘી મૂકી તેમાં આ મસાલાને સાંતળો, બટાટા, ગાજર, વટાણા, ફલાવર થોડાં લઈને તેને ઝીણા સમારી વટાણાને બાફી નાંખો અને તે બાફેલા શાક સાથે આ ઝીણી સમારેલા કોબી મિક્સ કરી તેમાં મીઠુ, મરચું, હળદર ગરમ મસાલો, લીંબુનો […]
વિશ્વના માનસશાસ્ત્રીઓ ને સમાજશાસ્ત્રીઓનું સર્વેક્ષણ કહે છે કે ઃ કોઈપણ વ્યક્તિને સ્વસ્થ અને સુદ્રઢ સબંધો વડે જીવનમાં ૮૫% આનંદ મળે છે, જ્યારે ઉપલબ્ધ ગેઝેટ્સ (સાધનો) દ્વારા ૧૫% આનંદ મળે છે. કોઈપણ સામાજિક ‘સંબંધો’ની જાળવણીની ધરોહર સ્ત્રી છે, પરંતુ આઘુનિક ગૃહિણીઓને પતિ-બાળકો સિવાયના સબંધો બોજારૂપ લાગે છે. પશ્ચિમ દેશોનો સમાજ આજે છિન્નભિન્ન થઈ રહ્યો છે, અનેક સામાજિક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જે પ્રશ્નોમાં પ્રાધાન્ય સભર પ્રશ્નો યુવાનોના છે. આ બરર્નંિગ સમસ્યા માટે થોડા સમય પહેલા સમાજશાસ્ત્રીઓનો એક સેમીનાર યોજાયો, જેમાં પશ્ચિમના સમાજશાસ્ત્રીઓએ તારણ કાઢ્યું કે, તેમના સમાજની છિન્નભિન્નતા માટે જવાબદાર […]
હનુમાનજી મહારાજ ભક્તિના ખાસ આચાર્ય હોવા છતાં પણ તે કહે છે કે ‘ભજન શું છે ? એ કેવી રીતે થાય છે ? હું કાંઈ જાણતો નથી બાળકનો માતા સાથે જેટલો પ્રેમ હોય છે, તેનાથી પણ વધારે પ્રેમ માને બાળક સાથે હોય છે. બાળક માના પ્રેમને જાણતું નથી. જો તે માના પ્રેમને જાણી લે તો તેને માના ખોળામાં રડવું જ ન પડે. એ જ રીતે ભગવાનનો જીવ સાથે ઓછો પ્રેમ નથી. કાકભુશણ્ડિજી બાળસ્વરૂપ ભગવાન શ્રીરામની સાથે રમતા રમતા જ્યારે બિલકુલ તેમની નજીક આવ્યા ત્યારે ભગવાન હસવા લાગ્યા અને જ્યારે તેમનાથી […]
માંગશો તો જ આત્મિક દિવ્ય દ્ર્ષ્ટી મળશે. અને લોકો શું માંગે છે? કોઈને ધન, કોઈને નોકરી, કોઈને ભણતરની ડિગ્રી, કોઈને સફળતા, કોઈને ધંધામાં સફળતા, કોઈને છોકરી, કોઈને પતિ, કોઈને સંતાન, કોઈને શાંતિ વળી કોઈને કોઈ અલૌકિક શક્તિ પણ કોઈ પરમપિતા પાસે સાચ્ચા મને દિવ્ય દ્રષ્ટી નથી માંગતુ. જ્યારે અર્જુનને દિવ્ય દ્ર્ષ્ટી મળી ત્યારે જ એણે ક્રુષ્ણનુ વિરાટ જોવા પામ્યો હતો. એટલે આપણે પરમેશ્વરનુ આત્મિક રાજ્ય જોઈ નથી શક્તા અને સાંસારીક જરુરીયાતોની પાછળ ખુવાર થઈએ છીએ. હુ પણ પહેલા, ધન માંગતો, શત્રુઓને નાશ થાય એવુ માંગતો, અથવા એવી અન્ય કોઈ નશ્વર […]
નર્મદા : ગુજરાતની જીવાદોરી સમી ધ્યાનાકર્ષક નદી તે નર્મદા-ઋક્ષ પર્વતમાંથી નીકળી તે ‘રેવા‘ નામે વિંધ્યના અમરકંટકમાંથી નીકળી બંને માંડલ નજીક સંગમ પામી એક બીજીના પર્યાયરૂપ બની જાય છે. મહાભારતના અરણ્યક પર્વમાં પાંડવોની તીર્થયાત્રામાં પયોષ્ણી પછી વૈડૂર્ય પર્વત પછી નર્મદાને ગણાવી છે. સ્કંદપુરાણમાં નર્મદા-રેવા ઉપરનાં તીર્થસ્થળોનાં ગુણગાન કર્યાં છે. જૈન સાહિત્યમાં પણ ‘નર્મદા‘નો ઉલ્લેખ થયેલો મળે છે. આચાર્ય હેમચન્દ્રના દ્વયાશ્રય કાવ્યમાં, ‘પ્રબંધચિંતામણિ‘માં, ‘વિવિધ તીર્થકલ્પ‘માં એનો નિર્દેશ જોવા મળે છે. એની ઊંડાઈને કારણે ઘણે ઊંડે સુધી વેપાર માટે એનો પ્રાચીન સમયથી ઉપયોગ થતો રહ્યો છે. મહી : મહાભારતના આરણ્યક પર્વમાં ચર્માણ્યવતી પછી […]
ખુશ્બુ ગુજરાતની દાંડી: 6 એપ્રિલ, 1930ના રોજ નવસારીથી પશ્ચિમે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલ દાંડીના સમુદ્રતટે ગાંધી બાપુએ ચપટી મીઠું ઉપાડ્યું, સવિનય કાનૂન ભંગ કર્યો અને બ્રિટિશ શાસનની ઊંઘ ઊડી ગઈ. બારડોલી : સુરતથી 34 કિમી દૂર પૂર્વમાં આવેલું આ ઐતિહાસિક સ્થળ સરદાર પટેલના ‘ના-કર‘ સત્યાગ્રહની સ્મૃતિઓ સંગ્રહીને બેઠું છે. અહીંના ‘સરદાર સ્વરાજ આશ્રમ‘માં ગાંધી વિચારધારાને લગતી પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંની સહકારી પ્રવૃત્તિઓએ દેશને નવીન માર્ગ ચીંધ્યો છે. વેડછી : બારડોલીની પૂર્વમાં આવેલા વેડછીમાં ગાંધીજીના અંતેવાસી જુગતરામભાઈનો આશ્રમ દર્શનીય છે. ત્યાં તેમણે આદિવાસી અને પછાત પ્રજાના શિક્ષણ અને ઉત્થાનની પ્રવૃત્તિ આરંભી […]
સામાન્ય વર્ગને મોંઘવારી બધે નડી રહી છે. મોટા ભાગના મૂડીરોકાણ સ્રોત પણ મોંઘા થઇ ગયા છે. સોનામાં ૧૦ ગ્રામદીઠ R ૨૬૬૦૦, ચાંદીમાં કિલોદીઠ R ૫૩,૫૦૦ અને જમીન-મકાનના આસમાનને આંબી રહેલા ભાવો જોઇને સામાન્ય માનવીએ ઠાકોરજીના અન્નકૂટની જેમ દૂરથી દર્શન કરીને જ ધન્ય થવાનો કપરો સમય આવ્યો છે. ખાનગી બેન્કોમાં એફડી મૂકવા જાવ તો કહેશે કે ઓછામાં ઓછા R ૫૦૦૦ની એફડી કરાવવી પડશે, સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા જાવ તો કહેશે ઓછામાં ઓછું R ૫૦૦૦નું બેલેન્સ રાખવું પડશે. શેરબજારમાં મૂડીરોકાણ કરવા જાવ તો બ્રોકર કહેશે ઓછામાં ઓછા R ૧૦,૦૦૦ની રકમ જમા રાખવી પડશે. […]
બાળક માટે માતાનો ખોળો માત્ર સુરક્ષાનું જ નહિ નિશ્ચિત બની નિરાંતે શાંતિથી ઉંઘવાનું સ્થાન પણ છે. બાળક ગમે તેટલું દુઃખી હોય રડતુ હોય માતા તેને ખોળામાં લે ત્યારે શાંત થઈ જાય છે. આ જ રીતે મનુષ્ય માત્ર માટે ધરતી માતા સમાન છે. આ પૃથ્વી માત્ર મનુષ્યને જ નહિ પ્રાણી, પદાર્થ માટેનું આશ્રયસ્થાન છે. તે સુર્યની આજુબાજુ સતત ચકકર લગાવ્યા કરે છે. તે રાત્રીના અંધકાર, વરસાદ, વાવાઝોડા તેમજ સુર્યનો તાપ સહન કરે છે. છતાંપણ પદાર્થ માત્રને આશ્રય આપે છે. આમ, પૃથ્વી માનવ, પશુ, પક્ષી, જળ, પદાર્થ તમામની માતા ગણાય. આવી મહાન […]